________________
(ડી) નિર્વેદની : જે ઉપદેશથી જીવને સંસાર બંધનરૂપ લાગે. (૩) વાદી : સત્યધર્મના નિર્ણય માટે વિવેકપૂર્વક ધર્મવાદ કરવો જેથી પ્રતિવાદી ધર્મ પામે. (૪) નિમિત્તક : ભૂત, ભાવિ અને વર્તમાનકાલીન ભાવોને સ્વ-પર શ્રેય માટે પ્રવૃત્તિ કરે. (૫) તપસ્વી : તપ દ્વારા પ્રભાવના કરનાર. (૬) વિદ્યાવાન : અનેકવિધ વિદ્યાઓની સિધ્ધિવાળા પણ તેનો પૌદગલિક ઉપયોગ કરતા નથી. (૭) સિધ્ધ : (સિધ્ધિ પ્રાપ્ત પ્રભાવક)
દુષ્કર કાર્યો સિધ્ધ કરે. જો પ્રશંસા, પ્રચાર કે સ્વાર્થ જનિત હોય તો ત્યાજય છે. (૮) કવિ : વિશિષ્ટ રચના અને મર્મવાળા ગદ્ય-પદ્ય-કાવ્યો રચે જેનાથી રાજા-મહારાજાઓ ધર્મનો
બોધ પામતા હતા. પાંચ ભૂષણ : જેનદર્શનમાં કુશળપણું (૧) જિનશાસનમાં કૌશલ્ય (૨) પ્રભાવના (૩) તીર્થ સેવા (૪) સ્થિરતા (૫) ભક્તિ (૧) જિન શાસનમાં કૌશલ્ય : અનેક અપેક્ષાવાળા વચનોને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના પુરુષાર્થને
આશ્રીને યોગ્ય વ્યવહાર કરે તે ભૂષણ છે. (૨) પ્રભાવના : પ્રભાવના એ ભૂષણરૂપ હોવાથી તેનું પુનઃ નિરૂપણ કર્યું છે. (૩) તીર્થ સેવા બે પ્રકારે છે. (એ) દ્રવ્યતીર્થક જિનેશ્વરોનાં જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, મોક્ષ થયા હોય તે તે દ્રવ્ય તીર્થોની શુધ્ધિ
જાળવવી. તેનો નિર્વાહ કરવો. (બી) ભાવતીર્થ : શ્રી ગણધર, અરિહંતો, તીર્થકરો વ. ભાવ તીર્થ છે તેનો વિનય કરવો તે ભાવતીર્થ
સેવા છે. (૪) સ્થિરતા : સાધર્મીને સ્વધર્મમાં સ્થિર કરવા સહાય કરવી અને આત્મ નિશ્ચયમાં સ્થિરતા કરવી. (૫) ભક્તિ : શ્રી જિન પ્રવચનો, સંઘ, ગુરૂ આદિની ભક્તિ દ્વારા પોતાનામાં ગુણનો સંચય થાય છે
અને અવસરે સંસારથી છૂટી આત્માના શુધ્ધ માર્ગમાં પ્રવેશ થાય છે. પાંચ લક્ષણો : છ જયણા : ઉપયોગ વિવેકની જાગૃતિવાળો આચાર.
અન્ય દર્શનીઓ, અન્ય મતવાળા સર્વેને વંદન, નમન, આલાપ-સંલાપ, ન કરવા કે દાન પ્રદાન
ન કરવું તે સ્વધર્મ વિવેક છે. (૧) વંદન : પંચાંગ પ્રણામ (૨) નમનઃ સન્માન કરવું (૩) આલાપ : વારંવાર વાર્તાલાપ કરવો (૪)
સંલાપ : આલાપને કારણે પરિચય વધવો. (૫) દાન : આહારાદિ આપવા (૬) પ્રદાન : વિનય વૈયાવચ્ચ કરવા. આ પ્રકારોનું સેવન કરવાથી ક્ષયોપશમ સમક્તિને દોષ લાગે છે તેને નિર્મળ રાખવા આ
આચાર છે. શ્રુતસરિતા
૧૦૯ સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગુદર્શન
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org