________________
શ્રી બષિમંડલ પૂજન-ર ચરમ શાસન તીર્થપતિશ્રી વર્ધમાન સ્વામીને નમઃ
અનંતલબ્ધિ નિધાન શ્રી ગુરૂ ગૌતમ સ્વામીને નમઃ જેમાં જગતના જયશાલી અદ્વિતીય ચોવીસ ઋષિઓનું મંડલ વ્યવસ્થિત થયેલું છે અને સર્વ પરમ તત્વો પ્રતિષ્ઠા પામેલા છે, તે શ્રી ઋષિમંડલ યંત્રરાજને કોટિ કોટિ વંદના.
પશ્યન્તીતિ 2ષયઃ - જે જ્ઞાનદષ્ટિએ જગતને જાએ છે તે ઋષિ; અથવા પતિ જ્ઞાનેન સંગારપરમિતિ ત્રષિઃ- જે જ્ઞાન દ્વારા સંસારનો પાર પામી જાય તે ઋષિ. “ઋષિ' શબ્દનો અર્થ “તીર્થકર' છે અને મંડલ' શબ્દથી તેમનો સમૂહ અર્થાત્ વર્તમાન ચોવીસી અભિપ્રેત છે.
જે સ્તોત્રમાં ઋષિઓના મંડલ એટલે કે તીર્થકરોનો સમુહની સ્તુતિ કરવામાં આવી હોય તેને ઋષિમંડલ સ્તોત્ર કહે છે. આ સ્તોત્રની ૧૦૧ ગાથા છે. દ્રવ્ય, ક્રિયા અને ભાવ - આ ત્રિવિધ પૂજન અનુષ્ઠાન આ સ્તોત્ર ઉપર સંપૂર્ણતઃ આધારિત છે.
અનંતલબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામી ગણધર આ સર્વશ્રેષ્ઠ સ્તોત્રના રચયિતા છે.
તપ, જપ, ભક્તિ, પૂજન, યોગ અને ઉપાસના એ જૈન આરાધનાનાં મૌલિક તત્વો છે. આરાધનામાં પ્રથમ આવશ્યકતા “ગુરૂપદ'ની છે. સાથે સાથે, શ્રદ્ધા અને શુદ્ધિની પણ આવશ્યકતા રહે છે. શુદ્ધિથી સ્થાનશુદ્ધિ, તનશુદ્ધિ, મનશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ અને ક્રિયાશુદ્ધિની અપેક્ષા રાખવામાં આવે છે.
મંત્ર અને તેનો મહિમા, આઠ આરાધ્યપદોને નમસ્કાર (પંચ પરમેષ્ઠિ અને રત્નત્રયી), ન્યાસ અને અંગરક્ષા, મૂલમંત્ર, પાર્થિવી ધારણા અંગે અભૂત પ્રક્રિયા, અહંદબિંબનું ધ્યાન, હૂકાર બીજમાં ચોવીસ તીર્થકરોની સ્થાપના, આધ્યાત્મિક યાત્રામાં સંભવિત વિવિધ ભયોમાંથી રક્ષા, કીર્તિ, કાંતિ, ધૃતિ અને મતિ માટે જિનશાસનની લોકપ્રસિદ્ધ ચોવીસ મહાદેવીઓને પ્રાર્થના સહિત અનેકવિધ ગોપનીય અને ગર્ભિત રિદ્ધિ-સિદ્ધિઓ આ સ્તોત્રમાં સમાવિષ્ટ થયેલ છે. એ મંત્રાક્ષર બ્રહ્મસ્વરૂપ પરમેષ્ઠિનો વાચક છે, અને સિદ્ધચક્રનું શ્રેષ્ઠ બીજ છે. સર્વકાલમાં અને સર્વક્ષેત્રમાં મોક્ષપુરીના અનિર્વચનીય આનંદના અભિલાષી ભવ્ય જીવો આ મંત્રાકારનું ધ્યાન ધરે છે.
ત્રણે લોકમાં જેટલા શાશ્વતા જિનબિંબો છે, તેમના સ્તવન, વંદન અને દર્શનથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ આ સ્તોત્રના સ્મરણથી થાય છે. આયંબિલની તપશ્ચર્યા સાથે જિનેશ્વરોની સેવા-પૂજા કરવાપૂર્વક આ સ્તોત્રના મૂલમંત્રનો ૮,૦૦૦ વાર જાપ કરવા વડે આ સ્તોત્રની સિદ્ધિ થાય છે.
જે ભવ્ય જીવ દરરોજ પ્રાતઃકાળે આ સ્તોત્રનો પાઠ તથા મૂલમંત્રની માળા સળંગ આઠ મહિના સુધી કરે તેને મહાતેજસ્વી જિનબિંબના દર્શન થાય છે; અને એ રીતે જિનબિંબના દર્શન થતાં તે શુદ્ધાત્મા સાતમા ભવે મોક્ષ પામે છે.
આ સ્તોત્રના હાર્દ સમાન “હૂકાર” શૈલોક્ય બીજ છે કે જે અવર્ણનીય મહાશક્તિથી વ્યાપ્ત છે. પંચ પરમેષ્ઠિની પરમ શક્તિથી વિભુષિત છે અને રત્નત્રયીથી અત્યંત રમણીય છે. આ “કાર'નું ધ્યાન ધરતાં ચિત્તને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે તથા અધ્યાત્મની ઉચ્ચ ભૂમિકાઓ ઉપર આરોહણ કરી શકાય છે.
પરમ તત્વરૂપ, પરમ કલ્યાણકર, દિવ્ય તેજોમય અને જન્મ-જરા-મૃત્યુનિવારક ‘ઈ' મંત્રની ઉત્પત્તિ, સમજ, રહસ્ય અને ઔદપર્યાર્થ પણ આ સ્તોત્રમાં આલેખવામાં આવેલ છે. પરિશિષ્ટ
૨૪૮
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org