________________
એક દિન વીર-નિણંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. મુક્તિ મારગ આરાધિએ, કહો કિણ પરે અરિહંત; સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. 'અતિચાર આલોઈએ, વ્રત ધરીએ ગુરુ શાખ;
જીવ ખમાવો સયલ જે, યોનિ ચોરાશી લાખ. વિધિશું વળી વોસિરાવીયે, પાપત્થાન અઢાર; ચાર શરણ નિત્ય અનુસરો, નિંદો દુરિત આચાર. ૬. શુભ કરણી અનુમોદીએ, ‘ભાવ ભલો મન આણ; “અણસણ અવસર આદરી, નવપદ જપો સુજાણ. શુભગતિ આરાધન તણા, એ છે દશ અધિકાર; ચિત્ત આણીને આદરો, જેમ પામો ભવપાર.
(ઢાળ પહેલી) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણા ઈહ ભવ પરભવના, આલોઈએ અતિચાર રે, પ્રાણી ! જ્ઞાન ભણો ગુણ ખાણી, વીર વદે એમ વાણી રે.
પ્રા. જ્ઞા. ૧. ગુરુ ઓળવીએ નહિ ગુરુ વિનય, કાળે ધરી બહુ માન; સૂત્ર અર્થ તદુભય કરી સૂધાં, ભણીએ વહી ઉપધાન રે.
પ્રા. શા. ૨. જ્ઞાનોપગરણ પાટી પોથી, ઠવણી નોકારવાલી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાન ભક્તિ ન સાંભળી રે.
પ્રા. શા. ૩. ઈત્યાદિક વિપરીતાણાથી, જ્ઞાન વિરાછું જેહ; આ ભવ પરભવ, વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે, પ્રાણી ! સમકિત લ્યો શુદ્ધ પાણી, વીર પદ એમ વાણી રે.
પ્રા. સ. ૪. જિન વચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાષ; સાધુ તણી નિંદા પરિ હરજો, ફળે સંદેહ મ રાખ રે.
પ્રા. સ. ૫.
શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન Jain Education International 2010_03
૨ ૨૨ For Private & Personal Use Only
શ્રુતસરિતા www.jainelibrary.org