________________
પત્રાવલિ-૨૪ આત્મા પરમાત્માનું અંતર કેમ !
સોમવાર, તા. ૧-૨૫-૯૯
જ્ઞાનપિયાસુ, જય જિનેન્દ્ર.
આત્મા-પરમાત્માની વચ્ચેનું અંતર જેમ જેમ ઓછું-ઓછું થતું જાય છે, ઘાતી કર્મોની પ્રબળતા જેમ જેમ ઢીલી પડતી જાય છે, અંતરાત્મદશામાં જેમ જેમ વિશેષ સ્થિરતાના મંડાણ થાય છે, તેમ તેમ ભીતરનો આનંદનો ઉદધિ ઉછળવા લાગે છે. જ્યારે સ્થિર, શાંત અને સ્વચ્છ આત્મદર્પણમાં પરમાત્માનું પ્રતિબિંબ દેખાવા માંડે છે, ત્યારે હૈયું પ્રેમ અને ભક્તિના પૂરથી છલકાવા માંડે છે.
ભાઈ, વીતરાગનો રાગ પુણ્યાનુબંધી પુણ્ય બંધાવે છે અને આવું પુણ્ય બધી જાતની સુખસંપત્તિ, સુખ-સુવિધા આપનારા છે. વળી દુઃખથી ભરેલા આ સંસાર-સાગર પરથી ગુજરવા માટે વીતરાગ પરમાત્મા સેતુ છે; એ સેતુ ઉપર ચઢીને આત્મા સંસારસાગરની સામે પાર જઈ શકે છે. આપણે જો પરમાત્માની આજ્ઞાને આરાધીએ, તો પરમાત્મા આપણા માટે ‘પુલ’ બની જાય છે. સંસાર અને સિદ્ધિની વચ્ચે પરમાત્મા પુલ (Bridge) છે. એ પુલ ઉપર નિર્ભય અને નિશ્ચિત બનીને આપણે ચાલવાનું છે. બંને કિનારા પર સુરક્ષા છે. જ્યાં પરમાત્માનું સંરક્ષણ છે, ત્યાં વળી ભયનો ભાર કેવો?
પરમાત્મા શાન્તસુધાના સાગર છે. આ સાગર ક્યારે ય સુકાતો નથી. તળાવ તો સૂરજનાં તીખાં કિરણોથી ક્યારેક સુકાઈ પણ જાય, સરોવર પણ શોષાઈ જાય, પણ સમુદ્ર ક્યારેય ન તો સુકાય કે ન શોષાય ! પરમાત્મામાં તો સદૈવ શાંતરસના પ્રવાહને પ્રવાહિત કરે છે.
ભાઈ, ચોવીસે તીર્થંકરોનાં નામ, પરમાત્માનાં ભિન્ન ભિન્ન સ્વરૂપ અને વિવિધ પ્રભાવને દર્શાવનારા છે; પણ આ નામો ખાલી શબ્દાર્થના સહારે કે બુદ્ધિના માપદંડથી સમજવાના નથી. ધર્મગ્રંથોનો સહારો લઈને દરેક નામમાં છુપાયેલા અર્થને અનુભવોથી જાણવાના છે. અનુભવથી જે આત્મા આ નામ-ગુણોનો સાક્ષાત્કાર કરે છે, એ અવશ્ય મોક્ષ અવસ્થા મેળવે છે. ટૂંકમાં, ગુણોની અનુભૂતિને ઉઘાડ્યા વગર, અનુભવજ્ઞાનનો આસ્વાદ ચાખ્યા વિના આપણી મુક્તિ થવાની નથી. આ બધા ચિંતન કે વિચારણાનો સાર એટલો જ કે વીતરાગ-આજ્ઞાને શક્ય તેટલી વધુ ને વધુ અને શક્ય તેટલી જલ્દીમાં જલ્દી જીવનમાં ઉતારવી જ પડે. આજ્ઞા-પાલન જ ધર્મ છે. ‘બાળાએ ધો!' જે જે આજ્ઞા સાંભળીએ, તેને આપણા જીવનમાં લાગુ કરવી જોઈએ. ગયા ભવોમાં કદાચ આજ્ઞા સાંભળી હશે, પરંતુ જીવનની સાથે તે ભવોમાં લાગુ નહીં કરી, તેનું પરિણામ ભવભ્રમણ રહેવા પામ્યું છે, ઘટવા પામ્યું નથી. જિનાજ્ઞા-પાલનનો ઉલ્લાસ અનેરો છે. એ ઉલ્લાસની માત્રા અને અનુભૂતિ એ તો આશા-પાલન કરીને જે અનુભવે તેને જ ખબર પડે.
આત્માનુભૂતિ અને પરમાત્માનુભૂતિના પોતાના છતાં અજાણ્યા રસ્તા પર ચાલવાનું સાહસ હવે તો કેળવવું જ રહ્યું ! અનુભૂતિની ગુફામાં આત્મા-પરમાત્માની વાતો આપણને જાણવા માટે તેવી મંગલ કામના સાથે.
પત્રાવલિ
Jain Education International 2010_03
*
*
*
૨૯૭
For Private & Personal Use Only
*
લિ. આપનો ભાઈ, રજની શાહ
શ્રુતસરિતા
www.jainelibrary.org