________________
પ્રભુ! આપ જેવા આ દર્પણમાં દેખાઈ રહ્યા છો તેવા જ મારા દિલદર્પણમાં હરહંમેશાં દેખાતા રહેજો. પ્રભુ ! દર્પણ ધરીને મારું દર્પ-અભિમાન પણ હવે હું આપને અર્પણ કરી દઉં છું.
નવ અંગે તિલક કરવાની મહત્તા
અંગૂઠે તિલક કરતાં જલભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજંત, ઋષભ ચરણ અંગૂઠડે, દાયક ભવ જલ અંત.
ઢીંચણે તિલક કરતાં જાનુબળે કાઉસગ્ગ રહ્યા, વિચર્યા દેશ-વિદેશ, ખડા ખડા કેવલ લહ્યા, પૂજો જાનુ નરેશ.
- હાથના કાંડે તિલક કરતાં લોકાંતિક વચને કરી, વરસ્યાં વરસી દાન, કર કાંડે પ્રભુ પૂજના, પૂજો ભવી બહુમાન,
ખભે તિલક કરતાં માન ગયું દો અંશથી, દેખી વીર્ય અનંત, - ભૂજા બળે ભવજળ તર્યા, પૂજા બંધ મહંત.
શિર શિખા પર તિલક કરતાં સિદ્ધશિલા ગુણ ઊજળી, લોકાંતે ભગવંત, વસીયા તિણ કારણ ભવિ, શિર શિખા પૂજંત.
લલાટે તિલક કરતાં તીર્થકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત, ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલતિલક જયવંત.
કંઠે તિલક કરતાં સોળ પ્રહર પ્રભુ દેશના, કંઠ વિવર વર્તુળ, મધુરધ્વનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ.
હૃદયે તિલક કરતાં હૃદય કમળ ઉપશમ બળે, બાળ્યાં રાગ ને દ્વેષ, હિમ દહે વન ખંડને, હૃદય તિલક સંતોષ.
નાભિએ તિલક કરતાં રત્નત્રયી ગુણ ઊજળી, સકળ સુગુણ વિશ્રામ, નાભિકમળથી પૂજના, કરતાં અવિચળ ધામ.
ઉપદેશક નવતત્ત્વના તેને અંગે નિણંદ
પૂજો બહુવિધ રાગજા કહે શુભવીર મુણિંદ આ નવ અંગ સિવાય ક્યાંય તિલક-ટીલી કરી શકાય નહિ.
શ્રુતસરિતા
૬૩ For Private & Personal Use Only
પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના
Jain Education International 2010_03
www.jainelibrary.org