________________
પ્રતિબિંબ છોડી દેતું નથી. આમ, કેમેરામાં કર્તાભાવ અને દર્પણમાં સાક્ષીભાવ સમજવો. સાક્ષીભાવમાં ‘હું' અને ‘મારું’ મોહરાજાના આ મંત્રો નિર્મિત નથી થતા. દર્પણ નિર્વિકારી છે, માટે જિનપૂજા પૂજા વેળાએ નિર્વિકારી પ્રભુનું મુખ નિર્વિકારી દર્પણ વડે આપણે નિહાળીએ છીએ.
ધર્મ આત્માનો પોતાનો સ્વભાવ છે. જ્ઞાન-દર્શન-સુખ-વીર્યમય આત્માનું યથાર્થ શ્રદ્ધાન. જ્ઞાનમાં જ સ્થિરતા, આ જ સ્વાત્માનુભાવ ધર્મ છે. રાગ-દ્વેષ-મોહના તીવ્ર પવનના ઝપાટાથી ઉપયોગ ચંચળ થાય છે, ત્યારે સ્વભાવ વિકારી બને છે. તે માટે રાગ-દ્વેષનો ત્યાગ કરી, આત્મામાં જ વિશ્રામ કરવાની સલાહ જ્ઞાની ભગવંતો આપે છે. આત્માના જ ઉપવનમાં રમણ કરો, વિરક્ત બનો, સમભાવી બનો.
રાગ-દ્વેષથી દૂર રહેવાનો એક સફળ અને સચોટ ઉપાય એ છે કે જગતને નિશ્ચયદૃષ્ટિથી જોવાની ટેવ પાડો. ધર્માસ્તિકાયાદિ છયે દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં દેખાશે. સર્વ જીવો પણ એક સમાન શુદ્ધ સ્વરૂપી દેખાશે. ધર્મમાં શ્રદ્ધા, ધર્મનું રક્ષણ અને ધર્મમાં સમર્પણ એટલે કે પરમાત્માના ચરણોમાં, સદ્ગુરુના શરણમાં અને અહિંસાદિની આરાધનામાં આપણે લાગી પડવું જોઈએ. મિથ્યાત્વ, અવિરતિ, ચોરી, પરસ્ત્રીગમન અને પરિગ્રહ - આ પાંચ આશ્રવોનાં વાદળો આ ભવ-વનમાં સદાય કાળ માટે વરસતા જ રહે છે. સમ્યગ્ જ્ઞાન અને સ્વ-પર પ્રકાશ છે, જ્યારે સંવર એ રોધક છે, અને તપ એ શોધક છે. માટે, સમ્યગ્ જ્ઞાન-સંવર અને તપ આ ત્રણેના સમાયોગને જિનશાસનમાં મોક્ષ કહેવામાં આવે છે. ત્રણ નદીઓના સંગમસ્થાન પ્રયાગમાં ત્રિવેણી કહેવાય છે, પણ એ તો દ્રવ્યત્રિવેણી છે, જ્યારે જ્ઞાન, સંવર અને તપ અને ભાવ-ત્રિવેણીમાં નિમજ્જન કરનાર ભાવશુદ્ધિને પામે છે અને ભાવશુદ્ધિ એ જ એક માત્ર મોક્ષનું પરમ અંગ છે.
પરમાત્માની શુદ્ધાત્મ સત્તાની સાથે આપણા ચૈતન્યની ધાતુનું સુભગ મિલન સત્વરે થાય તેવી શુભાકાંક્ષા સાથે
—
*
-
*
પત્રાવલિ-૪૭
શ્રી ગૌતમસ્વામીની વિશિષ્ટતા
લિ. આપનો ભાઈ, રજની શાહ
શુક્રવાર, તા. ૨જી, ફેબ્રુઆરી, ૨૦૦૧ વીર સંવત ૨૫૨૭ને મહા સુદ ૮
શ્રી અજિતનાથ પ્રભુ જન્મ કલ્યાણક શુભ દિન
પરમ આત્મસ્નેહી સ્વજનશ્રી, પ્રાણમ - જય જિનેન્દ્ર - આપ પરિવાર ક્ષેમકુશળ હશો. જૈનદર્શનમાં ચાર પ્રકારના ચક્ષુ ગણાવવામાં આવ્યા છે : ચામડાના ચક્ષુ - આપણને સૌને છે તે.
(૧) ચર્મચક્ષુ
પત્રાવલિ
Jain Education International 2010_03
૩૩૫
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org