SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધિ સાત પ્રકાર (૧) અંગ (૨) વસન (૩) મન (૪) ભૂમિકા (૫) પૂજોપકરણ સાર (૬) ન્યાયદ્રવ્ય (૭) વિધિશુદ્ધતા ૧. અંગશુદ્ધિ : માનવીયકાયા, મળમૂત્ર, પસીના, થૂંક, બલગમ અને ધૂળ આદિથી સદા ખરડાતી રહે છે, માટે પૂર્વે જણાવેલ સ્નાનવિધિથી તેને શુદ્ધ કર્યા બાદ જ પરમાત્માનો સ્પર્શ કરવો તે અંગશુદ્ધિ છે. (જયારે શરીરમાં ગૂમડાં વગેરે થતાં હોય અને તેમાંથી સતત પરુ-રસી વગેરે વહ્યાં કરતાં હોય ત્યારે જિનપૂજા ન કરવી. ડ્રેસીંગ કર્યા બાદ જો શુદ્ધિ રહેતી હોય તો કરવામાં બાધ નથી.) ર. વસ્ત્રશુદ્ધિ : વસ્ત્ર અને વિચારને ગાઢ સંબંધ છે; માટે જ કહેવાય છે જેવો વેશ તેવી વૃત્તિ. વિકારી વેશ વિકાર પેદા કરે છે, મિલન વેશ મનમાં પણ મલિનતા પેદા કરે છે. તેવી રીતે શુદ્ધ નિર્વિકારી વેશ પણ મનની શુદ્ધિ કરવામાં કારણ બને છે. માટે પૂજાનાં વસ્ત્રો શાસ્ત્રોમાં જણાવ્યા મુજબના ઉદ્ભવલ અને શુદ્ધ વાપરવાં, વાપર્યા બાદ રોજ તેને ધોવાં જરૂરી છે. ૩. મનશુદ્ધિ : પરમાત્માની પૂજા કરતી વેળાએ મનને પણ શુદ્ધ રાખવું જોઈએ એટલે કે મનને મલિન કરનારા દુષ્ટ વિચારોનો સદંતર ત્યાગ કરવો. બધી જ સામગ્રી શુદ્ધ હોવા છતાં જો મન મલિન રહેશે તો બધું યે વ્યર્થ જશે. ૪. ભૂમિશુદ્ધિ : જે ધરતી પર જિનાલયનું નિર્માણ કરવાનું હોય તે ભૂમિને પાતાલ સુધી શુદ્ધ કરી તેમાં પડેલાં કોલસા, હાડકાં, કલેવર વગેરે તત્ત્વોને દૂર કરવાં. તે પછી જ જિનમંદિર બાંધવું. ચૈત્યવંદનાદિ વિધિ કરતાં જિનમંદિરમાં કચરો વગેરે અશુદ્ધિ પડી હોય તેને દૂર કરવી. ઉપકરણશુદ્ધિ : પરમાત્માની પૂજામાં ઉપયોગમાં આવતાં તમામ ઉપકરણો સોના, ચાંદી જેવી ઉત્તમ ધાતુમાંથી બનાવવાં તેમ જ ઉપયોગમાં લેતાં પહેલાં તેને સારી રીતે સાફ કરવાં. અંગલૂછણાં વગેરે જાડા માદરપાટ વગેરેનાં ન વાપરતાં કોમળ-ઉત્તમ વસ્ત્રમાંથી બનાવેલાં વાપરવાં. ૫. . to. દ્રવ્યશુદ્ધિ : પરમાત્માની પૂજામાં વપરાતી સામગ્રી ખરીદવામાં તેમ જ અભિષેક આદિની ઉછામણીમાં ન્યાય-નીતિપૂર્વક મેળવેલું ધન વાપરવું. તેમ કરવાથી ભાવોલ્લાસ વધુ જાગે છે અને અગણિત લાભ તે શુદ્ઘ દ્રવ્યના ઉપયોગ દ્વારા મળે છે. વિધિશુદ્ધિ : પરમાત્માની પૂજાની તથા ચૈત્યવંદન વગેરેની વિધિ શુદ્ધ રીતે કરવી. કયાંય પ્રમાદ, અવિધિ, આશાતના વિગેરે દોષોને પેસવા દેવા નહિ. શ્રી જિનપૂજામાં દાનાદિ અને વ્રતાદિ ધર્મોની આરાધના દાનધર્મ - શ્રી જિનેશ્વરદેવ એ રત્નપાત્ર છે. શ્રી જિન પૂજન માટે અક્ષત, ફળ અને નૈવેદ્ય આદિ ઉત્તમ દ્રવ્યોનો ઉપયોગ કરનાર પોતાનાં દ્રવ્યો વડે રત્નપાત્રની ભક્તિ કરે છે, તેથી તેને દાનધર્મની સર્વોત્તમ આરાધના થાય છે. શીલધર્મ - પાંચે ઇંદ્રિયોને વશમાં રાખવી તે શીલધર્મ છે. શ્રી જિનપૂજામાં જેટલો કાળ જાય છે, તેટલો કાળ ઇંદ્રિયો સંવરભાવને પ્રાપ્ત કરે છે. પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના Jain Education International 2010_03 ૬૪ For Private & Personal Use Only શ્રુતસરિતા www.jainelibrary.org
SR No.004582
Book TitleShrutasarita
Original Sutra AuthorN/A
AuthorRajnibhai C Shah
PublisherNarendra Mulchand Shah Mumbai
Publication Year2008
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy