________________
(૧) સાસ્વાદન - બીજા ગુણસ્થાનકે-વમનના સ્વાદવાળું. (૨) વેદક - મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય કર્મનો ક્ષય કર્યા પછી સમ્યકત્વ મોહનીયના
પુંજનો ક્ષય કરે તેના અંતિમ સમયે શુદ્ધ પરમાણુનું વેદન કરે છે. આ વેદનની
સ્થિતિ માત્ર એક જ સમયની હોય છે. (૩) કારક - સુત્રાનુસારિણી શુદ્ધ ક્રિયામાં પ્રવર્તાવે છે. વિશુદ્ધ ચારિત્રીને જ હોય. (૪) રોચક - સમ્યક્રક્રિયામાં રુચિ કરાવે પણ પ્રવૃત્તિ ના કરાવે છે. દા.ત. શ્રી શ્રેણિક મહારાજા. (૫) દીપક - સ્વયં મિથ્યાત્વી અગર અભવ્ય હોય પણ ઉપદેશ લબ્ધિ દ્વારા અન્ય જીવોને બોધ
પમાડે. “દીવા નીચે અંધારું' આ ઉક્તિને ચરિતાર્થ કરે દા.ત. આચાર્યશ્રી અંગાર
મર્દક. (૬) નિશ્ચય - આધ્યાત્મિક વિકાસ ગ્રંથિભેદ વડે ઉત્પન્ન થયેલ આત્માનો એક પ્રકારનો શ્રદ્ધા
પરિણામ. (૭) વ્યવહાર - રુચિના બળથી ઉત્પન્ન થતી ધર્મતત્ત્વ નિષ્ઠા. | સર્વ ગુણોનો રાજા-મહારાજા સમ્યગ્દર્શન છે. માટે, મુહપત્તિ પડિલેહણના બોલમાં પ્રથમ બોલ છે “સૂત્ર-તત્ત્વ અર્થ કરી સદહુ'. સમર્પણની શરૂઆત (અરિહંતે શરણે પવનજામિ) જો અરિહંત પરમાત્માથી જ હોય, તો સાધનાની શરૂઆત સમ્યગ્દર્શનથી છે. નવપદમાં સમર્પણના પ્રથમ પાંચ પદમાં પરમોચ્ચ સ્થાને શ્રી અરિહંત પરમાત્મા છે, તે જ રીતે બાકીના ચાર સાધના પદમાં પરમોચ્ચ સ્થાને “સમ્યગ્દર્શન' પદ છે. ધર્મક્રિયામાં સમ્યગ્દર્શન “સબરસ' સમાન છે. શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષાપૂર્વક તે સત્ય છે તેવા શ્રદ્ધાના પરિણામ જેથી પમાય છે તે સમ્યગ્દર્શન છે; અને કે જે જ્ઞાન અને ચારિત્રનું મૂળ છે.
નિશ્ચયથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો અનુભવ કેવલીગમ્ય છે, પણ વ્યવહારથી ૬૭ બોલ વડે અથવા પાંચ લક્ષણો વડે (શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્યતા) છે. વર્તન અને ક્રિયા એ ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ છે અને શ્રદ્ધા-માન્યતા એ દર્શન મોહનીયનો ક્ષયોપશમ છે.
नादंसणिस्स नाणं, नाणेण विना न होन्ति चरणगुणाः ।
अगुणिस्स नत्थि मुक्खं, नत्थि अमुक्खस्स निव्वाणं ।। અર્થ : સમ્યગ્દર્શન વિના જ્ઞાન ના હોઈ શકે, જ્ઞાન વિના ચારિત્ર ગુણ ના હોઈ શકે અને ચારિત્ર ગુણ વિના મોક્ષ ના પામી શકાય, અને જેનો મોક્ષ નથી, તેને નિર્વાણ કે પરમપદ નથી.
न सम्यकत्वं समं श्रेयः, त्रैकालये त्रिजगत्यपि । અર્થ : ત્રણે કાળમાં અને ત્રણે જગતમાં સ ત્વ સમાન શ્રેય (કલ્યાણ) એક પણ નથી.
જીવના ભવોની ગણતરી પણ સમ્યગ્દર્શન પામ્યા પછી જ થાય છે. અર્થાત્ સમ્યગ્દર્શન જે ભવમાં જીવ પામે એ જ એનો પહેલો ભવ. એની પહેલાનાં ભવો ભલે અનંતાનંત પસાર કર્યા હોય આ જીવે, પણ એની કોઈ ગણતરી નહીં. પત્રાવલિ
૪૧૯
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org