________________
પત્રાવલિ-૨૭ પ્રભુગુણની વિશેષતા
સાધર્મિક સ્નેહી ભાઈશ્રી, જય જિનેન્દ્ર.
ગયા પત્રમાં દ્રવ્ય-પૂજા અને ભાવ-પૂજા બાદ તેનાથી પણ ઉત્તમ ‘પ્રતિપત્તિ' પૂજાની વાત લખી. આ શબ્દને ‘પડિપત્તિ’ પૂજા તેમ પણ કહે છે. આ પૂજામાં પૂજાની શ્રેષ્ઠતા જ એ છે કે કાંઈ કરવાનું જ નહીં. કોઈ ક્રિયા જ નહીં. આ શબ્દની પરિભાષા અર્થે કહ્યું છે કે ‘વિાનોપદેશવાણના ।' આપી-જ્ઞાની પુરુષોના ઉપદેશનું યથાર્થ પાલન કરવું, એ પ્રતિપત્તિ-પૂજા છે. ગુણસ્થાનકના દૃષ્ટિકોણથી અગિયારમા, બારમા અને તેરમા ગુણસ્થાને રહેલા આત્માઓ આ પ્રતિપત્તિ પૂજા કરવા ભાગ્યશાળી બને છે. પરમાત્માના આવા સ્મરણ, દર્શન, પૂજન અને સ્તવન કરવાથી પરમાત્માની સાથે આંતરપ્રીતનો રંગ પ્રગાઢ બને છે. પરમાત્મપ્રેમી મન પરમાત્માના વિશિષ્ટ ગુણોનું દર્શન કરવા માંડે છે.
પત્રાવલિ
Jain Education International 2010_03
ગુરુવાર, તા. ૧-૨૮-૯૯
પરમાત્મામાં પરસ્પર વિરોધી એવા ત્રણ ગુણ વિચારીએ, કે જેને ‘ત્રિભંગી’ કહેવાય છે. ‘ભંગ’ એટલે પ્રકાર-જાત. ત્રિભંગી એટલે ત્રણ ગુણોનો સમૂહ. (૧) કરુણા (કોમળતા) (૨) તીક્ષ્ણતા (કઠોરતા) (૩) ઉદાસીનતા (ઉપેક્ષા)
ણા : આપણે, ભાઈ, સામાન્ય સમજથી સમજીએ છીએ કે પરમાત્માને સંસારી જીવો જોઈને, તેમના દુ:ખો પ્રત્યે કરુણાભાવ છે. ખરેખર તેવું નથી. દરેક જીવની સુખભરી કે દુ:ખપૂર્ણ અવસ્થા જે તે જીવના પોતે બાંધેલી કર્મની ઉદય-અવસ્થા છે. તેમાં પ્રભુની કરુણા કોઈ કામની નહીં, અને આવી કર્મજનિત પરિણામોમાં પ્રભુને કરુણા હોતી જ નથી. ‘કરુણાના કરનારા’ એ અર્થમાં કહેવાય છે કે જીવોને સંસારભયમાંથી બચાવવાની, સંસાર-પરિભ્રમણ અટકાવવાની અભયદાનની વૃત્તિ. પરમાત્માને માટે તો ‘નમોથ્થુણં’ માં ‘અભયદયાણં’ કહીએ છીએ ને !
ટૂંકમાં કહીએ તે, પરમાત્મામાં અન્ય જીવોના દુઃખછેદનની ઇચ્છારૂપ કરુણા નથી પણ અભયદાનસ્વરૂપ કરુણા તો છે જ.
તીક્ષ્ણતા : જયારે કરુણાની પરિભાષા જ બદલાઈ ગઈ ત્યારે પછી તીક્ષ્ણતા, એવી કરુણા સાથે, કોઈ વિરોધ વિના રહી શકે છે. અનાદિકાલીન કર્મક્ષય કરવા માટે જેવો આત્મભાવ જોઈએ, એવા આત્મભાવને તીક્ષ્ણતા તરીકે ઓળખવી જોઈએ. તીક્ષ્ણતાનો અર્થ અહીં ઉગ્રતા કે તીવ્રતા નથી કરવાનો. કરુણાની પૃષ્ઠભૂમિકામાં તીક્ષ્ણતા અવિકલપણે રહી શકે છે.
ઉદાસીનતા : કર્મક્ષય સહજ રીતે થયા કરે છે અને અભયદાનનો ગુણ પણ સાહજિક રૂપે પ્રગટે છે. કોઈ પણ જાતના પ્રેરક-તત્ત્વની ત્યાં પ્રેરણા અપેક્ષિત નથી. નથી કોઈ જાતનો પ્રયત્ન-પુરુષાર્થ ! આ જ આત્માની ઉદાસીનતા છે. કર્તૃત્વનું અભિમાન ત્યાં લેશમાત્ર રહેતું નથી !
આમ જોતાં, કરુણા, તીક્ષ્ણતા અને ઉદાસીનતા આ ત્રણે ગુણો પરમાત્મામાં એકી સાથે રહેતા
૩૦૧
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org