________________
९ लज्जालुओ १० दयालू, ११ मज्झत्थो-सोमदिठ्ठी १२ गुणरागी ।
१३ सक्कह १४ सुपक्खजुत्तो, १५ सुदीह दंसी १६ विसेसण्णू ।। १७ बुड्डाणुगो १८ विणीओ, १९ कयण्णुओ २० परहि अत्थकारी अ ।
તદ ઘેર ૨૧ બ્રાદ્ધત્તવલ્લો, રૂાવસાëિ ગંગુતો liણા (ધર્મરત્ન પ્રકરણ) ૧. અક્ષદ્ર-ઉદાર આશયનો (ગંભીર ચિત્તવાળો હોય છતાં તુચ્છ સ્વભાવ ન હોય એવો) ૨. રૂપવાન (દેખાવડો) પાંચે ઇન્દ્રિયોથી સંપૂર્ણ, (બોબડો, લૂલો, પાંગળો ન હોય એવો) ૩. પ્રકૃતિસૌમ્ય-સ્વભાવથી જ શાંત અને પાપકર્મથી દૂર રહેનારો તથા સેવકવર્ગને સુખે સેવવા
યોગ્ય) હોય (પણ ક્રૂર સ્વભાવ ન હોય). ૪. લોકપ્રિય-દાન, શિયળ, ન્યાય, વિનય અને વિવેકાદિથી યુક્ત હોવાને કારણે લોકમાં પ્રિય. ૫. અક્રૂર-અક્લિષ્ટચિત્ત, અદેખાઈ આદિથી રહિત હોય એવો. અર્થાત્ કોઈની નિંદા નહિ કરનારો. ૬. ભીરુ-પાપથી, લોકનિંદાથી, તેમ જ અપયશથી ડરતો રહે એવો. ૭. અશઠ-કપટી ન હોય તેવો. (પારકાને ઠગે નહીં તે) ૮. સદાક્ષિણ્ય-પ્રાર્થનામંગથી ભીરુ, શરણે આવ્યાને હિત વત્સલ. ૯. લજ્જાળુ-અકાર્યવર્જક, (અકાર્ય-ન કરવા જેવું કાર્ય કરતાં પહેલાં જ ડરે. ૧૦. દયાળુ-સર્વ પર કૃપાવંત. ૧૧. માધ્યસ્થ-રાગ-દ્વેષ રહિત અથવા સૌમ્યદૃષ્ટિ. પોતાનાં કે પારકાંનો વિચાર કર્યા વગર ન્યાય
માર્ગમાં સર્વનું હિત કરનાર, યથાર્થ તત્ત્વના જાણપણાથી એક ઉપર રાગ તેમ બીજા ઉપર દ્વેષ
રાખે નહીં, માટે માધ્યસ્થ ગણાય છે; માધ્યસ્થ અને સૌમ્યદેષ્ટિ એ બન્ને એક ગુણ છે. ૧૨. ગુણરાગી-ગુણવંતનો જ પક્ષ કરે અને અવગુણીની ઉપેક્ષા કરે. ૧૩. સત્કથ-સત્યવાદી અથવા ધર્મસંબંધી (ઉચિત) જ કથા (વાર્તા)નો પ્રિય. ૧૪. સુપક્ષયુકત-ન્યાયનો જ પક્ષપાતી અથવા સુશીલ, અનુકૂળ અને સભ્ય સમુદાયવંત
(સુપરિવારયુક્ત). ૧૫. સુદીર્ઘદર્શી-સર્વ કાર્યોમાં લાંબો વિચાર કરી, લાભાલાભ સમજી શકે. (બહુ લાભ અને અલ્પ
લેશવાળા કાર્યનો કત). ૧૬. વિશેષજ્ઞ-તત્ત્વના અભિપ્રાયનો જાણકાર (પક્ષપાતરહિત હોવાથી ગુણ-દોષનું અંતર સમજી શકે). ૧૭. વૃદ્ધાનુગત-વૃદ્ધોને અનુસરનાર (આચારવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, વયોવૃદ્ધ એ ત્રણે વૃદ્ધોની શૈલી (પરંપરા)
પ્રમાણે પ્રવર્તનાર). ૧૮. વિનીત-ગુણીનું બહુમાન કરનાર. ૧૯. કૃપજ્ઞ-કર્યા ગુણને (ઉપકારને) નહીં ભૂલનાર. ૨૦. પરહિતાર્યકારી-નિઃસ્પૃહપણે પારકાના હિતનો કર્તા. ૨૧. લબ્ધલ-ધર્માદિ કૃત્યોમાં સંપૂર્ણ અભ્યાસ કરેલા પુરુષોના પરિચયવાળો સર્વ ધર્મ કાર્યમાં
સાવધાન હોય. (પોતાનું લક્ષ્ય (ધ્યેય) નક્કી કરનાર.)
શ્રાવક ધર્મ Jain Education International 2010_03
૧૮૬ For Private & Personal Use Only
Use Only
શ્રુતસરિતા www.jainelibrary.org