________________
(૩) પ્રશંસા: તે સ્થાનકોની પ્રીતિપૂર્વક પ્રશંસા કરવી. (૪) નિંદા પરિહારઃ જાણે અજાણે તેમનો અપલાપ ન કરવો. (૫) આશાતનાનો ત્યાગ : દેવની ૮૪ અને ગુરૂની ૩૩ આશાતનાનો ત્યાગ કરવો.
ત્રણ શુધ્ધિ :
(૧) જિનમત (૨) જિનવચન (૩) જિનપ્રવચન (શ્રીસંધ) (૧) જિનમત : સર્વજ્ઞ પરમાત્માએ કહેલા જીવાજીવાદિ તત્વોને સ્થાદાવાદશૈલીએ યથાર્થ માનનાર. (૨) જિન: વીતરાગદેવ પ્રત્યે અનન્ય શ્રધ્ધા હોય છે કારણકે શુધ્ધ માર્ગના ઉપદેખા તીર્થકર દેવ તેને
સારભૂત લાગે છે. (૩) શ્રીસંઘ : સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘમાં આદરવાળો હોય. પાંચ દૂષણ : (૧) શંકા (૨) કાંક્ષા (અભિલાષા) (૩) વિચિકિત્સા સંદેહરૂપ (૪) કુશલ પ્રશંસા (૫) મિથ્યાદર્શાનીનો
પરિચય. (૧) શંકા સર્વજ્ઞનાં વચનમાં શંકાથવાથી સમકિતને દૂષણ લાગે છે શ્રધ્ધા ન થવી તે મિથ્યાદ્રષ્ટિનું
લક્ષણ છે. (૨) કાંક્ષા : પરલોકના સુખની આકાંક્ષા થવી કે ધર્મના ફળરૂપે ભૌતિક સુખોની આકાંક્ષા થવી તે
દોષ છે. તે મનને વ્યાકૂળ કરનાર છે. (૩) વિચિકિત્સા શંકા થી ભગવંતનાં વચનમાંથી શ્રધ્ધા ઘટે ત્યારે તે દૂષણ રૂપ છે. મનમાં મલિનતા
હોય છે. ત્યાં સુધી મને વિક્ષિપ્ત રહે છે. (૪) કુશીલ પ્રશંસા : જૈન દર્શનથી વિપરીત દર્શનને સત્યધર્મ રૂપે સ્વીકારીને આરાધે તે કુદર્શન છે. (૫) મિથ્યા દ્રષ્ટિ પરિચયઃ જૈન દર્શનથી વિચરતપણે ધર્મની આરાધના કે પ્રચાર કરનારના જીવોમાં
વિષયોનો પરિચય હોય છે તે દોષ છે. પ્રભાવના : પ્રભાવક
જૈન શાસનનો મહિમા અને પ્રભાવ વધારવાની પ્રવૃત્તિ કરનારને પ્રભાવક કહે છે તેનાં ૮ પ્રકાર
(૧) પ્રવચની : બાર અંગો અથવા આગમો-સર્વનો મર્મ જાણનારા પ્રવચની કહેવાય છે. તેમાંના
જેકાળે જેટલા વિદ્યમાન હોય તે જાણનાર. (૨) ધર્મકથક : ઉપદેશ આપવાની લબ્ધિ-શક્તિ ધર્મકથા ચાર પ્રકારની છે. (એ) આક્ષેપણી કથા : મોહ ત્યાગ માટે સંસારનું સ્વરૂપ એવી રીતે સમજાવે કે જીવો સત્ય તત્વ પ્રત્યે
આકર્ષાય. (બી) વિક્ષેપણી કથા : ઉન્માર્ગને છોડી તે સન્માર્ગે વાળે તેવી. (સી) સંવેગની : જે કથા વડે શ્રોતાઓમાં જ્ઞાનપૂર્વક ધર્મઆરાધનાનું બળ વધે. સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગદર્શન ૧૦૮
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org