________________
ક્રોધમાં છે. જ્ઞાનીઓએ ક્રોધને અનેક ઉપમાઓ આપી છે - નાગ જેવો વિષમય, આગ જેવો દાહક, ચંડાલ જેવો હલકો, પિશાચ જેવો વિકરાળ, તાવ જેવો શક્તિસંહારક, અત્યંતર અશુચિ, મહાન આંતર રિપુ, કષાયોનો લોકનેતા વગેરે. ક્રોધના આવેશ સમયે મગજની સ્થિરતા ગુમાવીને પાગલપનના પટાંગણમાં વ્યક્તિ પ્રવેશે છે. ડહાપણનો દરિયો ક્ષણભર આવરણોથી ઢંકાઈ જાય છે. ક્રોધ એટલે આત્મભૂમિ પર સર્જાતો કેટલીક ક્ષણોનો મહાપ્રલય.
કષાયમુક્તિ એ જ સાચી મુક્તિ છે અને “ક્ષમા” એ જ મહાશસ્ત્ર છે ક્રોધને કાબૂમાં લેવાના ઉપાયો : (૧) ક્રોધના સંયોગ આવે ત્યારે ય ક્રોધ ન થઈ જાય, તે માટે જાત ઉપર જાપતો ગોઠવવો. (૨) કદાચ ક્રોધ થઈ જાય તો મનમાં ખૂબ પશ્ચાત્તાપ કરવો. (૩) નિમિત્તોને નિષ્ફળ બનાવવાનો સંકલ્પ કરવો. (૪) જયારે ક્રોધના કોઈ સંયોગો ન હોય, ત્યારે નિરાંતની પળમાં “ક્રોધનાં ફળ કડવાં' વિષયક
ચિંતન કરવું. (૫) ક્રોધ કરવો એ મોહની આજ્ઞા છે, ક્ષમા રાખવી એ જિનની આજ્ઞા છે. માનનું કરો અપમાન :
જ્ઞાની ભગવંતો કહે છે કે મોહના બે પ્રકાર છે - રાગ અને દ્વેષ. તેમાં ક્રોધ અને માન દ્વેષના પ્રકારો છે, અને માયા અને લોભ એ રાગના પ્રકારો છે. બીજી અપેક્ષાએ, લોભ (ઇચ્છા) એ સર્વ કષાયોનું મૂળ છે. જીવ પ્રથમ કોઈ પદાર્થ માટેની ઇચ્છા (લાભ) કરે; પછી તેને પ્રાપ્ત કરવા “માયા” કરે; તેમાં સફળ થાય તો “માન” કરે અને નિષ્ફળ થાય તો “ક્રોધ' કરે.
બહિરાભા – તનમાં અવિવેક અને મનમાં અવિવેક અંતરાત્મા – તનમાં અવિવેક અને મનમાં વિવેક મહાત્મા – તનમાં વિવેક અને મનમાં વિવેક પરમાત્મા – તનથી મુક્ત અને મનથી મુક્ત
આઠ પ્રકારના મદ (જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ અને શ્રુત)થી વેગળા રહેવું. આ આઠે પ્રકારમાંથી જે જે મદ સેવ્યો હોય, તે તે વસ્તુ આપણને પરભવમાં હનરૂપે મળે છે. માયાની છાયા છોડો :
ક્રોધ-માન અને લોભ એ પ્રગટ કષાય છે, પણ માયા એ તો પ્રચ્છન્ન કષાય છે, છૂપો દોષ છે. મુહપત્તિના બોલમાં “માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું” આવે છે. બીજા કોઈ કષાયને જ્ઞાનીએ શલ્ય નથી કહ્યો. આનો સ્પષ્ટ અર્થ એ જ છે કે માયાની ભયંકરતા સૌને ટપી જાય તેવી છે; એટલે કે અનુબંધ અશુભ પાડવાની ભયંકર તાકાત ધરાવે છે. માયાની પ્રતિપક્ષે આત્માનો ગુણ “સરળતા” છે. સરળતા તે તમામ આરાધનાની સફળતા છે. શાસ્ત્રમાં સ્પષ્ટ વિધાન છે કે સરળ આત્મા જ આત્મશુદ્ધિ સાધી શકે છે; સરળ આત્માને જ ધર્મ હોઈ શકે છે; સરળ આત્મા જ નિર્વાણપદને પામે છે.
માયાનું સેવન કરનાર વ્યક્તિને તિર્યંચગતિનું આયુષ્ય બંધાય, સ્ત્રીવેદ બંધાય અને અનેક અશુભ નામકર્મની પ્રકૃતિઓ બંધાય. લોભને કહો થોભ :
અજ્ઞાનથી અંધ અને મોહથી મૂઢ બનેલા આત્માને ભૌતિક પદાર્થોમાં જ સુખનાં દર્શન થાય છે. આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા ૯૨
શ્રુતસરિતા Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org