________________
પ્રબંધ-ર૩
પ્રબંધ-ર૩ પૂજય ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મ.સા. રચિત
શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન
મંગલાચરણ :
નરભવ-આરાધન સિદ્ધિસાધન, સુકૃત લીલ વિલાસ એ;
| નિર્જરા હેતે સ્તવન રચિયું, નામે પુણ્ય પ્રકાશ એ. પ્રાસ્તાવિક :
આ સ્તવનના રચયિતા પૂ. કીર્તિવિજય ઉપાધ્યાયજીના પ્રશિષ્ય ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ સાહેબ છે. માનવભવની આરાધના, સુકૃતની પ્રાપ્તિ અને કર્મનિર્જરાના પ્રમુખ હેતુના અર્થે પૂજયશ્રીએ સં. ૧૭૨૯માં (૩૩૫ વર્ષ પહેલાં) રાંદરે મુકામે (સૂરત નજીક) ચાતુર્માસ દરમ્યાન વિજયાદશમીના રોજ કરેલી છે. આ સ્તવનમાં, મુક્તિમાર્ગની આરાધના માટે આવશ્યક એવા દસ અધિકારો દર્શાવ્યા છે. (૧) પંચાચાર પાલનમાં લેવાયેલા અતિચારોની આલોચના. (૨) ગુરૂની સાક્ષીએ વ્રતની ધારણા. (૩) ૮૪ લાખ જીવાયોનિમાં ઉત્પન્ન થયેલા જીવોને ખમાવવા. (૪) ૧૮ પાપસ્થાનકોને વિધિસહિત વોસિરાવવા. (૫) ચાર શરણાંને (અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળી પ્રરૂપતિ ધર્મ) નિત્ય ત્રિકાળ અનુસરવા. (૬) દુષ્કત (પાપજનક દુષ્કૃત્ય)ની ગહ (નિંદા). (૭) સુકૃતની અનુમોદના. (૮) ભાવની (ભાવધર્મની) પ્રતિષ્ઠા. (૯) શક્તિ અનુસારે અવસરે અણસણ આદિ તપ કરવાં. (૧૦) નવપદનો પ્રણિધાનપૂર્વક જાપ કરવો.
આ સ્તવન દરરોજ રાત્રે સૂતાં પહેલાં શાબ્દબોધપૂર્વક અને ભાવપૂર્વક આપણે વ્યક્તિગત પઠન કરવું જોઈએ, કે જેથી આ દસ અધિકારો આપણને પરભવે શુભગતિ અને પરંપરાએ મુક્તિમાર્ગને પમાડે.
| શ્રી પુણ્ય-પ્રકાશનું સ્તવન
| (દુહા) સકળ સિદ્ધિદાયક સદા, ચોવીસે જિનરાય; સદગુરુ સ્વામિની સરસતી, પ્રેમે પ્રણમું પાય. ત્રિભુવનપતિ ત્રિશલા તણો, નંદન ગુણ ગંભીર;
શાસન-નાયક જગ જયો, વર્તુમાન વડવીર. | શ્રુતસરિતા
૨ ૨૧
શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org