________________
આ ઉપરાંત, ભાઈ, નીચે દર્શાવેલ પાંચ અધિગમ પણ પાળવાના છે. અભિગમ એટલે નિયમ, મર્યાદા. (૧) પૂજનની સામગ્રીમાં ઉચિત વસ્તુ સિવાય અન્ય કોઈ સચિત્ત (સજીવ) પદાર્થ દેરાસરમાં ન લઈ
જવાય. (૨) અચિત્ત (જીવત્વરહિત) વસ્તુ પણ પૂજન માટે જ લઈ જવાની છે. આનો અર્થ : પૈસાનું પાકીટ
બહાર ગાડીમાં મૂકીને જવું. (૩) મનને પરમાત્મામાં એકાગ્ર બનાવવાનું છે. (૪) દેરાસરમાં ઉત્તરાસંગ-ખેસનો જ ઉપયોગ કરવાનો છે. (૫) દેરાસરમાં પ્રવેશ કરતાં જ મસ્તક પર અંજલિ રચાવીને પ્રણામ કરવાનો છે.
જેમ અષ્ટપ્રકારી પૂજા બતાવાઈ છે, તેમ ૧૭ પ્રકારની, ૨૧ પ્રકારની અને ૧૦૮ પ્રકારની પૂજા પદ્ધતિઓ દ્રવ્ય-પૂજાની દર્શાવવામાં આવી છે. ભાવપૂજામાં કોઈ પણ દ્રવ્યની જરૂરિયાત રહેતી નથી. ભાવપૂજા પણ અનેક જાતની શાસ્ત્રોમાં બતાવાઈ છે. બંને પૂજા ફળદાયી છે. ફળ બે રીતે પ્રાપ્ત થાય છે. એક અનંતર ફળ હોય છે અને બીજું પરંપર ફળ હોય છે. અનંતર એટલે આ જીવનમાં જ જે ફળ પ્રાપ્ત થાય છે અને પરંપર ફળ એટલે આવનારા ભવિષ્યના ભવોમાં જે પ્રાપ્ત થાય છે. આ બંને ફળ જોઈએ :(૧) અનંતર-આ ભવનું - જિનાજ્ઞાનું પાલન થાય છે, ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. (૨) પરંપર-પરભવનું - મોક્ષ-પ્રાપ્તિ, શ્રેષ્ઠ મનુષ્ય ભવ સાંપડે છે, દેવલોકનું જીવન મળે છે.
ભાવ-પૂજામાંથી આત્મા આગળ વધીને પ્રતિપત્તિ પૂજાનો અધિકારી બને છે. આ પૂજા કશું જ ન કરવારૂપ છે. ક્રિયાવિહીન ક્રિયા જેવી. અભેદભાવની આ પૂજામાં “આત્મા એ જ પરમાત્મા’ હોય છે. આ બધું ૧૧મા ગુણસ્થાનકની ઉપર એટલે કે ક્ષપક કે ઉપશમ શ્રેણિ માંડ્યા પછીની અવસ્થા
દેવાધિદેવના દર્શન-પૂજન પળેપળ પ્રસન્નતાની અનુભૂતિમાં આપણે ઊંડા ઊતરીએ એ જ મંગલ ભાવના.
લિ. આપનો ભાઈ,
રજની શાહ
પત્રાવલિ
શ્રુતસરિતા Jain Education International 2010_03
૩00 For Private & Personal Use Only
www.jainelibrary.org