________________
પચયથી ધ્યાન : પર્યાયથી એટલે પરમાત્માની વિવિધ અવસ્થા.
પિડW - જન્મઅવસ્થા. રાજ્યવસ્થા, શ્રમણ અવસ્થા. પદસ્થ - કેવળજ્ઞાનાદિ - પદ - અવસ્થા. રૂપાતીત - નિરાલંબન અવસ્થા. આ વિવિધ અવસ્થાના ચિંતનમાં આત્માને ભાવિત કરીને એકાકારતા, એ પર્યાયથી ધ્યાન કહેવાય. (દા.ત. ભગવાનશ્રી વિમલનાથથી ભગવાન શ્રી નેમીનાથ સુધીના કાળમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જીવ દેવલોકમાં હતો, ત્યાં તેમણે પ00 કલ્યાણકોની ઉજવણી વિશિષ્ટ તેઓ એ ભાવોલ્લાસપૂર્વક કરી, કે જેના પ્રભાવે પ્રકૃષ્ટ પુણ્યનો સંચય થયો, કે જેના ફળરૂપે પુરુષાદાનીયપણાની પ્રાપ્તિ થઈ. આવા પર્યાયો
ચિંતવવા.) જપ વખતે સ્થિરતાપૂર્વક બેસવું. દષ્ટિ નાસિકા પર સ્થિર-હોઠ ફફડાવવાના નહીં-દાંત અંદર ઉપર-નીચે અડે નહીં, ભીંસાય નહીં-જીભ કયાંય અડે નહીં-શ્વાસ સહજ ગતિએ ચાલવા જોઈએજપમાંથી લય આવે અને લયમાંથી ધ્યાન ગોઠવાઈ જાય, અને ધ્યાન ગોઠવાયા પછી શ્રી અરિહંત પરમાત્માના બધા પર્યાયો આંખ સમક્ષ આવશે. (૨) સિદ્ધ પદ - રક્ત વર્ણ - ૮ ગુણ
શ્રી અરિહંતનું મહત્ત્વ-શાથી? તેઓ સિદ્ધ બનવાના છે, તેથી આચાર્ય-ઉપાધ્યાય-સાધુનું મહત્ત્વ, તેઓ સિદ્ધિપદની સાધના કરી રહ્યા છે, માટે છે. સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર, તપનું મહત્ત્વ એના દ્વારા સિદ્ધપદ મળે છે, માટે છે.
સિદ્ધપદ એ આપણું ધ્યેય છે. આપણું પોતાનું સ્વરૂપ છે. સર્વપ્રકારના બંધનથી રહિત, સર્વ પ્રકારની સિદ્ધિને વરેલા ચૌદ રાજલોકમાં મુગટ શિરોમણિ સમાન છે. સિદ્ધના ધ્યાનમાં શ્રી અરિહંત પરમાત્માની રૂપાતીત અવસ્થાનું ધ્યાન આવી જાય છે. જેના હૈયામાં સંસારની પ્રતિકૃતિ ઝિલાયા કરે છે તે સંસારી છે. જેના હૃદયમાં સિદ્ધની પ્રતિકૃતિ ઝિલાયા કરે તે સિદ્ધસ્વરૂપી છે. સિદ્ધનું ધ્યાન સિદ્ધ બનવા કરવાનું છે. અનંતજ્ઞાનાદિ આત્માની આઠે ય આત્મસંપત્તિને પ્રગટ કરી છે તેવા શ્રી સિદ્ધનું ધ્યાન કરવાનું છે.
વિવિધ સાધનારૂપ અગ્નિના સંયોગથી આપણે આપણી વિશુદ્ધિ વધારવાની છે. આંતરિક લાલિમા પ્રગટાવવાની છે, માટે આત્માની એ લાલિમાવાની અવસ્થાને લક્ષમાં રાખી સિદ્ધિપદનો વર્ણ “રક્ત' માનવામાં આવ્યો છે. જેમ કાયાથી નીરોગી વ્યક્તિ લાલબુંદ જેવો હોય છે, તે જ રીતે કર્મથી નિરોગી સિદ્ધ આત્મા પણ લાલબુંદ જેવો જ હોય ને !
મારા ઉપર છત્ર તરીકે આ સિધ્ધ ભગવંતો છે. એમાંથી લાલ કિરણો મારા આત્મા ઉપર પડી રહ્યાં છે. તેના પ્રભાવે હું પણ નિર્મળ થઈ રહ્યો છું', “મારું પણ સિદ્ધાવસ્થાનું રૂપ પ્રગટી રહ્યું છે.'આવું ચિંતન કરવું - ધ્યાન કરવું. આ પદને મેળવવાની તાલાવેલી જાગે અને તે વડે પામવાનો પુરુષાર્થ પ્રબળ મનાવવાનું મન થાય.
શ્રુતસરિતા Jain Education International 2010_03
૪૫ For Private & Personal Use Only
શ્રી નવપદ આરાધના
www.jainelibrary.org