________________
મહત્વ :
કોઈપણ યોગ્ય જીવ સાધુ ભગવંતની સમીપે ધર્મજિજ્ઞાસાથી આવે એટલે સાધુ ભગવંત સૌથી પહેલાં તેને સર્વવિરતિનો ઉપદેશ આપે. તે જીવને સંસારની અસારતા, પદાર્થ માત્રની ક્ષણભંગુરતા અને વિષયોની વિરસતા એવી તો સચોટ શૈલીમાં સમજાવે કે તે જીવમાં જો યોગ્યતા હોય, તો તેનામાં સર્વવિરતિના પરિણામ પ્રગટયા વિના રહે નહીં. સાધુ ભગવંતને તેવી યોગ્યતા ન દેખાય, તો તે જીવને દેશવિરતિનો ઉપદેશ આપે; અને તેટલી પણ યોગ્યતા ન દેખાય, તો સમ્યગુર્દષ્ટિ બનવાનો ઉપદેશ આપે. ત્યારબાદ સાધુ ભગવંત જુએ કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી આ જીવ સમ્યકત્વ પામવાને પણ લાયક નથી, એટલે પછી તેને માગનુસારિતાના ૩૫ ગુણો સમજાવે.
આ ૩૫ ગુણોનો એવો તો અજબ પ્રભાવ છે કે તે ગુણોને અનુસરનારો જીવ પણ આગળ જતાં તે ગુણોના પ્રભાવે યોગ્યતા પ્રગટતાં સમકિતિ પણ બને, અને ત્યારબાદ તે જીવ અનુક્રમે દેશવિરતિ અને સર્વવિરતિને પણ યોગ્ય બની શકે.
સર્વ જ્ઞાની ભગવંતોનો એક જ ઉપદેશ છે કે સૌ જીવો અપરિગ્રહી અને નિરારંભી બને તો કેવું સારૂં! જે અપરિગ્રહી અને નિરારંભી બનીને ધર્મની ઉચ્ચ ભૂમિકાએ દીક્ષા સુધી પહોંચ્યા હોય તે પુણ્યવંતા જીવ કોડાનુક્રોડ ધન્યવાદને પાત્ર છે. જે જીવોની એટલી તૈયારી ન હોય તેવા જીવો ગૃહસ્થ બનીને પણ ધર્મને યોગ્ય બને એટલા માટે જ્ઞાની મહાપુરૂષોએ માગનુસારિતાનો ઉપદેશ કર્યો છે. જેમણે ધાર્મિક જીવનની તાલીમ લેવી હોય અને જેનજીવનનો વિકાસ સાધવો હોય તેમણે માર્ગાનુસારીપણાના આ ૩૫ ગુણોનો સાંગોપાંગ અભ્યાસ કરવો જોઈએ.
ચૈત્યવંદનની સફળતાનો આધાર “શુભ પ્રણિધાન' ઉપર રહેલો છે. પ્રણિધાનનો અર્થ છેધ્યેયપ્રાપ્તિનો સંકલ્પ. માટે, “જય વિયરાય’ સૂત્રમાં તેવું પ્રણિધાન મુખ્ય હોવાથી, તે સૂત્ર પ્રણિધાન સૂત્ર” અથવા “પણિહાણ સુત્ત' ના નામે ઓળખાય છે. આ સૂત્રમાં ઘાતી કર્મોના ક્ષયોપશમના સાધન તરીકે આઠ ભાવનાઓની માગણી આપણે મુક્તાસુક્તિ મુદ્રામાં કરીએ છીએ. તે ભાવનાઓ પૈકી બીજી ભાવના તે “મજ્ઞાણસારીઆ' એટલે કે માર્ગાનુસારિતા. માર્ગાનુસારિતાના શાસ્ત્રીય અર્થો : (૧) જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના માર્ગે ચાલવાની વૃત્તિ. (૨) તત્ત્વ-પ્રતિપત્તિ જે તત્ત્વ મોક્ષ ભણી લઈ જાય તેને અનુસરવાની વૃત્તિ. (૩) મિથ્યાત્વના વિજયથી ઉત્પન્ન થયેલું તત્તાનુસારિપણું. (૪) “માર્ગ' એટલે આગમ-નીતિ અથવા સંવેગી મોક્ષમાર્ગના અભિલાષી જીવોએ આચરેલું તે; એ
બંનેને અનુસરનાર જે ક્રિયા તે. (૫) મોક્ષની સ્થિતિએ પહોંચવાના માર્ગનું અનુસરણ કરવાની શક્તિ પ્રાપ્તિનો યથાશક્તિ પુરૂષાર્થ. માગનુસારીના ૩૫ ગુણ ૧. ન્યાયસંપન્નવિભવ : ન્યાયથી ધન મેળવવું. સ્વામિદ્રોહ કરીને, મિત્રદ્રોહ કરીને, વિશ્વાસીને શ્રુતસરિતા
૨૩૩
માર્ગાનુસારીના ૩૫ ગુણ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org