________________
સમજતો નથી એવું નથી. પરંતુ તે મોહનીયકર્મથી ઘેરાઈ ગયો છે. પુણ્યયોગની મીઠાશમાં એ કર્મ વ્યસનનું કામ કરે છે. ચતુર એવો જીવ ભ્રમિત થઈ જાય છે.
,,
અમારા એક બહેન ગાય છે કે દાન પુણ્ય કંઈ કર્યા નહિ ને માંગીએ શાલિભદ્રની રિદ્ધિ.' દાન કરે તોપણ ચિત્ત ઉલ્લાસ નિરામય કયાં છે ? વળી મૂળમાં પરિગ્રહની મૂર્છા ઘટે નહિ ત્યાં સુધી દાન થોડું થીગડું મારવા જેવું કામ કરે ને ? અહીં તો શ્રદ્ધાનું બળ છે. દાન ? તે સમયની ચિત્તની સ્થિતિ, કરોડો જન્મમાં ન થયા હોય તેવા ભાવની નિર્મળતા, તેમાં સામાયિકો સમાઈ જાય.
ભાઈ ! તમે એક ઘટસ્ફોટ તો સિકસર-છગ્ગાનો કર્યો. આપણે પુણિયાનું સામાયિક માંગીએ છીએ. સર્વવતિથી બચી જવાય ! પુણિયાજીનું સામાયિક કાળલબ્ધિ માંગે છે. સર્વવિરતિનું બીજ રોપાઈ ગયું એ સામાયિકનું ફળ નરકગતિ નિવારે અને આજીવન સામાયિક ચાર ગતિ નિવારે.
કોઈવાર થઈ આવે કે આવી ઊંચાઈએ જવા જીવમાં પ્રબળ સામર્થ્ય ઊલસતું કેમ નથી ? શું ખૂટે છે ? આ જીવનમાં સઘળા સંયોગો મળ્યા છે. પણ જીવ મોહનીયકર્મની ચુંગલમાંથી નીકળતો નથી. સામાયિકના વિવિધ પાસાઓ, અસંખ્યયોગ જેવા છે. ઉપયોગ રાગાદિ ભાવથી ક્ષણમાત્રમાં જાત્યાંતર થાય તો આત્મિક શક્તિનું વહેણ એ જ ઉપયોગ દ્વારા સમ્યક્ત્વને પ્રગટ કરે. જીવને બહા૨માં કંઈ ફે૨વવાનું નથી. ફરવાનું તો અંદરમાં છે. તે પણ પર્યાયમાં, પર્યાયનું શુદ્ધપણું-અજવાળું થતા પડળો વીખરાઈ આત્મા શુદ્ધપણે પ્રગટ થાય છે. આ આપણી સાધના.
શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં ‘પાસણયા’ના ભાવની સ્પષ્ટતામાં જણાવે છે કે, આત્મા શક્તિનો ભંડાર છે. સમયે સમયે ક્ષયોપશભાવને કારણે જીવોના ભૂમિકા પ્રમાણે યથાસંભવ ગુણો પ્રગટ થાય છે, તે ગુણો આત્માની ભિન્ન ભિન્ન અવસ્થા સાથે સંબંધિત હોય છે. સમ્યગ્ ક્ષયોપશમ પછી ઉદ્ભવેલા ગુણો જીવની સંપત્તિ જ છે. તે ગુણો વળી મનાદિયોગ દ્વારા ક્રિયાત્મક બને છે. વળી મોહાદિભાવના ઉદયને કારણે તે ક્રિયાત્મક ગુણો પર આવરણ આવે. વળી જીવના જ્ઞાનાત્મક ગુણો પણ ક્ષયોપશમને કારણે કાર્યકારી થતા હોય છે આથી ગુણો પ્રગટ થતા રહે છે. અને તે પ્રયોગાત્મક બને છે અર્થાત્ ઉપયોગ રૂપ બને છે. તેમાં જેટલો શુદ્ધ ઉપયોગનો પ્રયોગ છે તે કર્મનો નાશ કરે છે. શુભાશુભનું સંક્રમણ થતું રહે છે. ગુણશ્રેણિએ ચઢેલો જીવ શુદ્ધિકરણથી મુક્તિ સુધી પહોંચે છે.
જીવની જ્ઞાનાત્મક ચેતના તે બોધસ્વરૂપ છે.
કર્માત્મક ચેતના રાગદ્વેષ છે.
રાગાદિનું, સુખદુઃખનું વેદન તે કર્મફળ ચેતના છે.
અર્થાત્ ચેતિયતા, વેદકતા તે જીવની ચેતનાના અનુભવ છે. જીવની જ્ઞાનચેતના ચિદ્રુપ પરિણતિ છે. વિષયાદિકને વેદે છે તે ઉપચાર છે. વસ્તુના સ્વરૂપનો બોધ તે ચેતયિતા છે. રાગાદિપણું શુભાશુભ એ કર્મના ઉદયરૂપ છે. આત્મા ક્યારે પણ ચેતનતા છોડતો નથી. તેથી તે દેહાદિ સર્વ પદાર્થોથી ભિન્ન છે. મનાદિ સમીપ રહેલા પુદ્ગલોથી પણ ભિન્ન છે. આવું ભિન્નાભિન્નનું વાસ્તવિક સ્વરૂપ સમજાય તો જીવને વાસ્તવિક બોધનું પરિણમન થાય. તમારા આવા શાસ્ત્રદોહનને ધન્ય છે.
Jain Education International 2010_03
11
For Private & Personal Use Only
www.jainelibrary.org