________________
तदेहि तपः कुर्यात्, दुनिं यत्र नो भवेत् ।
येन योगात् हीयन्ते, क्षीयन्तेने द्रियानि च ।। અર્થ દુર્ગાન ધ્યાન થાય નહીં; મન, વચન, કાયાના યોગની હાનિ થાય નહીં, તેમજ ઇન્દ્રિયની હાનિ થાય નહીં તેવો તપ કરવો જોઈએ.
પરમોપકારી પૂ. આચાર્ય ભગવંત મને પણ કહેતા કે જૈનકુળમાં માનવભવનું અનેકગણું મહત્ત્વ છે. માટે, વધુ ને વધુ આ ભવમાં રહી શકાય, ટકી શકાય તેવા પ્રયત્નો કરવા. કાયાને સાધનાના સાધન તરીકે ગણી ખૂબ જ સાચવવી, જાળવવી. તનને પરિશ્રમમાં જોડવાના બદલે, મનને પરિશ્રમમાં જોડવું. મનથી જ બંધ છે અને મનથી જ મોક્ષ છે. તનને સંસારમાં રાખવાનું અને મનને મોક્ષમાં રાખવાનું. વધતી જતી ઉંમરને ધ્યાનમાં રાખી તનને માન આપવાનું આપણે સૌએ શીખવા જેવું છે.
આપણને મોક્ષપ્રાપ્તિમાં આલંબનભૂત જૈનદર્શન બે વિભાગોમાં વહેંચાયેલ છે : (૧) શ્રતધર્મ અને (૨) ચારિત્રધર્મ.
જીવ, અજીવ, પુણ્ય, પાપ આદિ ભાવોનું જેનાથી વાસ્તવિક જાણપણું થાય; ષ દ્રવ્યો, તેના ભિન્ન ભિન્ન ગુણો, અને દરેક દ્રવ્યના પર્યાયો વગેરે ભાવોનો જેનાથી સાચી રીતે ખ્યાલ થાય તેનું નામ “શ્રતુધર્મ' છે.
શ્રી આચારાંગ સૂત્રાદિ દ્વાદશાંગી, અગિયાર ઉપાંગ, પન્ના, મૂલસૂત્ર, છેદસૂત્રો તેમજ સમ્યકશ્રુત તરીકે ગણી શકાય તેવા સર્વ પ્રકરણાદિ ગ્રન્થોનો એ શ્રતધર્મના સાધનમાં સમાવેશ થાય છે. જીવ, અજીવ, પુણ્ય, આદિ ભાવોને જાણ્યા બાદ તે ભાવો પૈકી “હેય ભાવો ઉપર હેય તરીકેની અને ઉપાદેય' ભાવોમાં ઉપાદેય તરીકેની શ્રદ્ધા થવા સાથે આત્માનું અહિત કરનાર પાપ, આશ્રવાદિ હેય ભાવોનો ત્યાગ અને આત્માનું હિત થાય તેવા પુણ્યાનુબંધી પુણ્ય, સંવરાદિ ભાવોનો આદર કરવામાં પુરુષાર્થ ફોરવવો, તેનું નામ “ચારિત્ર ધર્મ છે.
શ્રત શ્રવણ માટે હોય છે; પણ “શ્રુતશ્રવણ'ને સાધન બનાવી જીવનલક્ષી સુખપાક્ય ધર્મચિંતનને આપણે સાધ્ય બનાવવું જોઈએ. ચિંતનમાં આવા પ્રશ્નો આપણી જાતને પૂછવા જોઈએ :
તું કોણ? તે કોણ ? પોતે કોણ? હું કોણ? હું ક્યાંથી આવ્યો ? મારે ક્યાં જવાનું? મારું મૂળ શું? મારી પ્રકૃતિ, સ્વભાવ શું? પ્રકૃતિમાં થયેલી વિકૃતિ શું? મારા સ્વભાવનો વિભાવ શું ? મારું સ્વરૂપ શું? શું મારું સ્વરૂપ મને પ્રાપ્ત છે કે અપ્રાપ્ત? સ્વરૂપ પ્રાપ્તિની સાધના શી? સાધ્યનું સ્વરૂપ શું ? જ્ઞાની એવો હું અજ્ઞાની કેમ? આનંદસ્વરૂપ એવો હું સુખી-દુ:ખી કેમ ?
આવાં આવાં પ્રશ્નો જાતને પૂછી જાત સાથે વાત કરીને અર્થાત્ સ્વરૂપચિંતન-આત્મચિંતન કરનાર આપણે દ્રવ્ય-ગુણ-પર્યાયના જ્ઞાતા બનવું જોઈએ.
ગચ્છાધિપતિ પૂ. કૈલાસસાગરસૂરિજી મને કહેતાં કે પ્રભુએ પ્રભુ બનીને પ્રભુ બનવાનો માર્ગ બતાવ્યો છે. આ જે માર્ગ તે જ જૈનધર્મ. પ્રભુના બનીએ ! પ્રભુ બનીએ ! આ જ ધર્મનો સાર તથા બોધ. ભગવાનને શોધવાનું માંડી રાખી, ભગવાન બનવાનું શોધી કાઢો. પત્રાવલિ
૪૪૧
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org