________________
શકતો નથી. આપણો ભેદ મટવો જ જોઈએ. આપણી વચ્ચેના અંતર કે અંતરાય હવે ઓગળી જવા જોઈએ.
તત્ત્વદષ્ટિથી જોઈએ તો આત્મા અને પરમાત્મા વચ્ચેની ભેદરેખા - જીવ અને શિવ વચ્ચેની લક્ષ્મણરેખા માટે જવાબદાર છે કર્મોની કરામત. જયાં સુધી આપણો આત્મા કર્મોના સકંજામાં જોડાયેલો-જકડાયેલો છે, ત્યાં સુધી આત્મા-આત્મા જ રહે. કર્મોના બંધન પૂરી રીતે તૂટ્યા પછી જ એ આત્મા પરમાત્મા બની શકે. એ કર્મોને આત્માથી અલગ કરવા માટે કર્મોનું તત્ત્વજ્ઞાન વિશરૂપે જાણવું અનિવાર્ય બની જાય છે. આ કર્મોનું તત્ત્વજ્ઞાન ખૂબ જ સૂક્ષ્મ અને ઊંડાણભર્યું છે, છતાં ય આપણા જેવા આ તત્ત્વજ્ઞાનનાં તાળાં ખોલી શકે છે. પણ, આ માટે સતત પુરુષાર્થ સ્વાધ્યાય તરફનો કરવો જ પડશે, વાંચવું, વિચારવું, ચિંતનની ભૂમિકાએ તે વિચારને લઈ જવો. સંસારના સુખદુઃખ ભર્યા પ્રસંગોને, ઘટનાને, બનાવને માત્ર કર્મ પ્રકૃતિની અપેક્ષાએ જ ઉકેલવો.
આત્મા કર્મોથી બંધાયેલો, એટલે એનો અર્થ એ થાય છે કે આત્માના હરેક પ્રદેશને કાર્પણ વર્ગણા નામના પુદ્ગલનો સંયોગ હજી છે. માટે તો કહે છે -
“અન્ય સંયોગી જિહાં લગે આત્મા રે, સંસારી કહેવાય.''
ટૂંકમાં, ભાઈ, કર્મબંધના કારણો (મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ, પ્રમાદ)નું સેવન ઘટાડવું જ પડશે. કર્મબંધને ‘આશ્રવ’ કહેવામાં આવે છે. મન-વચન-કાયાથી જીવાત્મા મુક્ત બની જવા માટે ઉચિત કારણોનું આલંબન લે છે. આ કારણોને ‘સંવર’ કહેવાય છે. ભાઈ, આશ્રવ હેય છે, ત્યાજ્ય છે, જ્યારે સંવર ઉપાદેય છે, આદરણીય છે. સંસાર-ભ્રમણને ભટકાવવો કે અટકાવવો તે નક્કી આપણે કરવાનું છે.
આવી પ્રાર્થના પ્રભુની કરીએ તો કેવું !
હે પ્રભુ, બાહરી અંતર તો જ્યારે મટશે ત્યારે મટશે, હમણાં હાલ તુરંત તો આંતરિક અંતરભીતર દૂરીને દૂર કરવા કોશિશ કરવી છે. અંદરના અંતરને જાદુમંતર મારીને છૂમંતર કરી દેવું છે. જ્યારે અંદરનું અંતર સદંતર મટી જશે, પછી તો તમારું પ્રતિબિંબ મારા આત્મામાં ઊપસવા માંડશે અને હું દિવ્ય આનંદની અનુભૂતિ અનુભવવા માંડીશ.
‘મુંજન’ શબ્દ બન્યો છે ‘યુ' એટલે જોડાવું, જોડવું. આત્માનું કર્મોની સાથે જોડાવું. ઉપરની પ્રાર્થના સાથે આપણે બે વસ્તુઓ કરવાની (૧) યુંજન કરણ (આત્માનું કર્મોની સાથે જોડાવું) છોડવાનું અને (૨) ગુણકરણ (મૌલિક ગુણોનું પ્રગટીકરણ) માટે લાગી જવાનું. બહિરાત્મદશામાં યુજનકરણ થાય છે, જ્યારે અંતરાત્મ-દશામાં ગુણકરણ થાય છે. આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ ભૂંસી નાખવા માટેનો આ એક માત્ર કીમિયો છે.
આપ બધાની કુશળતા ચાહું છું.
શ્રુતસરિતા
Jain Education International. 2010_03
*
૨૯૬
For Private & Personal Use Only
લિ. આપનો ભાઈ, રજની શાહ
પત્રાવલિ
www.jainelibrary.org