________________
પ્રબંધ-૩ 'શ્રી નવપદ આરાધના
(નવસ્મરણની પટ્ટાવલિ) (આધાર ગ્રંથ : પ.પૂ.શ્રી વિજય કીર્તિયશસૂરિજી લિખિત “નવપદ ઉપાસના')
। तिजयविजयचक्कं सिद्धचक्कं नमामि । અનંત કરુણાનિધિ પરમાત્માએ ધર્મતીર્થની આરાધના-સાધના-ઉપાસના માટે અસંખ્ય યોગ ફરમાવ્યા. જે જીવની જે જે પ્રકારની લાયકાત-યોગ્યતા-ક્ષમતા-ભૂમિકા-કક્ષા-સંયોગ-શક્તિ તે તે પ્રકારના યોગો એને માટે દર્શાવ્યા છે. આ અસંખ્ય યોગો પૈકી દરેક જીવને એકસરખી રીતે ઉપકારક નીવડે એવો પ્રધાનયોગ છે - નવપદની આરાધના. કે શ્રી નવપદ જિનશાસનનું સર્વસ્વ છે. અરિહંતાદિ નવ મહાન પદોનું એમાં અધિષ્ઠાન છે. એના પદે પદે સર્વદુઃખનિવારક અને સર્વસૌખ્યપ્રદાયક શક્તિઓ રહેલી છે. સ્વભાવની પ્રાપ્તિનું એ અમોઘ સાધન છે. ધ્યાનની પરિપ્રાપ્તિ માટે શ્રેષ્ઠ ઉપાયરૂપ છે. હજારો દેવી-દેવતાઓથી એ અધિષ્ઠિત છે. ગણધરાદિ સર્વ સાધુગણથી એ પ્રપૂજિત છે. નવ પદો સારભૂત છે, કલ્યાણના કારણરૂપ છે અને તેથી વિધિપૂર્વક આરાધવા યોગ્ય છે. પ્રસ્તુત લેખન ધ્યાન ચિંતનની આરાધનાથી છે. વિધિવિધાન માટે અન્ય ગ્રંથનો આધાર લેવો.)
કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ત્રિષષ્ઠીશલાકા પુરુષ ચરિત્રમાં દસમા પૂર્વમાં ફરમાવે છે –
“નત્ત૬ :હસંસારો, મોક્ષોનત્તમુહૂ: પુનઃ” સંસારમાં દુઃખનો કોઈ છેડો નથી અને મોક્ષમાં સુખનો કોઈ છેડો નથી.
શ્રુતસરિતા
४३
શ્રી નવપદ આરાધના
Jain Education International 2010 03
For Private & Personal Use Only
www.jainelibrary.org