________________
કરવા જેવી નથી.
દાન જ્યારે ઉત્સાહથી અપાય છે, ત્યારે બમણું અપાય છે. દાનના ફળની ટકાવારી આપણી કલ્પના બહાર વધી જાય છે. શાલીભદ્રજીના પૂર્વભવમાં તેઓએ કરેલ ખીરનું દાન, ચંદનબાળાજીએ કરેલ બાકુળાનું દાન, રેવતીજી શ્રાવિકાનું દાન, વગે૨ે ઉત્સાહપૂર્વક કરેલ દાનનાં શ્રેષ્ઠ ઉદાહરણ છે. દાન કરતાં આંખમાંથી હર્ષનાં આંસુ વહેવા લાગે, શરીર રોમાંચિત થઈ જાય, અંતરમાં બહુમાનભાવ હોય, પ્રિય વચન નીકળતાં હોય, અને અંતરમાં અનુમોદના ચાલતી હોય - આ પાંચ દાનનાં ભૂષણ છે. આદર વિના આપવું, વિલંબ કરીને આપવું, વિમુખ બનીને આપવું, અપ્રિય વચન બોલીને આપવું અને આપ્યા પછી પસ્તાવું - આ પાંચ દાનનાં દૂષણ છે.
આમ, સુપાત્રદાનના ભોગે અનુકંપાદાનનું મહત્ત્વ વધારવું, તે વિચાર માત્ર પણ મહાપાપ છે. તેથી લોકસંજ્ઞાથી પણ તેમાં તણાવું નહીં, અને અમૂઢ બનવું, વિચક્ષણ બનવું. અનુકંપામાં દયાપાત્ર દીન, દુઃખી, ગરીબ આવે છે. એ લોકો કંઈ સદ્ગુણી નથી. લૂલા-લંગડા-દુઃખી જીવો છે. ગુણિયલ અને ગુણહીનનો ભેદ વિચારો. ગુણ એ જ ધર્મ છે. ગુણપ્રાપ્તિથી જ ધર્મનો પ્રારંભ થાય છે. પરાકાષ્ઠાના ગુણો પરમાત્મામાં જ છે. તેથી બધા આત્માને સરખા ના માનવા જોઈએ. દયાપાત્રને ભક્તિપાત્ર નથી માનવાના અને ભક્તિપાત્રને દયાપાત્ર નથી માનવાના. જૈનદર્શનમાં ‘સબ સમાન'નો ભાવ નથી.
દાન, શીલ, તપ આદિ ધર્મમાં જો પ્રાણરૂપ કાંઈ હોય તો તે ભાવધર્મ છે. જયાં સુધી ભાવનો વિવેક ન પ્રગટે ત્યાં સુધી તે જીવ ધર્મના વિશિષ્ટ લાભ મેળવી શકતો નથી. દાનધર્મ લોકોત્તર ભાવ સાથે આપણે કરવો જોઈએ.
ઉપસંહાર :
પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ ‘દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા’ (બત્રીશ બત્રીશી)માં દાનબત્રીશીમાં સુપાત્રદાનને સર્વશ્રેષ્ઠ, સર્વોપરિ અને સર્વોચ્ચ બતાવ્યું છે, અને સુપાત્રદાનને મોક્ષપ્રાપ્તિના સાધનરૂપ પુણ્યાનુબંધી પુણ્ય અને સકામનિર્જરારૂપ ગણાવ્યું છે. દાનબત્રીશીનો ૩૨મો શ્લોક : इत्थं दानविधिज्ञाता धीरः पुण्यप्रभावक : 1 यथाशक्ति ददद् दानं परमानन्दभाग् भवेत् ॥१-३२।।
અર્થ : દાન આપવાની વિધિના જ્ઞાતા અને ધર્મની પ્રભાવના કરનારા એવા ધીર આત્માઓ પોતાની શક્તિનું અતિક્રમણ કર્યા વિના સુપાત્રદાન આપવા વડે પરમાનંદના ભાજન બને છે.
ગમે તે દાન હોય, પરંતુ તે વિધિપૂર્વક જ કરવું જોઈએ. પાત્રાપાત્રનો વિવેક, આદર, સત્કાર, સન્માન, ત્યાગની વૃત્તિ, આ લોકાદિના ફળની અનપેક્ષા, તરવાની ભાવના, ન્યાય સમ્પન્ન વિભવાદિ વગેરે દાનવિધિનાં અંગો છે.
નિશ્ચય અને વ્યવહાર નયની પરિણતિ અને પ્રવૃત્તિ દ્વારા પરમ પુણ્યોદયે પ્રાપ્ત થયેલી સર્વ સામગ્રીનો પૂર્ણપણે ઉપયોગ કરી દાનધર્મની આરાધના દ્વારા આપણે સૌ વહેલામાં વહેલા પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા.
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૧૪૩
For Private & Personal Use Only
દાનધર્મ
www.jainelibrary.org