________________
(૪) ઉપાધ્યાય પદ - નીલ વર્ણ - ર૫ ગુણ :
સાધુ અને આચાર્ય ભગવંત વચ્ચે સેતુ સમાન શ્રી ઉપાધ્યાય ભગવંત છે. આચાર્ય ભગવંત જૈનશાસનના રાજા છે, તો ઉપાધ્યાય ભગવંત “યુવરાજ' છે. આજના એ યુવરાજ આવતી કાલના “રાજા' થશે. આચાર્ય ભગવંતને અપેક્ષાએ તીર્થકરની ઉપમા આપી છે, તો ઉપાધ્યાય ભગવંતને ગણધરની ઉપમા આપી છે. આચાર્ય ભગવંત અર્થની વાચના આપે છે, તો શ્રી ઉપાધ્યાય ભગવંત સૂત્રની વાચના આપે છે. મુમુક્ષુને દીક્ષિત કરવાની-આપવાની જવાબદારી આચાર્ય ભગવંતની હોય છે, અને તે દીક્ષિતના ઘડતરની જવાબદારી ઉપાધ્યાય ભગવંતની હોય છે.
ઉપાધ્યાય વિનય ગુણને વરેલા છે. ઉપાધ્યાય પદને નીચેના સ્વરૂપે ધ્યાન કરવાનું છે.
આચાર્ય ભગવંત સામે હાથ જોડી મસ્તક નમાવી વિનય કરતાં નિહાળવાના, ગચ્છને સૂત્રની વાચના આપતાં, સમગ્ર ગચ્છની સારણા, વારણા, ચોયણા, પડિચોયણા કરતાં, ૪૫ આગમોમાં નિરંતર રત એવા ઉપાધ્યાય ભગવંતના વિવિધ પર્યાયોનું ચિંતન કરવાનું છે. આવા ધ્યાન દ્વારા આપણે આત્મ-વિકાસ સાધવાનો છે.
ઉપાધ્યાય પદ સાથે જોડાણ થાય કે માનકષાય જાય, મોહનીય કર્મ મરે, જ્ઞાનાવરણીય કર્મના ભૂક્કા થઈ જાય, સર્વ અવગુણ દૂર થાય છે અને સર્વગુણ પ્રગટ થાય છે. પરમાત્માના શાસનના ખજાનાની પ્રાપ્તિ અને સર્વગુણના મૂળભૂત “વિનય” ગુણની પ્રાપ્તિ શ્રી ઉપાધ્યાય ભગવંતના શરણે રહેવાથી થાય છે.
“નમો ઉવઝાયાણં' પદ બોલતાં મહા સામર્થ્યવાળી વ્યક્તિ સાથે જોડાણ કરવાનું છે. મરકત મણિના નીલવર્ણ જેવા શ્રી ઉપાધ્યાય ભગવંતને હૃદયના ભાવપૂર્વક નમસ્કાર કરીને ધ્યાન કરવાનું છે, કે જેથી તેમનો શ્રુતવારસો, વિનય વારસો, ગુણનો વારસો, આપણી યોગ્યતા અને પાત્રતા મુજબ આપણને મળે. “ઉપાધ્યાય' શબ્દનો : શબ્દાર્થ : ઉપ + અધ્યાય = જેઓ આગમાદિ ગ્રંથોના અધ્યયનની સમીપ રહે છે તે. ભાવાર્થ : ઉપ + અધિ + આય = “આય” એટલે લાભ. “ઉપ' એટલે સમીપ અને “અધિ' એટલે આત્મા. જેમની સમીપ રહેવાથી આત્માનો લાભ પ્રાપ્તમાન થાય છે તે. શ્રી ઉપાધ્યાય ભગવંતને પુનઃ પુનઃ ભાવપૂર્વક નમસ્કાર. (૫) સાધુ પદ - શ્યામ વર્ણ - ર૦ ગુણ :
પંચ પરમેષ્ઠિમાં પ્રવેશ કરવાનું દ્વાર “સાધુપદ' છે. અરિહંત સાધુ છે. સિદ્ધ પણ સાધુ છે, આચાર્ય અને ઉપાધ્યાય પણ સાધુ છે, અને સાધુ તો સાધુ છે જ. અપેક્ષાએ, નવપદમાં સાધુપદ કેન્દ્ર સ્થાને છે. સાધુપદની ઉપર ચાર પદ અને નીચે ચાર પદ . જે દિવસે સાધુપદનો નાશ થશે, તે દિવસે શાસનનો નાશ થશે.
“સહાય કરે સાધુજી' - આ પદની આરાધના દ્વારા આપણને મોક્ષની સાધનામાં સહાય મળે છે. તપ દ્વારા કાયાને તપાવી કાળી કોલસા જેવી કરી નાખે છે, તેથી સાધુનો વર્ણ શ્યામ વર્ણ મનાયો છે. તેમની દરેક પ્રવૃત્તિમાં સંયમની સાધના મુખ્ય હોય છે. માટે જ, આ પદમાં પ્રવેશ જેણે કરવો હોય, શ્રુતસરિતા
૪૭
શ્રી નવપદ આરાધના
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org