________________
હોવા છતાં કોઈ વિરોધ કે વિરોધાભાસ પેદા નથી થતો. ત્રિભંગીનું આવું અર્થઘટન એ સાપેક્ષ દૃષ્ટિ છે, સ્વાદ્વાદ દૃષ્ટિ છે. પરસ્પર વિરોધી દેખાતું પરમાત્માનું વ્યક્તિત્વમાં કેટલીક ત્રિભંગીઓ પણ ભાઈ, વિચારવા જેવી છે. - પરમાત્મા શક્તિરૂપ છે અને વ્યક્તિરૂપ પણ છે. - પરમાત્મા ત્રિભુવનપતિ છે અને નિર્ગુન્થ પણ છે. - પરમાત્મા ભોગી છે અને યોગી પણ છે. - પરમાત્મા વક્તા છે અને મૌની પણ છે. - પરમાત્મા ઉપયોગયુક્ત છે અને ઉપયોગરહિત પણ છે.
આ ત્રિભંગીઓના વિશિષ્ટ અર્થઘટનની વાતો કોઈક વાર હવે પછીના પત્રોમાં કરીશ.
સાપેક્ષ દૃષ્ટિથી દર્શન-મનન-ચિંતન કરવાની ટેવ પાડવી તેમજ રાગ-દ્વેષને મંદ-મંદતર કરવાની આપણે કોશિશ કરવી જ રહી.
લિ. આપનો ભાઈ,
રજની શાહ * * * * *
પત્રાવલિ-૨૮ પરમાત્માપદનો મહિમા
શુક્રવાર, તા. ૧-૨૯-૯૯ ભાઈશ્રી, જય જિનેન્દ્ર.
પરસ્પર વિરોધી દેખાતું વ્યક્તિત્વ બતાવીને, શ્રી અરિહંત પરમાત્માનું સામંજસ્ય સ્થાપિત કરતી પાંચ ભિંગી ગયા પત્રમાં લખી હતી. તેનું વિશિષ્ટ અર્થઘટન આ રીતે સમજવું. (૧) પરમાત્મા શક્તિરૂપ છે અને વ્યક્તિરૂપ પણ છે :
શક્તિરૂપે જોઈએ તો સહુ આત્માઓ એક જ છે, જ્ઞાન, દર્શન, વગેરે અનંત ગુણો આત્માની શકિત છે, પણ વ્યક્તિરૂપે તો દરેક આત્માનું અલગ અસ્તિત્વ છે. શક્તિરૂપે અનંત ગુણ હોય છે,
જ્યારે વ્યકિતરૂપે એ ગુણો ગણતરીમાં સમાઈ શકે એટલા જ હોય છે. આ પ્રમાણે પરમાત્મા શક્તિરૂપ પણ છે અને વ્યક્તિરૂપ પણ છે. (૨) પરમાત્મા ત્રિભુવનપતિ છે અને નિગ્રંથ પણ છે :
| ત્રિભુવનપતિનો અર્થ થાય છે ત્રિભુવન પૂજ્ય. પરમાત્મા ત્રિભુવનપતિ હોય છે, છતાંયે એમના આત્મામાં રાગ-દ્વેષની કોઈ ગ્રન્થિ નથી હોતી. નિગ્રંથ આત્મામાં ત્રિભુવનપતિપણું નથી સંભવતું ! ત્રિભુવન પૂજ્યતાની દૃષ્ટિએ ત્રિભુવનપતિ છે, જ્યારે રાગ-દ્વેષના અભાવની દૃષ્ટિએ તેઓ નિગ્રંથ પણ છે.
શ્રુતસરિતા Jain Education International 2010_03
૩૦૨ For Private & Personal Use Only
પત્રાવલિ www.jainelibrary.org