________________
ઠગીને, ચોરી કરીને, થાપણ ઓળવવી વગેરે નિંદવા યોગ્ય કામ કરીને ધન મેળવવું નહિ. ૨. શિષ્ટાચારપ્રશંસા : ઉત્તમ પુરુષોનાં આચરણનાં વખાણ કરવાં. ૩. સરખા કુળાચારવાળા પણ અન્ય ગોત્રી સાથે વિવાહ કરવો.
પાપકામથી ડરવું. ૫. પ્રસિદ્ધ દેશાચાર પ્રમાણે વર્તવું. ૬. કોઈનો અવર્ણવાદ બોલવો નહિ-કોઈની નિંદા કરવી નહિ. ૭. જે ઘરમાં પેસવા નીકળવાના અનેક રસ્તા ન હોય તથા જે ઘર અતિ ગુપ્ત અને અતિ પ્રગટ ન
હોય અને પાડોશી સારા હોય તેવા ઘરમાં રહેવું. ૮. સારા આચરણવાળા પુરુષોની સોબત કરવી. ૯. માતા તથા પિતાની સેવા કરવી. તેમનો સર્વ રીતે વિનય સાચવવો અને તેમને પ્રસન્ન રાખવાં. ૧૦. ઉપદ્રવવાળા સ્થાનકનો ત્યાગ કરવો. લડાઈ, દુકાળ વગેરે અડચણવાળાં ઠેકાણાં છોડવાં. ૧૧. નિંદિત કામમાં ન પ્રવર્તવું. નિંદવા યોગ્ય કાર્યો ન કરવાં. ૧૨. આવક પ્રમાણે ખરચ રાખવું. કમાણી પ્રમાણે ખર્ચ કરવું. ૧૩. ધનને અનુસરતો વેષ રાખવો. પેદાશ પોશાક રાખવો. ૧૪. આઠ પ્રકારના બુદ્ધિના ગુણને સેવવા. તે આઠ ગુણનાં નામ :
૧. શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા. ૨. શાસ્ત્ર સાંભળવું. ૩. તેનો અર્થ સમજવો. ૪. તે યાદ રાખવો. ૫. તેમાં તર્ક કરવો. ૬. તેમાં વિશેષ તર્ક કરવો. ૭. સંદેહ ન રાખવો. ૮. આ વસ્તુ આમ જ
છે, એવો નિશ્ચય કરવો. ૧૫. નિત્ય ધર્મને સાંભળવો (જેથી બુદ્ધિ નિર્મળ થાય.) ૧૬. પહેલાં જમેલું ભોજન પચી જાય, ત્યાર પછી નવું ભોજન કરવું. ૧૭. જયારે ખરી ભૂખ લાગે ત્યારે ખાવું, પણ એક વાર ખાધા પછી તરત જ મીઠાઈ વગેરે આવેલું
જોઈ લાલચથી તે ઉપર ખાવું નહિ, કારણ કે અપચો થાય. ૧૮. ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને સાધવા. ૧૯. અતિથિ તથા ગરીબને અનપાનાદિ આપવાં. ૨૦. નિરંતર અભિનિવેષ રહિત રહેવું. કોઈને પરાભવ કરવાના પરિણામ કરી અનીતિના કામનો
આરંભ કરવો નહિ. ૨૧. ગુણી પુરુષોનો પક્ષપાત કરવો, તેમનું બહુમાન કરવું. ૨૨. નિષિદ્ધ દેશકાળનો ત્યાગ કરવો. રાજા તથા લોકોએ નિષેધ કરેલા દેશકાળમાં જવું નહીં. ૨૩. પોતાની શક્તિને અનુસરીને કામનો આરંભ કરવો. પોતાની શક્તિ હોય તે પ્રમાણે કામ આરંભવું. ૨૪. પોષણ કરવા યોગ્ય જેવાં કે માતા-પિતા-સ્ત્રી-પુત્રાદિકનું ભરણપોષણ કરવું. ૨૫. વ્રતને વિશે રહેલા તથા જ્ઞાને કરી મોટા એવા પુરુષોને પૂજવા. માર્ગાનુસારીના ૩૫ ગુણ
શ્રુતસરિતા
ર૩૪
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org