________________
આ બધાનું એક માત્ર કારણ છે, કે જ્યાં સુધી આપણને દરેક જીવ સાથે “મૈત્રીભાવ નહીં થાય, ત્યાં સુધી ઉપર દર્શાવેલ વેદન થવાનું નથી.
જ્ઞાની ભગવન્તો સતત કહ્યા કરે છે કે નીચે પટકાવું ના હોય તો એક પણ ઉચિત આચાર છોડો નહીં, અને એક પણ અનુચિત આચાર પકડો નહીં. ક્રમસર ઊંચે ચઢવું હોય તો “આચાર” એ જ પાયો છે. આચારનું બળ કેટલું છે, તેનો ખ્યાલ અબુધ જીવોનો હોતો નથી. ભાઈ, એક વાર બારે માસ ઉકાળેલું પાણી જ પીવાનું ચાલુ કરો ને; પછીથી આપશ્રી પોતે જ નિહાળશો કે માત્ર એક આચાર (ઉકાળેલા પાણીનો) બીજા કેટલા બધા આચાર જીવનમાં લાવી દે છે. આપને પણ અચંબો થશે ! શાન ઓછુંવત્તું ચાલે, પણ મુક્તિનો તલસાટ ઓછો ના ચાલે. તપનો અર્થ “ઇચ્છાનિરોધ” કરીએ છીએ, તે તપનો નકારાત્મક અર્થ છે; માટે તે તપનો અપેક્ષિત અર્થ છે. તપાચારનો અર્થ “ઇચ્છાનિરોધ છે. તપનો તો અર્થ છે “તલસાટ', “મુક્તિની ઝંખના', “મોક્ષ-પ્રાપ્તિ માટે તલપાપડ.' વિર્યાન્તરાયનો યોપશમ જેટલો ઇચ્છીએ છીએ તેટલો થતો નથી, કારણ કે આચારનું બળ નથી. આપણે સજ્જન છીએ, પણ સાત્ત્વિકતા હજુ વધુ ખીલવવાની છે. સજ્જનો તો ઘણા છે, પણ સત્વસભર જીવદયાવાળા જીવો ઓછા છે.
ભાઈ, આપશ્રી સંમત થશો કે જ્ઞાન તો સ્વપર પ્રકાશક છે. તે વસ્તુને ઓળખાવે છે. જ્ઞાન આત્મા અને પુદ્ગલાદિને જણાવે છે. ઓળખાવીને-જણાવીને જ્ઞાનનું કાર્ય પૂરું થાય છે. જ્ઞાન દ્વારા આપણે જે પદાર્થનું સ્વરૂપ સમજ્યા, તેમાં જે લાભકારી હોય તેને મેળવવા મથવાનું અને અહિતકારીને છોડવાનું એમાં જ જ્ઞાનની સાર્થકતા છે. જે જ્ઞાન સમ્યગુ ઇચ્છાને જન્માવે તે સમ્યગુ જ્ઞાન છે; જે જ્ઞાન સમ્યગૂ ઇચ્છાને ના જન્માવે તે જ્ઞાન મિથ્યાજ્ઞાન-અજ્ઞાન છે. જેને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચન માતાનું જ જ્ઞાન છે અને એ જ્ઞાનના બળે જે તે સમ્યગૂ ઇચ્છા જન્મે તો તે સમ્ય જ્ઞાન છે. આપણે સૌએ સંવિગ્ન થવાનું છે, ગીતાર્થ બનવાનું છે.
લિ. આપનો ભાઈ,
રજની શાહ * * * * *
પત્રાવલિ-૩૬ આધ્યાત્મિક રુચિની કેળવણી
ગુરુવાર, તા. ૧-૨૭-૨૦૦૦ સગુણાનુરાગી સ્નેહી સ્વજન શ્રી,
પારમાર્થિક દૃષ્ટિએ, જન્મ લેવો એ જ અપરાધ છે, ગુનો છે, કલંક છે. મૃત્યુને અપરાધ કે ગુનો નથી ગણાતો, કારણ કે જે જન્મે છે તે નિયમાં મૃત્યુ પામે જ છે. પરંતુ જે મૃત્યુ પામે છે તે જન્મે જ છે તેવો નિયમ નથી. દા.ત., મોક્ષે જતા જીવનો છેલ્લો ભવ. આપણે પૂજામાં પણ મન્ન બોલીએ છીએ “જન્મ-જરા મૃત્યુ નિવારણાય'; પણ હકીકતમાં તો જો જન્મનું જ નિવારણ થઈ જાય તો જરા પત્રાવલિ
૩૧૩
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org