________________
सर्वत्र निन्दा संत्यागो, वर्णवादश्च साधुषु । आपद् दैन्यं मन्यंत, तद्तद् संपदि नम्रताम् || સર્વત્ર નિન્દાનો ત્યાગ કરો, સત્પુરૂષોના ગુણોની પ્રશંસા કરો, આપત્તિ સમયે દીનતા ધારણ ના કરો, સંપત્તિ આવે ત્યારે નમ્રતા રાખો.
दिनेदिने अभ्यसतं, दानं अध्यायनं तप । तेनेय अभ्यास योगेन, तदेया अभ्यसते पुनः ॥ દાન, અધ્યયન (જ્ઞાન) અને તપ એ ત્રણેનો અભ્યાસ દરરોજ પાડવો. તે અભ્યાસ આવતા ભવમાં પ્રાપ્ત થાય છે. આત્મ શુદ્ધ પ્રક્રિયા
आवस्सयमुभयकालं, ओसहमिव जे कुणंति उज्जुया । जिणविज्जक हियविहिणा, अकम्म रोगाय ते हुंति ॥
ષડાવશ્યકની કરણીથી પંચાચારની શુદ્ધિ થાય છે.
(૧) જ્ઞાનાચારની શુદ્ધિ : સામાયિક અને વંદન આવશ્યકની થાય છે. કેમ કે, સામાયિકમાં સજ્ઝાય કરવાની પ્રતિજ્ઞા લીધેલી હોવાથી પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવાનો હોય છે.
(ર) દર્શનાચારની શુદ્ધિ : ચૈત્યવંદન આવશ્યકથી થાય છે, કારણ કે સમ્યક્ત્વના કારણભૂત શ્રી જિનવચનમાં, શ્રી જિનેશ્વર ભગવંતના ચારે નિક્ષેપાના આલંબન વડે સાધ્ય - સાધન ભાવમાં શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ઉત્પન્ન થાય છે.
(૩) ચારિત્રાચારની શુદ્ધિ : સામાયિક ચતુર્વિશતિ-સ્તવ વંદન અને પ્રતિક્રમણ એ ચારે આવશ્યકની કરણી વડે થાય છે. કારણ કે આ ચારે પ્રકારની કરણી પરસ્પર સમસ્ત આચારમાં સહાયકારી છે. (૪) તપાચારની શુદ્ધિ : પચ્ચકખાણ આવશ્યક વડે થાય છે.
(૫) વીર્યાચારની શુદ્ધિ ઃ છ અને આવશ્યકમાં યથાશક્તિ વિધિ - નિષેધપૂર્વક યથાર્થ ભાવે પ્રવર્તન કરતાં વીર્યાચારની શુદ્ધિ થાય છે. અન્યથા વિરાધક થવાય છે.
• દયારૂપી પાણીથી સ્નાન કરી, સંતોષના ઉજ્જવળ વસ્ત્રને ધારણ કરી, વિવેકના તિલકથી શોભાયમાન બની, ભાવના, ભક્તિ અને શ્રદ્ધારૂપ કેસરમિશ્રિત ચંદન વડે મારા શુદ્ધ સ્વરૂપી આત્માદેવની નવ અંગે દરરોજ હું પૂજા કરીશ.
♦ સંવેગ, વૈરાગ્ય અને મધ્યસ્થ દૃષ્ટિને વિકસાવનારા અને પુષ્ટ કરનારાં ત્રણ કારણોનું (સ્વાધ્યાય · ક્રિયા - ભાવ) સેવન હું દરરોજ કરીશ.
મન - વચન - કાયાના યોગોની પુદ્ગલભાવોમાં નિવૃત્તિ અને આત્મભાવોમાં પ્રવૃત્તિપૂર્વકનું મૌન દરરોજ ધારણ કરી હું આત્માનંદની અનુભૂતિ કરીશ.
• જિતેન્દ્રિય, ધીર, અને પ્રશાન્ત બની કર્મનિર્જરા કરવા માટે હું દરરોજ ધ્યાન કરીશ.
• ધર્મનું અર્જુન અને દોષોનું વિસર્જન દ્વારા સંયમનું સર્જન કરી મારા જૈનત્વને હું વધુ સુવાસમય
બનાવીશ.
સદા સર્વને નૂતન વર્ષાભિનંદન
Jain Education International 2010_03
૨૨૦
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org