________________
જીવન આ ભવના અંત તરફ આગળને આગળ ધપતું જ જાય છે, ધસમસતું આગળ વધતું જ જાય છે. ધર્મકરણીનો સંતોષ થતો જ નથી. ધર્મક્ષેત્રે હજી ઘણું કરવાનું બાકી છે, તેવું સતત લાગ્યા જ કરે છે. કહે છે ને “આ ભવ મીઠા, પણ પરભવ કોણે દીઠા.” આ ભવ જૈનકુળનો પામ્યા છીએ તેથી મીઠો' છે જ, પણ પરભવ કયા કુળમાં પ્રાપ્ત થશે તેની ખબર નથી. માટે, આ ભવનો ઉપયોગ વધુ ને વધુ ધર્મક્રિયાઓ દ્વારા આત્મિક ગુણોના વિકાસમાં, ખિલવણીમાં, વૃદ્ધિમાં જ કરવા જેવો છે. સંસારનો ત્યાગ કરીને દીક્ષા લઈ શકવાની શક્યતા આ ભવમાં તો હજી દેખાતી નથી. માટે, સંસારનાં લૌકિક કાર્યો તો કરવો પડે છે. અલૌકિક એવા ધર્મને પ્રથમ સ્થાન આપવું. લૌકિક-અલૌકિકની આ ભેળવણી, મેળવણી તરફ લક્ષ્ય રાખવું પડશે. લૌકિક ધર્મસંજ્ઞા (ઇચ્છા) : આહાર ભય મૈથુન પરિગ્રહ અલૌકિક ધર્મ : તપ ભાવ શીલ દાન
આનો અર્થ છે કે કમાણી દ્વારા આપણે કરેલા પરિગ્રહમાંથી યથાશક્તિ દાન કરવું; સ્વદારા સંતોષ વ્રતમાં પણ પાંચ તિથિના દિવસોએ, કલ્યાણક દિન, શનિ-રવિ આદિ દિવસોએ બ્રહ્મચર્યનું પાલન કરવું; ભવ ભ્રમણના ભયની સામે પ્રભુની સાથેના આપણા ભાવ જોડવા અને આહાર સંજ્ઞાની સામે કંદમૂળ ત્યાગ, તિથિ-કલ્યાણક દિને યથાશક્તિ ઉચિત તપ, વાસી ખોરાક ત્યાગ આદિ પ્રવૃત્તિઓ આદરવી. અનાદિ કાળથી ચાર સંજ્ઞાઓ (આહાર, ભય, મૈથુન, પરિગ્રહ)ની પ્રવૃત્તિ રહેવા પામી છે; હવે સમજણપૂર્વક આ ચારની દાન, શીલ, તપ અને ભાવને દૈનિકમાં જીવનમાં ભેળવવા પ્રયત્ન કરવા જેવો છે.
શ્રી રત્નાકર પચ્ચીશીમાં પણ ગાઈએ છીએ : “મેં દાન તો દીધું નહીં...'
દૂધના તપેલામાં કેસરનો એક કણ પણ સુગંધ લાવે છે, અને દૂધનો રંગ બદલી નાખે છે. બસ, આમ જ, આપણા નિત્ય લૌકિક જીવનમાં એક અલૌકિક કણ પણ આપણા જૈન-જીવનમાં સુગંધ લાવનાર બનશે અને જીવનનો રંગ બદલી મોક્ષગામી બનશે.
વીતરાગનું શાસન તો આપણે પામ્યા છીએ. પણ વીતરાગી બનાતું નથી, અરે ! વૈરાગી પણ બનાતું નથી, થોડાક ત્યાગી પણ બનાતું નથી. રાગ થોડોક પણ ઓછો થાય તો વૈરાગી ત્યાગી બનાય ને ! રાગ-દ્વેષ કર્મના કારણે છે. કર્મ મોહથી ઉત્પન્ન થાય છે. કર્મ જ જન્મ-મરણનું કાર્ય છે, કારણ છે. જન્મ-મરણ એ જ જીવને સૌથી મોટું દુઃખ છે. સંસારની વૃદ્ધિ કરાવનાર આ રાગાદિનું સ્વરૂપ જાણવું આવશ્યક છે.
જીવ જ્યારે રાગને રાગસ્વરૂપે અને દ્વેષને દ્વેષસ્વરૂપે જાણે અને જુએ, ત્યારે જ વસ્તુ તત્ત્વના યથાતથ્થ સ્વરૂપનું ભાન થાય છે. “મનસ: પરમતિઃ રા: ''. મનની અન્યમાં પરમપ્રીતિ એ જ રાગ. રાગના બે પ્રકાર : (૧) પ્રશસ્ત (વખાણવા યોગ્ય) અને (૨) અપ્રશસ્ત. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે રાગ તે પ્રશસ્ત રાગ છે. સ્વકર્મોદયના કારણે પ્રાપ્ત થયેલો આ સંસારના જડ કે ચેતન પાત્રો કે પદાર્થો પ્રત્યે મમત્વ બુદ્ધિથી જે આસક્તિ તે અપ્રશસ્ત રાગ છે. આ અપ્રશસ્ત રાગ દુઃખદાયી છે, બંધનકર્તા શ્રુતસરિતા
પત્રાવલિ
૩૧૮
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org