________________
પત્ર દ્વારા અક્ષરદેહે તમારા ભાવોના દર્શન કર્યા...આરાધકતા, કૃતજ્ઞતા, પંચપરમેષ્ઠિ પ્રત્યેનું સાદર સમર્પણ...નિહાળ્યા...
પ.પૂ. નયવર્ધનસૂરીશ્વરજીના વ્યાખ્યાનનું લખાણ સુંદર કર્યું છે. ભાવશ્રાવકના લક્ષણો મેળવવા પહેલા ભવવૈરાગ્ય જરૂરી છે. ભવ-એટલે વિષય-કષાયની પરિણતિ...આત્માને દુઃખી કરનાર રાગદ્વેષની પરિણતિ દુઃખદાયક લાગે, તેમાંથી છૂટવાનું મન થાય, તે જ સાચા જિનના અનુયાયી છે...જેને રાગ-દ્વેષ કરવા જેવા લાગે છે, તે કદી જિનના ભક્ત ન બની શકે. સુખમય સંસારનો કંટાળો આવે તે તેમાંથી છૂટવાનું મન થાય ત્યારે જ સાધનાનો પ્રારંભ થાય છે...સાધનાનો વિકાસ જિનાજ્ઞા મુજબની આરાધનાથી થાય છે. અને સાધનાની સિદ્ધિ પુરુષાર્થથી થાય છે.
સત્ય જિનાજ્ઞા શું ? એ જાણવા ‘સત્યશોધકતા’ અને ‘પ્રજ્ઞાપનીયતા’ બે ગુણની મુખ્ય જરૂર છે. જિનાજ્ઞા મારા માટે શું છે ? વ્યક્તિ ભેદ, કાળ ભેદે, ભૂમિકાભેદે, જિનાજ્ઞા બદલાય છે...માટે શાસ્ત્ર ને સમજવા, રહસ્યો પામવા સતત, ઉદ્યમી બનીએ...યોગમાર્ગને પામવાની જિજ્ઞાસા પૂર્વક સાધના પંથે પ્રયાણ કરીએ...યોગમાર્ગ ખૂબ ગહન અને સૂક્ષ્મ છે. સૂક્ષ્મબુદ્ધિથી, સદ્ગુરુના સહારે સન્માર્ગને પામી આત્મકલ્યાણ સાધી મનુષ્ય જન્મ સફળ કરીએ...એ માટે દેવ-ગુરુ-ધર્મની સાચી ઓળખની ખૂબ જ આવશ્યકતા છે...મારા સ્વીકારેલા દેવ-સુદેવ કેમ ? સ્વીકારેલા ગુરુમાં સુગુરુત્વ, અને ધર્મમાં સુધર્મત્વ શું ? આ ખૂબ જ માર્મિક તત્ત્વ છે...તેને પામવાની મોક્ષ સુલભ બને છે.
નવકારમંત્ર તેમજ લોગસ્સ સૂત્રની આરાધનાનો નિર્ધાર ઉત્તમ છે. પંચ પરમેષ્ઠિનું નિર્મળ આત્મદ્રવ્ય એ અત્યંતરયોગનું પુષ્ટ આલંબન છે. પણ પંચ પરમેષ્ઠિનું યથાર્થ સ્વરૂપ જે સમજે છે, પંચપરમેષ્ઠિ એ જ સારભૂત લાગે છે...એ સિવાયનું તમામ અસાર લાગે છે તે જ અત્યંતર યોગ પામી શકે છે. પંચ પરમેષ્ઠિના ગુણોની ઓળખ કરવા યોગમાર્ગનો સ્પષ્ટ બોધ જરૂરી છે... વચનગુપ્તિ વિષેનું ચિંતન ખૂબ સુંદર છે મનનીય છે. જિનશાસનના સારભૂત અષ્ટ પ્રવચન માતાને પામવા, ભાવથી પામવા સમર્થ બની પરમપદની નિકટતા પ્રાપ્ત કરીએ...
એ જ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડમ્.
એજ. લિ. સા. ચારુગિરાશ્રીજીના ધર્મલાભ
• પુત્તોમુત્રપ્રવૃત્તિ એ ગુપ્તિ છે...સમિતિ ગુપ્તિના પરિણામ ગુણસ્થાનક પામ્યા પછી આવે છે.
*
* * * પત્રાવલિ-૮૫
સિંગાપુર સત્સંગયાત્રા
રવિવાર, તા. ૧૮મી માર્ચ, ૨૦૦૭ વીર સંવત ૨૫૩૩ ને ફાગણ વદ ૧૪
મારી સીંગાપુર સંઘની મુલાકાત બોધકર, હિતકર અને રસપ્રદ રહેવા પામી હતી. સંઘના સ્થાપક, અગ્રણી અને ભાવશ્રાવક શ્રી નગીનભાઈ દોશી ને લખેલ પત્રની નકલ આપના
વાચન-મનન સારું. શ્રુતસરિતા
Jain Education International 2010_03
*
૪૩૪
For Private & Personal Use Only
પત્રાવલિ
www.jainelibrary.org