________________
દેશના બે ભાગ - આર્ય અને અનાર્ય. ‘આર્ય’ શબ્દની વ્યુત્પત્તિ ‘‘બારાત્ ચાત: સર્વદેવધર્મમ્ય કૃતિ આર્ય:’’ - સર્વ હેય - ત્યાજ્ય ધર્મો (કાર્યોથી) નીકળી ગયો છે તે આર્ય. આવા આર્યો જ્યાં રહે છે તે આર્ય દેશ. પરંતુ વર્તમાન વિશ્વની સ્થિતિ એટલી બદલાઈ ગઈ છે કે કયા દેશને આર્ય કે અનાર્ય કહેવો ! મુખ્ય રૂપે જે દેશમાં માંસાહાર, શરાબ, જુગાર, પરસ્ત્રીગમન, વેશ્યાગમન આદિ પાપો થાય વ્યાપક રૂપે થાય છે એ અનાર્ય દેશ. આમ તો, ભારતમાં પણ અનાર્ય આચારોની-દુરાચારોની વ્યાપક પશ્ચિમની અસર તો દેખાય છે. કવિરાજ અભયમુનિનું આ કાવ્ય કોને સંભળાવવું ? “આ ભાવ રત્નચિંતામણિ સરિખો, વારે વારે ન મળશે જી, ચેતી શકે તો ચેતજે જીવડા, આવો સમય નહિ મળશે જી.’’ આપ બધા કુશળ હશો.
છે
-
* *
પત્રાવલિ-૪૬
શ્રુતસરિતા
Jain Education International 2010_03
મોહનીય કર્મ નિવારણ પૂજા શા માટે ભણાવવી
લિ. આપનો ભાઈ, રજની શાહ
સોમવાર, તા. : ૨૨મી જાન્યુ., ૨૦૦૧ વીર સંવત ૨૫૨૭ને પોષ વદી ૧૩ (મેરુ તેરસ) શ્રી ઋષભદેવ પ્રભુ નિર્વાણ કલ્યાણક શુભ દિન
પરમ વ્હાલા ભાઈશ્રી, પ્રણામ - જય જિનેન્દ્ર - આપ શાતામાં હશો.
આપની ૨૫મી લગ્નતિથિના શુભ અવસરે ડીટ્રોઈટમાં પૂજા ભણાવવા-સમજાવવાની તક આપના પરિવારે મને આપી, તે બદલ આપના બંને લાડકવાયા બાળકોનો ખૂબ આભાર. આપ બંનેને મારી અને શ્રી દેવજીભાઈ દેઢીયાની ઉપસ્થિતિ આશ્ચર્યમાં ઉમેરો કરે તે સ્વાભાવિક છે. આપ બંનેની મારા પ્રત્યે પ્રીતિનું ઋણાનુબંધ જાણે પૂર્વભવનું હશે, તેમ લાગે છે.
મોહનીય કર્મ નિવારણ પૂજા અવસરે મોહનો ક્ષય, ઉપશમ કે ક્ષપોયશમ કરવાની ઘણી રીતો અને ઘણાં દૃષ્ટાંતો આપ્યાં હતાં. મોહ ક્દાચ દૂર ના થાય, પણ પાતળો તો કરવો જ પડે. આ માટે બે ભાવ (૧) ર્તાભાવ (ર) સાક્ષીભાવ સમજવા જેવો છે. ક્તભાવ સંસારનો વિભાગ છે, જ્યારે સાક્ષીભાવ સંસારની પેલે પાર લઈ જાય છે. સાક્ષીનો અર્થ જ એ કે વસ્તુની સાથેથી અલગ થઈ જવું. નાટક્ના અભિનેતાની માફક આપણે પણ ક્ર્મના માત્ર અભિનેતા બની જઈએ, તો ર્તાભાવ ખોવાઈ જાય છે, અને સાક્ષીભાવ ઉપલબ્ધ થાય છે. આત્મામાં રહેલા જ્ઞાનગુણ વડે જે જે વસ્તુ સામે આવે તેને સાક્ષીભાવ વડે જાણવી. દા.ત., દર્પણ. દર્પણનો ગુણ એ છે કે જે જે વસ્તુ સામે આવે તેનું પ્રતિબિંબ બતાવવું, પણ જેવી તે વસ્તુ સામેથી જતી રહે તે જ સમયે પ્રતિબિંબ પણ ગાયબ થઈ જાય. કેમેરા પણ પ્રતિબિંબ પકડે છે, પણ પકડી રાખે છે, દર્પણની માફક
૩૩૪
For Private & Personal Use Only
પત્રાવલિ
www.jainelibrary.org