________________
કથાયુગલ પુસ્તક પ્રભાવનાનો લાભ તમારા હસ્તે મળ્યો તે આનંદ થયો. ઉર્વશીબહેને પુછાવ્યું. મને તરત જ ભાવ થયો કે અહીં તરત જ યોગ્ય ન્યાય મળશે. મારું સ્વાથ્ય તમે જોઈ હતી તેવી થઈ છું. થોડી ચાલવાની ગતિ ધીમી થઈ છે. સહેજ જાણવા સારુ.
લિ. બહેન * * * * *
આવકાર પત્ર-૩ શ્રી સુનંદાબહેન વોહોરા વર્ષો સુધી અમદાવાદથી અમેરિકા પધારતા અને નાદુરસ્ત તબિયતના કારણે હવે નહીં પધારતા પરમ પૂજય સદૈવ ઉપકારી શ્રી સુનંદાબેન વોહરાનો પ્રતિભાવ- (‘ભાવશ્રાવકની ભવ્યતા’ની મારી શિબિરના લખાણ અંગે) સત્સંગપત્ર પ્રભાવક, જિનાજ્ઞા આરાધક શ્રી રજનીભાઈ,
કુશળ હો ! આત્મ પ્રયોજન વૃદ્ધિ પામો.
૨૧મી નવેમ્બરનો પત્ર ૭ જાન્યુ. એ મળ્યો તે દરમિયાન બે પત્રો મળ્યા હતા. પહેલાનો પત્ર નૌતમભાઈ પાસેથી મળ્યો.
પત્રમાં ગુણપ્રમોદ એ તમારી હાર્દિકભાવના છે તે જાણું છું. જોકે મારી પાસે કંઈ મરીચિને માન થયું તેવા ઉત્કૃષ્ટ કારણો નથી. એટલે તેમાં તમારી ઉદારતા જોઉં છું. વળી એ પણ દેવગુરુકૃપા જ છે.
આપના પત્રોમાં શાસ્ત્રનો સાર શાસ્ત્રચક્ષુ જેવો છે. ખૂણે ખૂણેથી હીરા શોધીને ચમકાવો છો. પ્રકાશ પાડો છો. મને લાગે છે જે પુણ્યવંતા જીવોને આપના પત્રો મળતા હશે. તેમને તો અર્ક જ મળે છે. જે શાસ્ત્રો જેઓ કદાચ આ જન્મમાં જોવા ન પામે તેમને આપ તે શાસ્ત્રની સંગત કરાવો છો, જેઓ ગુણવાન છે તેઓ પોતાને ધન્ય માને? કે અમને આવું દુર્લભ શાસ્ત્રદર્શન કરવા મળે છે.
શ્રી ધર્મરત્ન પ્રકરણ માંથી ૨૧ (૧૦) સાચા શ્રાવકનું જીવનદોહન આપે હસ્તાક્ષરમાં આપ્યું. મને એવો ભાવ થાય કે પત્રલાભી એક ગુણના શબ્દને ગોખી લે. એક મહિના સુધી તે ગુણનો મર્મ હૃદયમાં રાખી આચરણ કરે.
જેમકે અશુદ્ર-ગાંભીર્ય. જીવનમાં જેની સાથે સંપર્ક થાય તેની સાથે તુચ્છ ભાવે વર્તન ન કરવું. આત્મવતુ વર્તવું. જડ પદાર્થોમાં રાગાદિ તુચ્છ ભાવ ન કરવા કે જડ પદાર્થોના અહં મમત્વથી જીવો સાથે દ્વેષભાવ ન કરવા.
બીજા મહિને બીજો ભાવ જોડે. અર્થાત્ આપણે આવી આરાધના કરીએ તો જીવન પલટાઈ જાય. એના માટે સામાયિકની જેમ સમય કાઢવો પડતો નથી પરંતુ જાગૃતિ જોઈએ છે. એ ગુણ આરાધનનો ભાવ આત્મશક્તિ પ્રગટાવે છે. પછી જીવને કંઈ યાદ કરવાનું નથી. જેમ હું સ્ત્રી કે પુરુષ છું તે યાદ કરવાનું નથી તેમ પછી હું ગુણવાન છું તે યાદ કરવાનું ન રહેને?
ખરેખર જીવે અનાદિકાળમાં માનવ દેહ અનેકવાર ધારણ કરી તપ, જપ, વ્રત વગેરે કર્યા નથી કે જ્ઞાનધ્યાન કર્યા નથી એવું નથી પણ આપ લખો છો તે વૈરાગ્ય અને સમાધિ-ઉપશમ સહિતના ન
1
12
Jain Education International 2010 03
For Private & Personal Use Only
www.jainelibrary.org