________________
અનેક ક્ષતિઓથી વિક્ષત થયેલું જોવામાં આવે છે. મનના દસ, વચનના દસ અને કાયાના બાર - એમ કુલ ૩ર દોષો ટાળવા-નિવારવા પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે છે. અવિધિથી અને અવિવેકથી આ અનુષ્ઠાન કરતાં શ્રાવકોને સામાયિક ધર્મ અંગે કોઈ વિશેષ સદ્ભાવ કે એની ઉપાદેયતાનો ભાવ જાગ્રત થતો નથી; ઉલટાનો અભાવ પેદા થાય છે. (૪) સર્વવિરતિ સામાચિક :
સર્વ પાપપ્રવૃત્તિઓનો સર્વથા ત્યાગ. સામાયિકનો આ પ્રકાર સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ છે. આ પ્રકાર અંતર્યાત્રાનો છેલ્લો પડાવ છે, અને અંતે ગેસ્ટ હાઉસમાંથી રેસ્ટ-હાઉસ બની જાય છે. અર્થ : (શાસ્ત્રીય પરંપરા અને વ્યાકરણની દૃષ્ટિએ) સંસ્કૃત શબ્દ : સામાયિક - અર્ધમાગધી શબ્દ : સામરૂચ - સામાઈય (૧) સમ + આય + ઈક = સામાયિક
સમ : સમભાવ, સમત્વ કે માધ્યસ્થ આય : પ્રાપ્તિ થવી તે સમાય : સમભાવની કે સ્વભાવની પ્રાપ્તિ થવી તે
ઈક : આ પ્રત્યય લાગતાં, તદ્વિતરૂપ ધારણ કરતાં “સામાયિક' શબ્દ બને છે. (૨) શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ-વિશેષાવશ્યક ભાષ્યમાં
સમ : રાગ-દ્વેષ રહિત આત્માનો પરિણામ અય : અયન કે ગમન સમાય : જે ગમન સમ પ્રત્યે થાય તે
ઈક : પ્રત્યય (૩) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય-યોગશાસ્ત્રના સ્વોપજ્ઞવિવરણ – સમ : શમ (રાગ-દ્વેષ જન્ય ઇન્દ્રિયો અને મનના વિકારો શમી જતાં સુખ-શાંતિનો જે અનુભવ
તે) આ અનુભવ પ્રકૃષ્ટપણું પામે, ત્યારે “પ્રશમ’ કહેવાય. આય : લાભ સમાય : શમ ગુણ (પ્રશમ ગુણ)નો લાભ થાય તે
ઈક : પ્રત્યય (૪) સામાયિક નિર્યુકિત અને હરિભદ્રિય આવશ્યક વૃત્તિ :
ત્રણ પર્યાયો : (૧) સામ પરિણામ - મધુર પરિણામ (૨) સમ પરિણામ - તુલા કે માધ્યસ્થ પરિણામ
(૩) સમ્મ પરિણામ - રાગ-દ્વેષમાં સમાનતા (૫) જેનાથી સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્રની પ્રાપ્તિ થઈ શકે. શ્રુતસરિતા
૧૫૩
સામાયિક વિજ્ઞાન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org