________________
તપધર્મ - શ્રી જિનેશ્વરદેવના પૂજનકાળમાં ચાર પ્રકારના આહારનો ત્યાગ થાય છે, તેથી બાહ્ય તપ થાય છે અને શ્રી જિનેશ્વરદેવની પૂજાથી વિનય, વૈયાવચ્ચ, ધ્યાન આદિ થાય છે, તેથી અત્યંતર તપ પણ સધાય છે.
ભાવધર્મ - શુભ ભાવ વિના સંસારના કાર્યોને છોડી શ્રી જિનપૂજામાં સમય ગાળી શકાતો નથી. માટે શ્રી જિનપૂજામાં પ્રવર્તનારને શુભ ભાવ અવશ્ય હોય છે. શ્રી જિનપૂજા વખતે શ્રી જિનેશ્વરદેવોના પાંચે કલ્યાણકો, જન્માવસ્થા, છર્મસ્થાવસ્થા અને કેવળી અવસ્થા વગેરેની પણ ભાવના કરવાની હોય છે, તેથી ભાવધર્મ પણ અવશ્ય સધાય છે.
અહિંસાધર્મ - શ્રી જિનપૂજા વખતે શ્રી જિનપૂજાના વ્યાપાર સિવાયની સર્વક્રિયાનો ત્યાગ થાય છે, તેથી સંસારનાં કાર્યો સંબંધી થતી સર્વ હિંસાનો તેટલા વખત માટે ત્યાગ થતો હોવાથી અહિંસાધર્મ પણ સધાય છે.
સત્યધર્મ - શ્રી જિનપૂજનના કાળમાં અસત્ય બોલવાનું હોતું નથી માટે સત્યધર્મ પણ સધાય છે.
અસ્તેયધર્મ - શ્રી જિનપૂજન વખતે ચોરી કરવાની હોતી નથી અને શ્રી જિનપૂજન માટે પણ ચોરી આદિ કરવાનો નિષેધ છે, તેથી અસ્તેય ધર્મની આરાધના થાય છે.
બ્રહ્મચર્યધર્મ - શ્રી જિનપૂજનના કાળમાં મન, વચન, કાયાથી શુદ્ધ શીલનું પાલન થાય છે અને સ્વસ્ત્રી સંબંધી વિકાર હોતો નથી, તેથી બ્રહ્મચર્યધર્મ પણ સધાય છે.
અપરિગ્રહધર્મ - શ્રી જિનપૂજન માટે મંદિરમાં પ્રવેશ કરતી વખતે જ “નિસીહિ' કહીને પ્રવેશ કરવાનો હોય છે, તેથી તેટલા વખત માટે સંસારના આરંભ, પરિગ્રહનાં સર્વકાર્યોનો નિષેધ થવાથી અપરિગ્રહધર્મ પણ સધાય છે.
ફલશ્રુતિ (શ્રી જિનપૂજાથી આઠે કર્મનો ક્ષય) જ્ઞાનાવરણીયકર્મ - ચૈત્યવંદન, સ્તુતિ અને સ્તોત્રાદિવડે શ્રી જિનગુણનું જ્ઞાન થવાથી જ્ઞાનાવરણીય કર્મ નાશ પામે છે.
દર્શનાવરણીયકર્મ - શ્રી જિનમૂર્તિનાં દર્શનાદિ કરવાથી નેત્રોનું સાફલ્ય થવા સાથે દર્શનાવરણીય કર્મ નાશ પામે છે.
વેદનીયકર્મ - જીવયતના અને જીવદયાની ભાવનાપૂર્વક શ્રી જિનપૂજા થતી હોવાથી અશાતા વેદનીય આદિ કર્મનો ક્ષય થાય છે.
મોહનીયકર્મ - શ્રી અરિહંત પરમાત્માના ગુણના સ્મરણથી દર્શનમોહનીય અને શ્રી સિદ્ધ પરમાત્માના ગુણના સ્મરણથી ચારિત્રમોહનીય કર્મ નાશ પામે છે. - આયુષ્યકર્મ - અક્ષયસ્થિતિને વરેલા શ્રી જિનેશ્વરદેવના પૂજનના શુભ અધ્યવસાયથી ચારે ગતિના આયુષ્ય કર્મનો છેદ થાય છે.
નામકર્મ - શ્રી જિનેશ્વરદેવના નામસ્મરણ આદિથી સંસારમાં વિચિત્ર પ્રકારના નામ અને આકાર અપાવનાર નામ કર્મનો નાશ થાય છે. શ્રુતસરિતા
૬૫
પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org