________________
પ્રબંધ-ર૫
માગનુસારીના ૩૫ ગુણ મંગલાચરણ :
धम्मो बंधू सुमित्तो य, धम्मो य परमो गुरु ।
मुक्ख मग्ग पयट्टाणं, धम्मो परमसंदणो । અર્થ : ધર્મ બંધુ છે, સુમિત્ર છે, ધર્મ પરમગુરૂ છે;
મોક્ષમાર્ગમાં જવાને માટે ધર્મ એ શ્રેષ્ઠ રથ છે. આધાર ગ્રંથો : (૧) પૂજયપાદ શ્રીમદ્ વિજયચંદ્રસૂરિજીના પ્રશિષ્યરત્ન પૂજય આચાર્યદેવ શ્રી વિજય
ભુવનરત્નસૂરીશ્વરજી મ.સા. લિખિત મંગલાચરણ”. (૨) જ્ઞાનપુત્ર ભગવાન મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટ પ્રકાશિત ‘માર્ગાનુસારીના ૩૫ ગુણ'. (૩) જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ (શ્રી અમૃતભાઈ કાળીદાસ દોશી) સંપાદિત પ્રબોધ ટીકા'. પ્રસ્તાવના :
ચરમ શાસન તીર્થપતિ શ્રી મહાવીર સ્વામીના ઉપદેશના પ્રવેશદ્વાર સમા આ ૩૫ ગુણો, મોક્ષે જવાની ઈચ્છા ધરાવનાર દરેક જીવને હોવા પરમ આવશ્યક છે. બહુશ્રુત મુનિવર્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ સ્વલિખિત “યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં માત્ર દસ ગાથામાં આ ૩૫ ગુણોની વાત મુકતાફળની માળાના મોતીની માફક ગૂંથી લીધી છે.
જીવનના ઘડતર માટે પાયાના ગુણો આવશ્યક છે. પાયો મજબૂત હોય તો તેની ઈમારત જેમ મજબૂત થાય. તેમ ધાર્મિક જીવનના પાયામાં નીતિ, ન્યાય આદિ ગુણો હોય તો વ્રત, તપ, પચ્ચકખાણ, સ્વાધ્યાયાદિની ઈમારત પણ ખૂબ મજબૂત થાય.
: આજે ભણતર ખૂબ વધ્યું છે, પણ સાથે જીવનનું ઘડતર રહ્યું નથી. ખરી રીતે, સંસ્કારને પોષણ આપે તે જ શિક્ષણ. સાર્થકપણે કહે છે - સ દિતી રૂત્તિ સાહિત્ય ; ના વિદ્યા યા વિમુયે / જીવનમાં સંસ્કારના ઘડતર વિનાનું એકલું ભણતર તો કેટલીક વાર આશીર્વાદરૂપ નિવડવાને બદલે શ્રાપરૂપ નિવડે છે.
સમ્યક્ત સહિત શ્રાવકના બારે વતનું પાલન કરવું એ તો ધાર્મિક દૃષ્ટિએ ઉચ્ચ ભૂમિકાવાળું જીવન કહી શકાય. જયારે મહાવ્રતોનું પાલન એ તો ટોચ ભૂમિકાવાળું ધાર્મિક જીવન કહી શકાય. સમ્યગુદૃષ્ટિપણું, દેશવિરતિપણું, સર્વવિરતિપણું એ ધાર્મિક જીવનની ઉત્તરોત્તર ઉચ્ચ ભૂમિકાઓ કહેવાય જેને લોકોત્તર ધાર્મિક જીવન પણ કહી શકાય. પણ તેટલી ઉચ્ચ ભૂમિકાએ પહોંચવા માટે શરૂઆતની ભૂમિકા પણ તૈયાર કરવી પડે છે, જેને માર્થાનુસારિતા કહેવામાં આવે છે. - ધાર્મિક જીવનની શુભ શરૂઆત માર્ગાનુસારી જીવનથી થાય છે. માર્ગાનુસારીના ગુણો જીવનમાં ઉતારવાથી અવશ્યમેવ જીવનનું ઘડતર થશે, અને આપણું જીવન અંતે સ્વ-પર શ્રેયકારી બનશે. આમ, આ ૩૫ ગુણોને સાર્થકપણે ધાર્મિક જીવનનું મંગલાચરણ કહી શકાય. માર્ગાનુસારીના ૩૫ ગુણ
૨૩૨
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org