________________
સંસારના જે જે પદાર્થો મનગમતા લાગે તેની સ્પૃહાને, ઝંખનાને, લાલસાને જ્ઞાની ભગવંતો લોભ” શબ્દથી ઓળખાવે છે.
લોભને આધીન જીવોના બાકીના ત્રણે કષાયો મજબૂત જ રહેવાના. સત્ય કથન છે કે ક્રોધ પ્રીતિનો નાશ કરે, માન વિનયનો નાશ કરે, માયા મૈત્રીનો નાશ કરે; જ્યારે લોભ એ સર્વનો વિનાશ કરે. આ લોભ આપણને સૌને ઇચ્છાઓ કરાવી કરાવીને દુઃખી દુઃખી કરાવે છે. દુનિયાના જીવોને નથી મળ્યું માટે દુઃખી છે, તેના કરતાં ય જેટલું મળે તેટલું ઓછું જ લાગે છે તેના કારણે વધુ દુઃખી છે. આવાને સુખી કોણ કરી શકે ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહે છે – સુચ્છા હું HTTPસક્ષમા કાંતીયા – ઇચ્છા આકાશ જેવી અનંત છે. – ગદા તાદો તદા તો – જેમ જેમ લાભ વધતો જાય, તેમ તેમ લોભ વધતો જાય છે.
લોભને નાથવા માટે મનને સાધવું પડે. મનને જે ગમે, તેમાં મન રમે. મનથી જ ભવભ્રમણ અને મનથી જ આત્મરમણ. તનથી મૃત્યુ પામીએ તો તન મળે અને મનથી મૃત્યુ પામીએ તો મુક્તિ મળે. આમ, મન એ વિકાસનું સાધન છે. મનનો ઉપયોગ ઇચ્છાઓ કરવામાં નહીં કરતાં, સવિચારમાં લગાડવું જોઈએ : (૧) જીવ વિચાર, પ્રકરણ, તત્ત્વાર્થ, કર્મગ્રંથ આદિ શાસ્ત્રોનો સંગીન બોધ. (૨) અરિહંત પ્રભુના ૩૪ અતિશય, વાસ સ્થાનક, સકલાહત, વગેરે, સ્તોત્રોમાં પ્રભુના વિશેષણો. (૩) સમ્યકત્વના ૬૭ બોલ, માર્ગાનુસારીના ૩૫ ગુણ, શ્રાવકના ૨૧ ગુણ, ભાવશ્રાવકના લક્ષણ. (૪) જીવનમાં જેટલાં તીર્થો, દેરાસરો, સાધુ ભગવંત, મહાસતીજી આદિનાં દર્શન કર્યા હોય તે
સર્વેને ક્રમસર મનમાં લાવી શકાય. (૫) ભરફેસરની સઝાયના ક્રમસર એકેક મહાપુરુષના જીવનના ખાસ પ્રસંગો મનમાં લાવવા. તત્વની અશ્રદ્ધા :
પૂ. શ્રી ઉમાસ્વાતિજી મહારાજ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં ફરમાવેલ છે કે - તા શ્રદ્ધાનું સારર્શનમ્ - તત્ત્વના અર્થની પારમાર્થિક, શ્રદ્ધા એ જ ખરું સમ્યગ્દર્શન છે. ‘તત્ત્વ' સંસ્કૃત ભાષાનો શબ્દ છે. ‘તતુ = તે તે જગતના પદાર્થો અને ‘વ’ = તેનાપણું, તેનું સ્વરૂપ, તેનું જાણવાપણું. તત્ત્વનો અર્થ થાય છે “જગતના પદાર્થોનું વાસ્તવિક સ્વરૂપ.”
સંસારની ટૂંકી વ્યાખ્યા છે : જીવ-અજીવનું મિશ્રણ. આત્મતત્ત્વ અને પુલતત્ત્વને જુદા પાડીને, મનથી જુદા પાડીને, આત્મા પોતાનો જે તે ભવ પસાર કરે તો કોઈ વાંધો નથી. ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજ “શ્રી શાન્ત સુધારસ'માં લખે છે – “પર : તે વિના, કોરિવા ન કૃતિ મળે” – પારકો જો અંદર ઘૂસે તો વિનાશ કર્યા વગર ન રહે – આવી જે લોકોક્તિ છે, તે ખોટી છે તેમ હું માનતો નથી.” ગુણમાં ઠેષ :
અનાદિકાળથી સંસારમાં ભટકી રહેલો આપણો આત્મા કર્મોનો ગુલામ બન્યો છે. તેથી તેનામાં કાકવૃત્તિ (કાગડાનો સ્વભાવ) પેદા થઈ છે. “પશુચિવિરા' કાગડાની માફક અશુચિમાં રુચિ ધરાવતા બન્યા છીએ. આત્મવિકાસમાં આ ગુણમાં રહેલો વેષ મોટામાં મોટી પછડાટ અપાવે છે. ગુણોના ગ્રાહક બની, ગુણની અનુમોદના કરતાં કરતાં ગુણાનુરાગી બનવું જોઈએ. ગુણોને પ્રાપ્ત કરવા માટેનું શ્રુતસરિતા
૯૩ આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org