________________
પત્રાવલિ-૪૫ ગુરુકૃપા અમૃતની ખાણ છે
શુક્રવાર, તા. રરમી, ડિસેમ્બર, ૨૦૦૦
વીર સંવત ૨પર૭ ને માગસર વદી ૧૨ પરમ વ્હાલા આત્મજન ભાઈશ્રી, પ્રણામ - જય જિનેન્દ્ર,
ભારત આર્યભૂમિની યાત્રા સુખદ રહી હશે. પારિવારિક સંમેલન અને ગુરુ ભગવંતો તેમજ સ્થાવર તીર્થોના દર્શન પણ સારી રીતે થયા હશે. જંગમ તીર્થવર શ્રી ગુરુ ભગવંતોનું સાનિધ્ય આપણી આધ્યાત્મિક પ્રગતિમાં સબળ અને પ્રબળ નિમિત્ત બની રહે છે, તેવું મારું મક્કમ માનવું છે, મારો સ્વાનુભવ પણ છે. આપણા વ્યક્તિગત વ્યક્તિત્વમાં આરાધના અને સાધના માટે ગુરુસમાગમ અને ગુરુકૃપાનું પુણ્યાનુબંધી સાચું સંબલ પ્રતિબિંબિત થાય છે. મારું પુણ્ય ઘટતાં આ દેશમાં આવીને ગુરુ ભગવંતો વિના અહીં રહેવું પડે છે, તેનું દુઃખ મનમાં ભારોભાર છે. પણ ભાઈ, કર્મસત્તા આગળ લાચાર બનીને હું પણ અહીં જ બેઠો છું. કર્મોનો કાટમાળ બાંધતી વેળાએ હું પણ તે પળ ચૂકી ગયો અને તેથી આજે ઉદય વેળાએ ગમે તેટલો કલ્પાંત કરું, શોક કરું, વિષાદ કરું તેનો શો અર્થ ! શ્રી વીર વિજયજી મ.સા. અંતરાય કર્મની પૂજાની ઢાળ રચતાં કહે છે :
બંધ સમયે ચિત્ત ચેતીયે રે, ઉદયે શો સંતાપ.” મારા જીવનગાળા દરમ્યાન ગુરુભગવંતોના સમીપમાં રહી એટલું તો નક્કી સમજ્યો છું કે આપણી ઇચ્છા અને અનુકૂળતા મુજબની ગુરુ-આજ્ઞાની પ્રાપ્તિ એ ગુરુ-કૃપા નથી, કારણ કે તે તો રતિ-અરતિરૂપ મોહની વાત છે. સાચી ગુરુ-કૃપા એટલે સાચા અર્થમાં ગુરુ-કૃપા તો “સાહૂ શરણે પવન્જામિ' વડે શરણાગત બની તેઓશ્રીના ચરણમાં બેસી અવાચ્ય, નિઃશબ્દ, મૌન વડે આપણા આત્માને પ્રાપ્ત અને વ્યાપ્ત થાય છે. આવી ગુરુકૃપાના નિમિત્તને આપણા શુદ્ધ ઉપાદાન સાથે જોડીએ તો મોક્ષ બે-ચાર ભવથી વધુ દૂર નથી. ગુરુતત્ત્વની અનોખી વિશિષ્ટતા બતાવતાં શ્લોક :
ધ્યાનમૂત્ત પુરોતિ , પૂનામૂiાં પુરોઃ ઘરમ્ |
મન્નપૂરાં પુર :, મોક્ષ મૂર્ત પુરો: પા: '' ઉત્તમ શિષ્યને ગુરુની મુખમુદ્રા એ ધ્યાનનો વિષય છે, ગુરુચરણો એ પૂજાને પાત્ર છે, ગુરુનું વચન એ મંત્રતુલ્ય છે અને ગુરુની કૃપા એ મોક્ષનું મૂળ છે.
- ગુરુ-ભગવંતોની યોગક્ષેમકારક વત્સલતા અને ઉત્તમ નિર્મળ નિસ્પૃહતાની વર્ષા વિનાની અહીંની જિંદગી મને પણ ખૂબ સાલે છે. મારા જીવનમાં આ અશુભોદય વેળાએ આપ જેવા ધર્મપ્રિય, ધર્માનુરાગી અને શ્રુત-આરાધક મહાનુભાવો મને આપના સંઘમાં અને બીજા સંઘોમાં વખતોવખત સ્વાધ્યાય કરાવવાની તક આપો છો, તેથી હું થોડોક આનંદ પામું છું. આનંદ એટલા જ માટે થાય છે કે આવી સ્વાધ્યાયની તકના પરિણામે મારાં કર્મોનો ક્ષયોપશમ થાય છે, કે જે મને અંતે ઉપકારી થાય છે, ઉપયોગી નીવડે છે.
પત્રાવલિ
Jain Education International 2010_03
૩૩૩ For Private & Personal Use Only
શ્રુતસરિતા www.jainelibrary.org