________________
છે, અવિવેક છે, પાપ છે.
આ અપ્રશસ્ત રાગના ત્રણ પ્રકાર છે. તે ત્રણે પ્રકારો આપણે સામાયિક-પ્રતિક્રમણ વેળાએ મુહપત્તિ પડિલેહણ કરતાં બોલીએ છીએ.‘કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ પરિહતું, ત્યાગ કરું.'' (૧) કામરાગ : પાંચ ઇન્દ્રિયો ચક્ષુ સ્વાદેન્દ્રિય નાસિકા સ્પર્શ ચક્ષુરિન્દ્રિય રસનેન્દ્રિય ઘ્રાણેન્દ્રિય શ્રોત્રેન્દ્રિય સ્પર્શનેન્દ્રિય
કાન
રસ
સ્પર્શ
-
ઇન્દ્રિયના નામ ઇન્દ્રિયના વિષયો : રૂપ
ગંધ
શબ્દ
આ પાંચે ઇન્દ્રિયોના વિષયસુખોને ભોગવવાની ઇચ્છાને કામરાગ કહે છે.
(૨) સ્નેહરાગ : જીવની જીવ અને અજીવ પ્રત્યેની લાગણી એ સ્નેહરાગ છે. જીવ જીવની પાછળ ખેંચાય, મોહ વધે તે સ્નેહરાગ છે. અપેક્ષાએ, કામરાગ કરતાં સ્નેહરાગ વધુ ભયાનક છે. તે સુંવાળી રેશમની દોરી જેવો છે; એટલે કે દેખાવે સુંવાળો, પણ દોરીની માફક ભવોભવ સંસાર બંધાવનારો.
..
(૩) દૃષ્ટિરાગ : પોતપોતાની માન્યતા-મિથ્યામતિ પ્રત્યેનો રાગ. જગતના તમામ પદાર્થો અને પાત્રો પ્રત્યે પોતાની માની લીધેલ મતાનુસાર જ પોતે વિચારે, વર્તે અને તેને જ સત્ય માને. અંતે, તે માન્યતામાં, તે દૃષ્ટિમાં રાગ એવો તો સજ્જડ બંધાઈ જાય કે કોઈ બાંધછોડ જ નહીં. ઉપરના સ્નેહરાગમાં સંધાણરૂપ સુખ કરતાં ભંગાણરૂપ દુઃખ વધુ છે અને લાગણી અને માગણીની પ્રધાનતા રહેલી છે, તેમ છતાં અપેક્ષાએ કામરાગ અને સ્નેહરાગ કરતાં પણ દૃષ્ટિરાગ સૌથી વધુ ખતરનાક છે. કામરાગ અને સ્નેહરાગવાળા જીવો ને જો સભ્યષ્ટિ આવે તો તે જ ભવે મોક્ષે જઈ શકે છે, પણ દૃષ્ટિરાગી જીવને મોક્ષ-પ્રાપ્તિ અનંતા ભવો સુધી થઈ શકતી નથી.
ભાઈ, આ જ રીતે, રાગને દૂર કરવા ચિંતન કરવું. રાગ જો હોય નહીં તો દ્વેષ થતો જ નથી, એ તો સિદ્ધ વિધાન છે. માટે, નીચેની પ્રાર્થના દરરોજ કરવા જેવી છે :
‘જામરા: સ્નેદરાશ્ય, સૃષ્ટિરાનું ન તું મે ટા |
વીતરાગ ! તર્તવ વત્સાતા, ગાવિર્ભવતુ મેં સવા ।।”
અર્થ : કામરાગ, સ્નેહરાગ અને દૃષ્ટિરાગ ક્યારે પણ મને ના થાઓ. હે વીતરાગ, તમારી જ વત્સલતા મારા ઉપર સદા પ્રગટ થાઓ.
પત્રાવલિ
Jain Education International 2010_03
જ્યાં ભ્રમણ નથી, કર્મોનું આક્રમણ નથી અને સુખ-દુઃખનું સંક્રમણ નથી, તેવું એક માત્ર સ્થાન ‘સિદ્ધશિલા’નું લક્ષ્ય બાંધીએ, અને રાગ-દ્વેષ-મોહની જાળ તોડી આત્મસ્નેહના પરિણામ કેળવી પાંચમું જ્ઞાન અને પંચમ ગતિ આપણે પામીએ એ જ આપ પરિવાર પ્રત્યે ભાવના-અભ્યુંથના.
લિ. આપનો ભાઈ, રજની શાહ
*
*
*
૩૧૯
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org