________________
બે કરણ (કરવું અને કરાવવું) અને ત્રણ યોગ (મન, વચન, કાયા)ના સંયોગી ૪૯ ભાંગા થાય છે. સામાયિક એ જૈનધર્મની મહાન સાધના છે. તે સમત્વની કે સમભાવની સિદ્ધિ માટે યોજાયેલી છે. સામાયિક વિના સાધુતા નહીં, એટલે કે પૂજ્ય સાધુ-સાધ્વીજી યાવજજીવ સામાયિક યોગ જ હોય છે. સમતાભાવમાં સ્થિરતા બક્ષનારી આ સામાયિક યોગને ઉભયનયથી વિચારીએ :
પ્રકાર :
નિશ્ચય નય
: આત્મા એ જ સામાયિક છે.
ટૂંકમાં, આત્માની સ્વાભાવિક સ્થિતિમાં રહેવું.
વ્યવહાર નય : આત્માની સ્વાભાવિક સ્થિતિ તરફ લઈ જતાં તમામ સાધનો, ક્રિયાઓ અને અનુષ્ઠાનો. શ્રેષ્ઠ માધુર્યના અનુભવ માટેની સામાયિકના વ્યવહાર નયની દૃષ્ટિએ સહેતુક અનુક્રમે સ્વરૂપ વિષયક ચાર પ્રકારો : (ઉત્પત્તિ ક્રમે)
(૧) શ્રુત સામાયિક :
ગીતાર્થ ગુરુઓ પાસેથી વિનય બહુમાનપૂર્વક સૂત્ર અને અર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવું તે. પાંચ ઇન્દ્રિયોના ૨૩ વિષયો તરફથી બાહ્યયાત્રા સ્થગિત કરી દેવામાં આવે તો જ અંતર્યાત્રાના પ્રથમ તબક્કામાં આપણે પ્રવેશી શકીએ. આ પ્રકારની સામાયિક અંતર્યાત્રાની ગાઈડ છે. આ શ્રુત સામાયિકની આરાધના સર્વથાપણે ઉપધાન તપમાં થાય છે.
(ર) સમ્યક્ત્વ સામાયિક :
જિનભાષિત તત્ત્વો પર દેઢ શ્રદ્ધા - સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યે અવિચલ શ્રદ્ધા અંતર્યાત્રા માટે આત્માને આવશ્યક બળ પૂરું પાડનાર આ પ્રકારની સામાયિક પાવર હાઉસ સમાન છે. (૩) દેશવિરતિ સામાયિક :
પાપ પ્રવૃત્તિઓનો આંશિક ત્યાગ-બાર પ્રકારે :
૫ અણુવ્રત
સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત, સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત, સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત, સ્વદારા સંતોષ-પરદારા વિરમણ વ્રત અને પરિગ્રહ પરિમાણ વ્રત. દિશા પરિમાણ વ્રત, ભોગોપભોગ વિરમણ વ્રત, અનર્થદંડ વિરમણવ્રત.
૩ ગુણવ્રત ૪ શિક્ષાવ્રત - સામાયિક વ્રત, દેશાવગાસિક વ્રત, પૌષધોપવાસ વ્રત, અતિથિ સંવિભાગ વ્રત.
આ બાર વ્રતો પૈકી એકાદ વ્રત ઉચ્ચરીએ તો જધન્યથી દેશવિરતિ ગુણઠાણું, બારે વ્રતો ઉચ્ચરીએ તો મધ્યમ દેશવિરતિ ગુણઠાણું અને બાર વ્રત ઉપરાંત ૧૧ પડિમાઓ પણ વહન કરીએ તો ઉત્કૃષ્ટ દેશવરતિ ગુણઠાણું કહેવાય છે.
પ્રમાદવશ સંપૂર્ણ ચારિત્ર ન લઈ શકાય, તેવા જીવો માટે આ દેશવિરતિ ધર્મનું આયોજન છે. ચાર શિક્ષાવ્રતમાં પ્રથમ પ્રકાર ‘સામાયિક વ્રત' અંતર્યાત્રામાં આવતું ગેસ્ટ-હાઉસ સમાન છે અને સાધુજીવનની નેટ પ્રેક્ટિસ છે.
વર્તમાન કાળે શ્રાવક-શ્રાવિકા જે બે ઘડીનું સામાયિક કરે છે, તે આવું હોવું જોઈએ. પરંતુ, સામાયિક વિજ્ઞાન
શ્રુતસરિતા
Jain Education International 2010_03
www.jainelibrary.org
૧૫૨
For Private & Personal Use Only