________________
(૧) હેતુ હિંસા - જીવો બચાવવાની કાળજીનો અભાવ. (૨) સ્વરૂપ હિંસા - જીવોનો ઘાત કરવો તે પ્રાયે પ્રાણોને હણવાનો હેતુ નથી. (૩) અનુબંધ હિંસા - જે હિંસામાં પરિણમે છે.
આ ત્રણ પ્રકારના વિશ્લેષણમાંથી સ્પષ્ટ ફલિત થાય છે કે જો અપ્રમત્તભાવે કોઈ જીવની વિરાધના-હિંસા થઈ જાય અગર તો કરવી પડે તો એ કેવળ અહિંસા કોટીની છે, અને તેથી આવી હિંસા જો જીવોને મારવાનો હેતુ ન હોય તો પ્રાય નિર્દોષ તેમ જ નિર્જરાવર્ધક બને છે.
દ્રવ્ય હિંસાના ચાર ભેદો : (૧) સંકલ્પી - જાણી, બૂઝી, સંકલ્પપૂર્વક, મન, વચન, કાયા વડે કરવા, કરાવવા, અનુમોદવા વડે. (૨) વિરોધી - સમજ સાથે પરિવાર, ધર્મ, દેશ, ધનરક્ષા આદિમાં પ્રવૃત્તિ. (૩) આરંભી - ઘર, કપડાં, સ્નાન, અનાજ આદિ. (૪) ઉદ્યોગી - ભરણપોષણ માટે વ્યવસાય-ધંધો, પંદર (૧૫) કર્માદાન.
હિંસાનાં સાધનો તરીકે અપેક્ષાએ અઢાર પાપસ્થાનકોને પણ ગણાય છે, અઢાર પાપ સ્થાનકમાં (૧) મનથી થતાં પાપ - ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, રતિ-અરતિ (૨) વચનથી થતાં પાપ - મૃષાવાદ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરંપરિવાદ, કલહ, માયામૃષાવાદ ૬ (૩) કાયાથી થતાં પાપ - પ્રાણાતિપાત, અદત્ત (અચૌર્ય), મૈથુન, મિથ્યાત્વ, પરિગ્રહ ૫
૧૮
મન-વચન-કાયાની કોઈ એક એક પાપમાં પ્રધાનતા હોય છે, બાકી તો બધાં ય પાપોમાં ગૌણતાએ ત્રણે ય યોગોનો વ્યાપાર તો હોય છે, તેમ સમજવું. હિંસાની કેવી હોનારત છે :
“હિંસા દુઃખની વેલડી, હિંસા દુઃખની આણ;
અનંત જીવ નરકે ગયા, હિંસા તણા ફળ જાણ.” અહિંસા કેવી અદ્ભુત છે :
અહિંસા સુખની શેલડી, અહિંસા સુખની ખાણ;
અનંત જીવ મોક્ષે ગયા, અહિંસા તણા ફળ જાણ. પ્રશ્ન : ૨ સમ્યગ્દર્શન, સમ્યકત્વ અને સમકિત, – આ ત્રણ શબ્દમાં શું ફર્ક છે? આ વિષય ઉપર
થોડુંક સમજાવો. ઉત્તર : ૨ આ ત્રણે શબ્દો એકાર્થી છે, પર્યાયવાચી છે. જિનેશ્વર ભગવાનના કહેલા તત્ત્વોમાં રુચિ
થવી એ સમ્યગ્દર્શન, સમ્યત્વ અથવા સમકિત છે. સમ્યગ્દર્શન એ દર્શન મોહનીય કર્મના ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષયથી ઉત્પન્ન થતું હોવાથી (૧) ઔપશમિક (૨) ક્ષાયોપથમિક અને (૩) ક્ષાયિક એમ ત્રણ પ્રકારે છે. વ્યવહારિક ધોરણે, સમ્યગ્દર્શન (સખ્યત્વ)ના કેટલાક પ્રકારો નીચે મુજબ છે. શ્રુતસરિતા
૪૧૮
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org