________________
પત્રાવલિ-૨૫
જીવની યુગજૂની કથાની વ્યથા
વ્હાલા ભાઈશ્રી, જય જિનેન્દ્ર.
न सा जाइ न सा जोणी, न तं ढाणं न तं कुलं । न जाया न मुआ, जत्थ सव्वे जीवा अनंतसो ||
એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી, એવી કોઈ જગ્યા નથી અને એવું કોઈ કુળ નથી કે જ્યાં જીવાત્માએ જન્મ ન લીધા હોય અને મૃત્યુ ન પામ્યા હોય ! જન્મ-મરણ પણ એક-બે વાર નહીં, બલ્કે અનંત અનંતવાર આ ઘટમાળ ઘૂમતી રહે છે. શ્વાસ પણ સ્તબ્ધ રહી જાય. એવી કહાણી છે, આ અનંત અનંત જન્મોની ઘટમાળની ! એક જીવની નહીં, માત્ર તમારી-મારી પણ નહીં પણ બધાય સંસારી જીવોની આ જ રામકહાણી છે.
મંગળવાર, તા. ૧-૨૬-૯૯
ભાઈ, આપણું નિકટનું સગું કોઈ હોય, તો તે છે આત્મા. આ ભવમાં આપણા આત્માને જે પરમાત્માના-વીતરાગના-મુખચંદ્રને જોવાની તક મળી છે, એવો અવસર અનંતકાળમાં ક્યારેય સાંપડ્યો નથી ! આપણી અનંત અનંત ભવયાત્રા કે પૂર્વે અનુભવી છે તેની થોડીક વાતો વિચારીએ.
આપણો આત્મા સૌથી પહેલાં સૂક્ષ્મ નિગોદમાં હતો. ત્યાં અનંતકાળ સુધી જન્મ-મરણનો ચકરાવો ચાલતો રહ્યો. ત્યાં માત્ર સ્પર્શ-ઇન્દ્રિય જ હતી. મન નહોતું કે બીજી ઇન્દ્રિયો પણ નહોતી. ત્યાં પરમાત્માનું દર્શન ચક્ષુ વિના અસંભવ હતું. જ્યારે બાદર નિગોદમાં જીવ આવે છે, ત્યારથી એનો સંસારયાત્રાનો આરંભ ગણાય છે. એ નિગોદના જીવો, સંસારના બીજા બધા જ જીવો કરતાં ખૂબ જ અતિ સંખ્યામાં હોય છે, એટલે અસંખ્ય નહીં સમજવા, તેઓની સંખ્યા તો અનંત છે.
નિગોદમાંથી નીકળ્યો, પૃથ્વી-માટીના જીવ તરીકે જન્મ્યો. પાણીના જીવનું, અગ્નિના જીવનું, વાયુના જીવનું રૂપ ધારણ કર્યું. વનસ્પતિમાં જન્મ્યો. આ બધી યોનિઓમાં અસંખ્ય વરસોનો કાળ વીતી ગયો.
શ્રુતસરિતા
Jain Education International 2010_03
સંસારયાત્રા આગળ વધી. બે-ઇન્દ્રિય બન્યો. સ્પર્શની સાથે ૨સના-ઇન્દ્રિય પણ મળી. શંખ બન્યો. કૃમિ બન્યો. વળી આગળ વધીને તેઇન્દ્રિય બન્યો. ત્રીજી ઘ્રાણ-ઇન્દ્રિય મળી. સૂંઘવાની શક્તિ મળી. માંકડ, જૂ, મંકોડો બન્યો. પછી વળી ચઉરિન્દ્રિય બન્યો. ચક્ષુ-ઇન્દ્રિય ચોથી પણ ઉમેરાઈ. વીંછી, ભ્રમર, માખી, મચ્છર વગેરે. તરીકે જન્મો લીધા પછી પંચેન્દ્રિય બન્યો. પાંચમી શ્રવણ-ઇન્દ્રિય મળી. પણ મન નહોતું એટલે અસંજ્ઞી-મનરહિત. સ્થળચર, જલચર આદિ તરીકે તિર્યંચ પંચેન્દ્રિય બન્યો. આ બધામાં પરમાત્માનું દર્શન કેવી રીતે થાય ?
આ ભવમાં પંચેન્દ્રિય ઉપરાંત મન તો મળ્યું છે, પરંતુ તેનાથી વધુ અગત્યનું એ છે કે જૈન દર્શન પ્રાપ્તમાન થયું છે. સંસારયાત્રા દરમ્યાન દેવલોકમાં દેવ બનીને પરમાત્માનાં દર્શન કરવા છતાં, ભાવો હોવા છતાં, દેવોને અવિરતિ જ રહેવાની ને ! મનુષ્ય અને વિરતિ - આ બંને જ જોડે ચાલે
પત્રાવલિ
www.jainelibrary.org
૨૯૮
For Private & Personal Use Only