________________
છ આગારો : મુશ્કેલ પરિસ્થિતિમાં સામાન્ય જીવો વડે લેવાતી છૂટ અભિયોગ. (૧) રાજાભિયોગ : રાજાના દુરાગ્રહથી કે પરવશતાથી પ્રતિજ્ઞાબધ્ધ છતાં છૂટ લેવી પડે. (૨) ગણાભિયોગ : સ્વજન કે જનસમૂહનાં આગ્રહથી કોઈ દોષયુક્ત પ્રવૃત્તિ કરવી પડે. (૩) બલાભિયોગ : બળવાનનાં આગ્રહથી નિરૂપાય થઈને દોષિત વિધિ કરવી પડે.
(૪) દેવાધિયોગ : હલકા દેવ-દેવીનાં ઉપસર્ગને ટાળવા, પ્રાણાંત સંકટ ટાળવા વંદનાદિ વિધિ કરવી પડે. (૫) કાંતર વૃત્તિ : કષ્ટ આવે તે કાંતરવૃત્તિ જંગલમાં કે કુટુંબાદિનાં નિર્વાહમાં કંઈ પીડાકારી પ્રસંગ આવે.
(૬) ગુરૂનિગ્રહ : ગુરુ આજ્ઞાને આધિન થઈને કંઈ વર્તન કરવું પડે. છ ભાવનાઓ : સમકિત ને ભાવન કરવાની ભાવનાઓ.
(૧) મૂલ : સમકિત ધર્મવૃક્ષનું મૂળ છે તે મોક્ષરૂપ ફળ આપે છે.
(૨) દ્વાર : ધર્મરૂપનગરમાં સમકિત દ્વારા વિના પ્રવેશ મળતો નથી.
(૩) પીઠીકા : (પાયો) સમકિત રૂપ પાયા પર ધર્મરૂપછી મહેલ સ્થિર રહે છે તેવી ભાવના કરવી.
(૪) આધાર : જીવનો સ્વભાવ ધર્મ સમકિત વગર ધારણ થઈ શકે નહિ.
(૫) ભાજન : પાત્ર સકિતરૂપ ભાજન વગર શુધ્ધ ધર્મરસ પ્રાપ્ત ન થાય. (૬) નિધિ : ભંડાર સમકિતરૂપ નિધિ વગર ચારિત્રરત્ન પ્રાપ્ત ન થાય.
છ સ્થાન :
(૧) આત્મા છે. (૨) આત્મા નિત્ય છે. (૩) આત્મા કર્તા છે. (૪) આત્મા ભોક્તા છે. (૫) મોક્ષ છે. (૬) મોક્ષનો ઉપાય છે.
(૧) આત્મા છે : આત્મા ચૈતન્યગુણથી પ્રત્યક્ષ છે. અનન્ય અને અદ્ભૂત એનું સામર્થ્ય છે. તેનાં સ્વીકારથી જીવનું સમકિત શુધ્ધ થાય.
(૨) આત્મા નિત્ય છે : જ્ઞાનાદિ ગુણો સહભાવી ધર્મવાળા હોવાથી ગુણોનો કે ગુણીનો કયારેય નાશ થતો નથી તે શાશ્વત તત્વ છે નિત્ય છે.
(૩) આત્મા કર્તા છે ઃ અશુધ્ધ ઉપયોગ રૂપ વિભાવદશામાં આત્મા કર્મનો કર્તા બને છે. સ્વભાવથી સ્વરૂપના આનંદ-સુખનો કર્તા ભોક્તા છે.
આત્મા રાગાદિ વિભાવથી ભાવકર્મનો કર્તા બને છે, જ્ઞાનાવરણ આદિ કર્મના ઉદયથી દ્રવ્યકર્મનો કર્તા બને છે. અને શરીરાદિનાં અધ્યાસથી નોકર્મનો કર્તા બને છે.
(૪) આત્મા ભોકતા છે : આત્માએ પોતાના અજ્ઞાનથી જે કર્મો ગ્રહણ કર્યા તે તેને ભોગવવા પડે તેનું સામ્રાજયજડ હોવા છતાં સ્વત : પરિણમન અદ્ભૂત રીતે કામ કરે છે. તેથી આત્મા કર્મોનો ભોક્તા થઈ સુખ દુઃખને ભોગવે છે.
(૫) મોક્ષ છે ઃ આત્મા અને પરમાત્મા ભિન્ન નથી અદ્વૈત છે દરેક પદાર્થોનો સ્વભાવિક ગુણનો અભાવ ન થાય તેનાં પર આવરણ આવે. રાગાદિનો નાશ થતાં આત્મા મોક્ષસ્વરૂપે પ્રગટ થાય છે.
શ્રુતસરિતા
www.jainelibrary.org
સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગ્દર્શન
Jain Education International 2010_03
૧૧૦
For Private & Personal Use Only