________________
નવપદનું જ્ઞાન , નવપદની પ્રીતિ, નવપદની ભક્તિ, નવપદની પૂજા, નવપદનો તપ, નવપદની પ્રદક્ષિણા, નવપદને નમસ્કાર, નવપદના સ્વરૂપનું ચિંતન, નવપદનું ધ્યાન - આ વિવિધ પ્રકારો વડે નવપદનું આલંબન લેવાનું છે. એ નવપદ સાથે મન જોડાય તો ભાવ પેદા થાય અને ભાવ પેદા થાય તો જ દાન, શીલ અને તપ ધર્મ બને કે જે પરંપરાએ મુકિત અપાવે.
પ્રાણાયામની પ્રક્રિયામાં જેમ “રેચક' દ્વારા અશુદ્ધ વાયુને બહાર કાઢી, પૂરક' દ્વારા શુદ્ધ વાયુને અંદર લઈ, કુંભક' દ્વારા તે શુદ્ધ વાયુને અંદર ધારી રખાય છે; તેમ અહીં પણ “રેચક' દ્વારા સંસારની સમગ્ર વાસનાને બહાર કાઢી, “પૂરક' દ્વારા નવપદને હૃદયમાં લઈ જઈને, “કુંભક' દ્વારા હૃદયમાં ધારી રાખવાના છે. આ એક ભાવ-પ્રાણાયામ છે.
જેમ ક્ષેત્રમાં શ્રી સિદ્ધિગિરિ શાશ્વત છે, તેમ કાળમાં આસો અને ચૈત્ર માસની ઓળી શાશ્વત છે. આરાધના-સાધનામાં સહાયક ક્ષેત્રને મેળવવા આપણે તીર્થમાં જવું પડે છે, જ્યારે આ શાશ્વતી ઓળીમાં નિયત કાળ આપણી સામે આવે છે. શાશ્વતી ઓળીના આ નવેનવ દિવસો આત્માનું નવપદ સાથે જોડાણ કરવાના પવિત્ર દિવસો છે. આ જોડાણ આધ્યાત્મિક ચેતનાને નવપલ્લવિત બનાવે છે, અને પ્રગતિને સતત વેગવંતી બનાવે છે. (૧) શ્રી અરિહંત પદ - શ્વેત વર્ણ - ૧૦ ગુણ
શ્રી અરિહંત પરમાત્માનું સ્વરૂપ, દ્રવ્ય-ગુણ-પર્યાયો, ઉપકારો આદિનું ચિંતન કરવાનું છે. પરમાત્માના બાર ગુણને લક્ષમાં રાખી એકેક ગુણને યાદ કરી કરીને ૧૨ પ્રદક્ષિણા-સાથિયા-ફળનિવેદ્ય અને કાઉસગ્ન કરવાનો છે. આપણી જાતને અરિહંતમય બનાવવાનો છે. નિશ્ચયનયની અપેક્ષાએ શ્રી સિદ્ધ ભગવંતનો ક્રમ પ્રથમ આવે છે, પણ વ્યવહારનયની અપેક્ષાએ પ્રથમ ક્રમ શ્રી અરિહંત ભગવંતનો છે.
વાત્સલ્યના પુષ્પરાવર્ત મેઘમાં શ્રી અરિહંત પરમાત્માએ આપણને નવરાવ્યા છે, ભીંજવ્યા છે. અનંત માતાઓએ ભૌતિક દેહને જન્મ આપ્યો છે, જ્યારે આ (અરિહંત) માતાએ આધ્યાત્મિક દેહને જન્મ આપ્યો છે. નવપદમાં કેન્દ્રસ્થાને શ્રી અરિહંત છે, કે જે ધરીની ચારે બાજા બાકીના આઠ પદો ફરે છે.
જે વ્યક્તિ જેટલા અંશે શ્રી અરિહંતની આજ્ઞા પાળે, તે વ્યક્તિને તેટલા અંશે પુણ્યની-સુખની પ્રાપ્તિ થાય છે. દ્રવ્યથી ધ્યાન : પરમાત્માનું આત્મ-દ્રવ્ય વિશિષ્ટ કોટિનું હોય છે. મૂળભૂત દ્રવ્યની આ વિશેષતા
છે. પદાર્થગુણ અને કરુણા ગુણ વિશિષ્ટ કોટિનો સત્તામાં પડેલો હોય છે. પરમાત્માના
આત્મદ્રવ્યના ચિંતનમાં આવતી એકાકારતા તે પરમાત્માનું દ્રવ્યથી ધ્યાન છે. ગુણોથી ધ્યાન : અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય - અનંત ચતુષ્ટયી -
આ ગુણોનું ચિંતન કરવું. ગુણોની વિશેષતાના ચિંતનમાં જે એકાકારતા આવે તે ગુણોનું ધ્યાન કહેવાય.
શ્રી નવપદ આરાધના
४४
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org