________________
સમ્યગ્દર્શન આપણામાં આવી ગયું છે, માટે આપણું સગપણ “મોક્ષ'ની સાથે થઈ ગયું છે. હવે મોક્ષની સાથે લગ્ન જ બાકી છે. લગ્ન થતાં પહેલાં બધું શીખવું તો પડે ને ! આ શીખવાની ક્રિયા એ જ સાધના અને આરાધનાનો માર્ગ. રત્નત્રયીની સાધના, શ્રી જિનાજ્ઞાનુસાર મન, વચન અને કાયાની એકાકારતાથી સંયમ જીવનનું પાલન.
સંયમ જીવન એટલે ઉકાળેલું પાણી, કાયમી કંદમૂળત્યાગ, રાત્રિભોજન ત્યાગ, વાસી ખોરાક ત્યાગ આદિ સુવિહિત સાધનોની સાથે છ આવશ્યકાદિ ક્રિયાઓ નો સુવાસભર્યો સંબંધ. (૩) આચાર્ય પદ - પીત વર્ણ - ૩૬ ગુણ
દેવતત્ત્વમાં પ્રથમ બે પદોમાં) સાધ્યપદો આવે છે, ગુરુતત્ત્વમાં (પછીના ત્રણ પદોમાં) સાધકપદો આવે છે અને ધર્મતત્ત્વમાં સાધનાપદો આવે છે. પંચ પરમેષ્ઠિમાં કેન્દ્રસ્થાને “આચાર્યપદ છે. ઉપર બે પદ અને નીચે બે પદ, અરિહંત પરમાત્માની ગેરહાજરીમાં શ્રી આચાર્ય ભગવંતને અરિહંતતુલ્ય માન્યા છે. પરમાત્માના શાસનમાં આચાર્ય ભગવંત રાજાના સ્થાને છે. તેમનું અનુશાસન ચારે પ્રકારના સંઘે સ્વીકારવું પડે. સંઘ કોને કહેવાય? વ્યાખ્યા : સાવરિયો સંઘો જે આચાર્યની મુખ્યતાવાળો હોય તેને સંઘ કહેવાય.
સામાન્યથી શ્રીઆચાર્ય ભગવંત ૩૬ ગુણોથી શોભતા હોય છે. વિશેષથી શ્રીઆચાર્ય ભગવંત છત્રીસ છત્રીસીએ શોભતા હોય છે. ૩૬ X ૩૬ = ૧,૨૯૬ ગુણને ધારણ કરનારા ધર્માચાર્ય હોય છે. આવા ગુણોને ધારણ કરનારાને ભાવાચાર્ય કહેવાય છે. ભાવાચાર્યના દર્શનથી સાક્ષાત્ શ્રી સુધર્માસ્વામી આદિના દર્શનનો અને ભક્તિનો લાભ થાય છે. આ અપૂર્વ લાભ વડે આત્માના અજ્ઞાનનો અંધકાર ઉલેચાયા વિના રહે નહીં.
“બારસે છ– ગુણે ગુણવંતા, સોહમ જંબૂ મહેતા, આયરિયા દીઠે તે દીઠા, સ્વરૂપ સમાધિ ઉલ્લસતા”
-શ્રી લક્ષ્મીસૂરિજી મહારાજા. શ્રી આચાર્ય ભગવંતને સુવર્ણની ઉપમા આપી છે. સુવર્ણ જેમ વિષહર છે, તેમ શ્રી આચાર્ય પણ મોહનું વિષ ઉતારનારા છે. સુવર્ણ જેમ સંપત્તિરૂપ ગણાય છે, તેમ શ્રી આચાર્ય પણ શાસનથી સંપત્તિરૂપ છે. સુવર્ણ જેમ જાજ્વલ્યમાન અને દેદીપ્ય માન છે, તેમ શ્રી આચાર્ય પણ.
પાંચ પ્રકારના આચારના (પંચાચાર) પાલનથી પવિત્ર છે. શ્રી આચાર્ય ક્ષમાની સાક્ષાત મૂર્તિ, કરુણાની, જ્ઞાનની, ચારિત્રની, તપની સાક્ષાત મૂર્તિ છે, પુણ્યનો પૂંજ છે, પ્રભાવનો પૂંજ છે.
શ્રી અરિહંત પાસે મોક્ષમાર્ગની પ્રાપ્તિની અપેક્ષા રાખવાની છે, સિદ્ધની આરાધના કરતાં સ્વસ્વરૂપની પ્રાપ્તિની અપેક્ષા રાખવાની છે અને આચાર્યપદની આરાધના કરતાં આચાર-પંચાચારની પ્રાપ્તિની અપેક્ષા રાખવાની છે. ઉપાધ્યાયપદની આરાધનાથી વિનય ગુણ અને સાધુપદની આરાધના મોક્ષમાર્ગની આરાધનામાં સહાય મળે એ અપેક્ષાથી કરવાની છે.
આવા આચાર્ય ભગવંતોનો આપણે કરેલ વિનય, વૈયાવચ્ચ, ભક્તિ, આરાધના, ઉપાસના, ધ્યાન આપણા સૌનું પરમ કલ્યાણ કરનાર અવશ્ય બને. શ્રી નવપદ આરાધના
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org