________________
પ્રબંધ-ર૧ અંતરાય કર્મ નિવારણ પૂજાનો હેતુ
કર્મ, સંબંધરહિત, જ્ઞાનતત્ત્વ, અમર, સહજસ્વરૂપ સિદ્ધ પરમાત્માને, મારા આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે હું નમન કરું છું.
જ્ઞાનાવરણ આદિ આઠ કર્મો તે પુગલનાં બનેલાં છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગી (મન, વચન અને કાયારૂપી) વડે દરે જીવ કર્મ બાંધે છે. કર્મ બંધાતી વેળાએ જે તે કર્મની વર્ગણાઓ આઠ વિભાગમાં વહેંચાઈ જાય છે. આ આઠ પ્રકારના કર્મના બે વિભાગ છે : (૧) ઘાતી કર્મ – આત્માના ગુણોનો ઘાત કરે તે. (૨) અઘાતી કર્મ - આત્માના ગુણોનો ઘાત ના કરે તે. ઘાતી કર્મ ચાર છે : (૧) જ્ઞાનાવરણીય – આત્માના જ્ઞાનગુણને ઢાંકે છે. (૨) દર્શનાવરણીય - આત્માના દર્શન (જોવું આદિ) ગુણને ઢાંકે તે (૩) મોહનીય - આત્માને સંસારમાં મૂંઝવે તે (૪) અંતરાય - દાનાદિ આપતાં આત્માને જે રૂકાવટ કરે, વિદનભૂત બને છે. અઘાતી કર્મ ચાર છે : (૧) આયુષ્ય - આત્માને પોતપોતાના ભવમાં જિખવાડે તે. (૨) નામ - જે કર્મથી આત્માને શરીર, ઇન્દ્રિયો, રૂપ, રંગ આદિની પ્રાપ્તિ થાય તે. (૩) ગોત્ર – જે કર્મના ઉદયથી ઉચ્ચ કે નીચ કુલમાં આત્મા જન્મ ધારણ કરે તે. (૪) વેદનીય = સુખ અને દુ:ખરૂપે જે વેદાય તે.
ચાર ઘાતી કર્મોમાં મોહનીય કર્મ પ્રધાનતા ધરાવે છે, જ્યારે અઘાતી કર્મોમાં આયુષ્ય કર્મની પ્રધાનતા છે. અંતરાય કર્મના પાંચ ભેદો છે : (૧) દાનાંતરાય - આપણી પાસે સંપત્તિ હોય, યોગ્ય પાત્ર લેવા માટે આવ્યાં હોય, દાનનું ફળ
સારું છે તે પણ આપણે જાણતા હોઈએ છતાં આપવાનું મન જ ન થાય તે. લાભાંતરાય - દાનેશ્વરીને ઘેર લેવા જઈએ, વિનયથી માગણી કરીએ છતાં આપણને પ્રાપ્ત
ન થાય અને પ્રાપ્ત થાય તો ઢોળાઈ જાય, લૂંટાઈ જાય તે. (૩) ભોગાંતરાય - એક વખત ભોગવાય એવી જે વસ્તુઓ તે ભોગ જેમ કે રાંધેલું અનાજ, ફૂટ,
તે ઘરમાં હોવા છતાં માંદગી-અપચો-અજીર્ણ અથવા તેવા પ્રકારના રોગાદિના.
કારણે આપણી ખાવાની-પીવાની શક્તિમાં અંતરાય ઊભો થાય તે. (૪) ઉપભોગાંતરાય - વારંવાર વપરાય એવી જે વસ્તુઓ તે ઉપભોગ, જેમ કે કપડાં, અલંકાર
આદિ. તે બધું હોવા છતાં શરીર એવા રોગોથી ઘેરાયેલું હોય કે તે વસ્તુઓનો
ઉપભોગ ન કરી શકીએ તે. (૫) વીઆંતરાય - યુવાવસ્થાદિ હોવા છતાં આત્મા શરીરથી દુર્બળ બને છે. અંતરાય કર્મ નિવારણ પૂજાનો હેતુ ૨૧૪
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org