________________
આત્માના ગુણોનો ઘાત કરનાર ઘાતી કર્મોના પ્રકારમાં અંતરાય કર્મ આવે છે. માટે, ઉપરોકત પાંચ ભેદો તાત્વિક દૃષ્ટિએ પણ વિચારવા જોઈએ.
આ અંતરાય કર્મના ઉદયથી જીવ દાનાદિ આપી શકતો નથી. જિનેશ્વર પરમાત્મા, સાધુસંતો, સાધર્મિક શ્રાવકો આદિની સેવા-પૂજન-ભક્તિનો નિષેધ કરનારા, અને હિંસા-જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ આદિ પાપોમાં જ આસકત રહેનારા જીવો આ અંતરાય કર્મ બાંધે છે, અને જિનેશ્વર પરમાત્મા આદિની સેવા-પૂજન-ભક્તિ કરનારા અને હિંસાદિનો નિષેધ કરનારા જીવો આ અંતરાય કર્મ તોડે છે.
આપણી અપેક્ષા અને પ્રાપ્તિ - આ બે વચ્ચેનું અંતર તે જ અંતરાય કર્મ. દરેક જીવને પદ્ગલિક પદાર્થોની (ધન આદિ) અપેક્ષા ઘણી હોય છે, પણ અપેક્ષા અનુસાર પ્રાપ્તિ થતી નથી, અને તેથી તે જીવ પ્રાપ્ત કરવા રાત-દિવસ તનતોડ મહેનત કરે છે, પરંતુ પ્રાપ્તિ કરવામાં પોતાનું અંતરાય કર્મ આડું આવે છે. આડું આવતાં જીવ રાગ-દ્વેષાદિ પરિણામો કરી નવું અશુભ કર્મો બાંધે છે. આ અપેક્ષાએ, આત્માના ગુણોનો ઘાત કરનારા ચાર ઘાતી કર્મોમાં અંતરાય કર્મ મુખ્ય ભાગ ભજવે છે.
આ અંતરાયકર્મ નિવારણ પૂજા આપણા સ્વજનના આત્માની વિદાયને “નિમિત્ત’ બનાવી ભણાવવામાં આવે છે. આ ભણાવવાથી સદ્ગતના આત્માને લાભ-હાનિ નથી, તેમજ તે આત્માના શ્રેયાર્થે છે તેવું પણ નથી. જનાર જીવે જે ભાવે ભાવતાં ભાવતાં જીવન દરમ્યાન જેવું અંતરાય કર્મ બાંધ્યું હોય તનુસાર તે જીવ આવતા ભવમાં જે તે ઉદય વેળાએ તે રીતે ભોગવશે. પરંતુ, સ્વજનની વિદાય વેળાએ આ પૂજા ભણાવવાનો એક માત્ર આશય એ છે કે આ વિદાયની ઘટનાને નિમિત્ત બનાવી પાછળ રહેલા સ્વજનો અને સ્નેહીજનો તેઓના જીવનમાં, આ પૂજામાં આવતી વિગતોનું વર્ણન સાંભળી, ચિંતન કરી, નવું અંતરાય કર્મ બંધન પ્રત્યે જાગ્રત બને અને પોતાનું શ્રેય સાધે અને પરમ કલ્યાણના માર્ગે આગળ વધે.
પૂ. શ્રી શુભવિજયજીના પરમ વિનીત શિષ્ય શ્રી વીરવિજયજી મહારાજ સાહેબ આ કર્મની પૂજા રચેલી છે. અષ્ટપ્રકારી પૂજા હોઈ આઠ પૂજામાં સમગ્ર કથા વસ્તુ વહેંચાઈ જાય છે. (૧) જળપૂજા - અંતરાય કર્મના બંધ હેતુઓનું વિવેચન (૨) ચંદનપૂજા - દાનાંતરાય દૂર કરવાના ઉપાયોનું વિવેચન (૩) પુષ્પપૂજા - લાભાંતરાય દૂર કરવાના ઉપાયોનું વિવેચન (૪) ધૂપપૂજા - ભોગાંતરાય દૂર કરવાના ઉપાયોનું વિવેચન (૫) દીપકપૂજા - ઉપભોગાંતરાય દૂર કરવાના ઉપાયોનું વિવેચન (૬) અક્ષતપૂજા - વીઆંતરાય દૂર કરવાના ઉપાયોનું વિવેચન (૭) નૈવેદ્યપૂજા - અણાહારી એવા સિદ્ધપદની માગણી (૮) ફળપૂજા - આઠે કર્મોનો વિનાશ કરવા માટે જન્મ-જરા-મૃત્યુના નિવારણની માગણી.
આ પૂજાની રચનામાં કરવામાં આવેલું વિવેચન દ્વારા પદાર્થોની અનિત્યતા, જીવોની અશરણતા, સંસારની વિવિધતા, કર્મોનું જીવને એકલાને ભોગવવાપણું, દેહ આત્માની ભિન્નતા, શરીરની અશુચિતા, કર્મને આવવાના માર્ગો, કર્મને આવતાં અટકાવવાના ઉપાયો, આત્માથી કર્મને અલગ કરવાના પરિણામો વગેરેનો વિચાર કરવો. જન્મ, મરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિઓની વિષમતા અને પાંચ ઇન્દ્રિયોના વિષયોના વિરપણાનો વિચાર કરવો. તે પછી આ સંસારના સુખનો અને આત્માની શાંતિનો મુકાબલોસરખામણી કરી જોવી તેથી સંસારની અસારતા સમજાયા વિના રહેશે નહીં.
અંતરાય કર્મ સહિત આઠ કર્મોનો સર્વથા ક્ષય કરી આપણે સૌ નિરૂપમ, અખંડ, અનંત, અતીન્દ્રિય અને અવિનાશી આત્મિક સુખ સદાકાળની આનંદમય સ્થિતિને પામીએ એ જ એક માત્ર અંતરની મહેચ્છા અને અર્ધથના. શ્રુતસરિતા
૨૧૫ અંતરાય કર્મ નિવારણ પૂજાનો હેતુ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org