________________
જ્યાં ઠરીને ઠામ જ થવાનું ન હોય તેવા આ સંસારમાં સુખ કયાંથી હોય ? સંસારી જીવ એ રખડુ જાત કહેવાય. સ્વરૂપની પ્રતિષ્ઠાવાળા અને એક સ્થિતિમાં રહેનારા હોવાથી સિદ્ધોને જ સાચું સુખ છે.
પુણ્ય-પાપની ચતુર્ભગીમાં ગતાનુગતિક રીતે શૂન્યમનસ્કપણે, શુભ પ્રણિધાન-શૂન્ય રીતે શુભ ક્રિયા વડે બંધાતું નિરનુબંધ પુણ્ય અને અશુભ ક્રિયા વડે બંધાતું નિરનુબંધ પાપ તરફ આપણે જાગ્રતા બનવા જેવું છે. પૂજયશ્રી રતનવિજયજી મહારાજ સાહેબ :
‘કર્મ જનિત જે સુખ તે દુ:ખરૂપ, સુખ તે આતમ ઝાંખ.” ઉપસંહાર :
સામાયિકનું નિશ્ચયિક ફળ “સમતા છે. સમતાભાવને સિદ્ધ કરવામાં યોગની સિદ્ધિ છે. સમતા એ પરભાવનો અભાવ છે અને સ્વસ્વરૂપનો આવિર્ભાવ છે. પરમાત્માનું જીવન એ પ્રયોગ છે અને ઉપદેશ એ સિદ્ધાંત છે. સમતા એ સંપત્તિ છે, મમતા એ વિપત્તિ છે. સમતા એ જ જ્ઞાનનો સાક્ષાત્કાર છે. કહ્યું છે કે
समयाए समणो होइ -
સમતા વડે સાધુ થવાય છે. સમતાની સમૃદ્ધિ, સાધનાની સિદ્ધિ અને આત્માની રિદ્ધિ માટે સર્વવિરતિપણું એ આવશ્યક અંગ છે. માટે તો કહેવાય છે કે દેશવિરતિપણાનું સાચું ફળ તો સર્વવિરતિ છે.
મોહની ફોજ સામે, સમતાના હોજમાં, આત્માની મોજમાં, રોજ રોજ રમતાં રમતાં આપણે આપણા સંસ્કારની શુદ્ધિ, વૈરાગ્યની વૃદ્ધિ, પરભાવની વિદ્ધિ અને આત્મધર્મની અભિવૃદ્ધિ વડે મોક્ષરૂપી શાશ્વત ઋદ્ધિ આપણે સૌ સત્વરે પામીએ એ જ મંગલ કામના.
પૂ. બેન, આપની પત્ર-પ્રસાદી નિરંતર મને મોકલ્યા કરજો. આપશ્રીના અસીમ આશીર્વાદને સદાય ઝંખતો.
લિ. આપનો રજનીભાઈ યુ. શાહ
પત્રાવલિ-૮૪
પોષ સુદ ૧૩ ‘ભાવશ્રાવકની ભવ્યતા' શિબિરના લખાણ વિષયક સ્વ. પૂ. શ્રી કલાપૂર્ણસૂરિજીના આજ્ઞાપ્રવર્તિની પરમ પૂજય મ.સા. શ્રી ચારૂગિરાશ્રીજીની પ્રતિભાવ. પરમ ભક્તિવત, સુશ્રાવક, રજનીભાઈ,
સિદ્ધક્ષેત્રથી લિ. સા. ચારૂગિરાશ્રીજીના ધર્મલાભ.
પત્રાવલિ Jain Education International 2010_03
૪૩૩ For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org