________________
પ્રબંધ-૧૦
ભાવશ્રાવકના ભાવગત ૧૭ લક્ષણો
જૈનશાસનના મહાન જ્યોર્તિધર વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યપાદ આચાર્યદેવશ્રી શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સુવિનીત શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક શ્રી વિજય નયવર્ધનસૂરિજીએ પરમર્ષિ શ્રી વિજય શાંતિસૂરિજી સ્વરચિત ‘ધર્મરત્ન પ્રકરણ ગ્રંથ’માં દર્શાવેલ ‘ભાવશ્રાવકના ભાવગત ૧૭ લક્ષણો’ વિષય ઉપર પ્રભાવક અને મનનીય પ્રવચનો આપેલ.
મંગલાચરણ :
"सदोत्तमात्मभावेन भववासेऽपि ये स्थिताः ।
कृर्वन्त्याराधनां भावश्रावकत्वमिदं मतम् ॥”
“સંસારવાસમાં પણ (છોડવા જેવી પ્રવૃત્તિ કરતી વખતે પણ) જેઓ સદા ઉત્તમ એવા આત્મ ભાવોમાં સ્થિર હોય અને કરવા લાયક પ્રવૃત્તિ જેઓ અવશ્ય કરે છે તેઓમાં ભાવશ્રાવકપણું માનેલું છે.’
પ્રસ્તાવના :
સુવિહિત શિરોમણિ શાસ્ત્રકાર આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કે પરમાત્માનો ધર્મ સૂક્ષ્મ બુદ્ધિથી જ આરાધી શકાય. સૂક્ષ્મ બુદ્ધિના અભાવમાં આરાધના કરતો આત્મા ક્યારેક એની આરાધના દ્વારા જ ધર્મને વ્યાઘાત પહોંચાડી બેસે છે. સૂક્ષ્મ બુદ્ધિથી જ આરાધી શકાય-સમજી શકાય એવો પરમાત્માનો ધર્મ સૌકોઈને સરળતાથી અને સરસતાથી સમજાય તેવી તત્ત્વની હૃદયંગમ રજૂઆત આ વિષયની છે. પરમર્ષિશ્રી શાંતિસૂરીશ્વરજી મ.સા. સ્વરચિત ‘શ્રી ધર્મરત્ન પ્રકરણ’ નામના ગ્રંથમાં સૌથી પહેલાં ધર્મની આરાધના કરવા ઉદ્યત બનેલા આત્માની લાયકાતના ૨૧ ગુણોનું વર્ણન કરે છે. (૨૧ ગુણો : અક્ષુદ્, રૂપવાન, સૌમ્ય પ્રકૃતિ, લોકપ્રિય, અક્રૂર, ભીરુ, અશઠ, દાક્ષિણ્યતા, લજ્જાળુ, દયાળુ, મધ્યસ્થ, ગુણરાગી, સત્કથક, સહાયકયુત, દીર્ઘદર્શી, વિશેષજ્ઞ, વૃદ્ધાનુગત, વિનયવંત, કૃતજ્ઞ, પરહિતકારી અને લબ્ધલક્ષી). ત્યાર પછી તે શ્રાવકની ક્રિયામાં-પ્રવૃત્તિમાં કેવું કેવું પરિવર્તન આવે છે. તે જણાવતાં ક્રિયાગત છ લક્ષણો (વ્રતધારી, શીલવંત, ગુણવંત સરળ સ્વભાવી, ગુરુસેવક અને શાસ્ત્રનિપુણ) સમજાવે છે. ત્યાર બાદ, ધર્મની ક્રિયા કરનાર, આવા શ્રાવકનું ભાવવિશ્વ કેવું હોય તે દર્શાવતાં ભાવશ્રાવકના ભાગવત ૧૭ લક્ષણોનું વ્યવસ્થિત વર્ણન કરે છે.
‘ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન;
ભાવે જિનવર પૂજીએ, ભાવે કેવળજ્ઞાન.”
જ્ઞાની ભગવંતો કહે છે કે જો તમે શ્રાવક હો, તો ભાવશ્રાવક બનજો. જો તમારામાં સમ્યક્ત્વ હોય તો તેને ભાવ સમ્યક્ત્વ બનાવજો. જો ભાવધર્મ નથી અથવા ભાવધર્મ લાવવાનો ભાવ પણ નથી, તો ગમે તેટલી કરાતી ક્રિયા સંસારનો અંત લાવી શકશે નહીં. આત્મા ઉપર અનાદિ કાળથી પડેલી મોહની સત્તાને જ્યાં સુધી દૂર ના કરીએ ત્યાં સુધી ભાવધર્મ પેદા થઈ શકતો નથી. જે ભાવથી યુકત છે તે બધા
ભાવશ્રાવકના ભાવગત ૧૭ લક્ષણો
www.jainelibrary.org
શ્રુતસરિતા
Jain education International 2010_03
૧૮૭
For Private & Personal Use Only