________________
પ્રવેશદ્વાર “ગુણાનુરાગ” છે.
ઉદયભાવથી કરાતો ધર્મ સંસાર પરિભ્રમણનું કારણ બને છે, ત્યારે ક્ષયોપશમભાવથી કરાતો ધર્મ પાપનું નિવારણ, મોહનું મારણ અને ભવનું વારણ કરનારો બને છે. પ્રવૃત્તિથી બંધ અને વૃત્તિથી અનુબંધ પડે. પ્રભાવ દેખાડે તે બંધ અને સ્વભાવ ઘડે તે અનુબંધ. આત્માનું અજ્ઞાન :
બહિરાત્મા – જેને આત્માનો વિચાર સરખો ચ નથી આવતો. અંતરાત્મા – જેણે આત્માને બરોબર ઓળખી લીધો છે. મહાત્મા – જેણે આત્માને જ જિંદગી સોંપી દીધી છે. પરમાત્મા – જેણે આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે.
હું આત્મા છું, નિત્ય છું, કર્મનો કર્તા છું, કર્મનો ભોક્તા છું, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે – આ છ સ્થાનનું સતત સ્મરણ કરવું. આ સ્મરણ કરી કરીને આત્માનું ભાવન કરવું. આત્માની શ્રદ્ધા આત્માની ચિંતા કરાવ્યા વગર ન રહે. આ શરીરમાં હુંપણાનો ભાવ અને “મારાપણાનો ભાવ કાઢવો જોઈએ. મોહરાજાના આ જ બે મિત્ર છે.
પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે “બહિરાત્મા મટો અને અંતરાત્મા બનો.” અંતરાત્મા બનવું હોય તો આત્માને ઓળખો; આત્માના સ્વરૂપનું જ્ઞાન મેળવો અને આત્માના કલ્યાણ માટે પ્રયત્નશીલ બનો. આત્માની એવી અને એટલી ચિંતા કરો કે જેથી આપણો ધર્મ વાસ્તવિક ધર્મ બને અને આપણો સાંસારિક વ્યવહાર પણ વિવેકપૂર્વકનો બની રહે.
જિહાં લગે આત્મતત્ત્વનું, લક્ષણ નવિ જાણ્યું,
તિહાં લગે ગુણઠાણું ભલું, કિમ આવે તાણ્યું.” માત્ર જ્ઞાનાવરણીય કર્મનો જ નહીં, પણ સાથે સાથે મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ થાય તો જ પરમાત્માનો માર્ગ સમજાય. જ્ઞાન અને ક્રિયા તેમ જ નિશ્ચય અને વ્યવહાર - આ ઉભયથી જ મોક્ષ મળે. માટે તો કહે છે કે નિશ્ચય વગર તત્ત્વ નહીં અને વ્યવહાર વગર તીર્થ નહીં. નિશ્ચયને પમાડી આપે તે વ્યવહાર જ “ધર્મ' તરીકે મનાય છે.
વિશ્વમાં રહેલા સર્વ પદાર્થોને જેવી રીતે છે તેવી રીતે બરોબર જે જાણે છે અને જુએ છે, તે વ્યાકુલતા વિનાના અને ગુણી આત્માને શુદ્ધ સ્વરૂપ કહેવામાં આવે છે. મહાત્મા ઃ
અંતરાત્મા કરતાં ય આગળ તે મહાત્મા. દુનિયાના તમામ સદાચારોનો સમાવેશ થઈ જાય છે; એક પણ દુરાચારને સ્થાન નથી, દુનિયાના કોઈ પણ કાયદા જ્યાં બંધનકર્તા બની શકતા નથી, દુનિયા આખી જેને નમસ્કાર કરે છે, દુનિયામાં જેની તુલના કરી શકાય એવી કોઈ જીવનપદ્ધતિ જ નથી, જેની આરાધના એ દુનિયાની સલામતિનો આધાર છે, એવી છે સર્વજ્ઞ શ્રી વીતરાગ પરમાત્માએ દર્શાવેલી “દીક્ષા'. નિર્ભય, નિશ્ચિત, નિષ્પાપ અને નિર્દોષ જીવનાર જૈનશાસનના શણગાર સમા સાધુ ભગવંત આ સમગ્ર જગતની અનોખી અને અનુપમ અજાયબી છે. સાધુ થવાની શક્તિ મેળવવાનો પ્રયાસ તેનું નામ શ્રાવક્વણું છે.
આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા
૯૪ For Private & Personal Use Only
શ્રુતસરિતા
Jain Education International 2010_03
www.jainelibrary.org