________________
પ્રબંધ-૧૪ 'આઠ મદનું આક્રમણ અને સંક્રમણ
અભિમાનના આઠ પ્રકાર-અપાય-ઉપાય (જાતિ, કુળ, રૂપ, બળ, લાભ, બુદ્ધિ, લોકપ્રિય, શ્રુતજ્ઞાન)
શ્રેષ્ઠ પૂર્વધર અને મહાન શ્રતધર શ્રી ઉમાસ્વાતિજી રચિત ‘પ્રશમરતિ' ગ્રંથ ઉપર સ્વ. પ.પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરિજીના વિવેચનમાંથી સાભાર.
પ્રશમરસના મહાયોગી યુગપ્રધાન આચાર્યશ્રી ઉમાસ્વાતિજી (વીર નિર્વાણ પછી ૪૭૧ વર્ષ) વિરચિત ‘પ્રશમરતિ ગ્રંથનું મંગલાચરણ.
नामे गाधा सिद्धार्थ राजसूनुचरमाश्चरमदे हाः । पंचनवदश च दशविधधर्मविधिविदो जयन्ति जिनाः ॥१॥ जातिकु लरुपबललाभबुद्धि चाल्लभ्यक शुतमदान्धाः ।
क्लीबाः परत्र चेह च हितमप्यर्थ न पश्यन्ति ॥८॥ અર્થ : (૧) ચરમશરીરી અને દસ પ્રકારના યતિધર્મને જાણનારા નાભિપુત્ર શ્રી આદિનાથ જેમાં
પ્રથમ છે અને સિદ્ધાર્થપુત્ર શ્રી મહાવીર સ્વામી અંતિમ છે, તેવા પાંચ+નવ+દશ(=૨૪)
જિનેશ્વર ભગવંતો જય પામે છે. (20) જાતિ, કુળ, રૂપ, બળ, લાભ, બુધ્ધિ લોકપ્રિયતા અને શ્રુતજ્ઞાનના મદથી આંધળા
અને નિ:સત્ત્વ આ ભવમાં કે પરભવમાં અપકારી એવા અર્થને જોતા નથી. બહુશ્રુત આચાર્ય ભગવંતે મંગલાચરણ કરતાં કુશળતાપૂર્વક રાગ-દ્વેષ ઉપર વિજયી બનવાના અણમોલ ઉપાયોનો ગભિત નિર્દેશ કરી દીધો છે, પ+૯+૧૦=૨૪ના સંખ્યાવાચક અંકમાંથી એ ઉપાયો જડી જાય છે : પાંચ - અણુવ્રતમય/મહાવ્રતમય જીવન -
પાંચ અણુવ્રત (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત (૪) સ્વદારા સંતોષ-પરદારા વિરમણ વ્રત (૫) પરિગ્રહ
પરિમાણ વ્રત. નવી નવપદનું સમ્યગુ આરાધન -
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ. દસ- દસ શ્રમણ ધર્મનું યથાર્થ પાલન.
ક્ષમા, મૃદુતા, નમ્રતા, નિર્લોભ, તપ, સંયમ, સત્ય, શોચ (પવિત્રતા) અકિંચન્ય (મમત્વરહિત) અને બ્રહ્મચર્ય.
આઠ મદનું આક્રમણ અને સંક્રમણ
૧૪૪ For Private & Personal Use Only
શ્રુતસરિતા
Jain Education International 2010_03
www.jainelibrary.org