________________
અર્થ : એક જ દિવસનો તાવ જેમ છ મહિનાની સ્તુતિને હણી નાખે છે, તેમ એક જ ક્ષણનો ક્રોધ
કોડપૂર્વ વર્ષમાં પેદા કરેલા તપના ફળને ફૂંકી મારે છે.
ધનની ઉદારતા અને તનની ઉદારતા કરતાં સૌથી વધુ મુશ્કેલ છે મનની ઉદારતા. કોઈ ગમે તેવા અપરાધ કરે છતાં મન મોકળું રાખીને ક્ષમા આપવી તે મનની ઉદારત છે “ભૂલ’ની વ્યાખ્યા પણ બરોબર યાદ રાખવા જેવી છે “જે ભૂલી જવા યોગ્ય હોય તેનું નામ ભૂલ.”
ક્ષમાં હાર્દિક જોઈએ; ક્ષમા સર્વની જોઈએ; ક્ષમા બિનશરતી જોઈએ; ક્ષમા ચિરંજીવ હોવી જોઈએ અને ક્ષમા જ્ઞાનગર્ભિત જોઈએ. ક્ષમાનાં આ પાંચ પ્રાણોને ધારણ કરવાના આપના પુરુષાર્થને હું સફળતા ઇચ્છું છું. આપશ્રી વડીલ છો; હું આપનો લઘુબંધુ છું. આ પત્ર લખવામાં ક્યાંય અવિનય થયો હોય તો મારા મિચ્છામિ દુક્કડમ્. મારા પુરુષાર્થને સફળ બનાવવાનું આપ બન્નેના હાથમાં છે. મારા પ્રત્યે આપ બન્નેના સાધર્મિક સદ્ભાવની પ્રેરણાથી હું આ પત્ર લખવા પ્રવૃત થયો છું.
લિ. આપનો ભાઈ,
રજની શાહ *
* * *
પત્રાવલિ-૭૧ પવધિરાજ પર્યુષણનાં વિશિષ્ટ કાર્યો અને ધર્મ
મંગળવાર, તા. ૧૯મી ઓગસ્ટ, ૨૦૦૩
વીર સંવત ૨પર૯ને શ્રાવણ વદ ૭ શ્રી શાન્તિનાથ પ્રભુ ચ્યવન કલ્યાણક દિન
શ્રી ચન્દ્રપ્રભ સ્વામી નિર્વાણ કલ્યાણક દિન શ્રેયસ્કર શ્રાવકશ્રી, શ્રાવિકાશ્રી આદિ પુણ્યવંતો પરિવાર - પ્રણામ - જય જિનેન્દ્ર,
આંતરશુદ્ધિના અમૂલ્ય અવસર સમાન પર્યુષણ મહાપર્વની પધરામણી થઈ રહી છે. પુણ્યનું પોષણ અને પાપનું શોષણ કરવાની અનુપમ અને અજબગજબની ક્ષમતા ધરાવતા આ મહામંગલકારી પર્વનું ભવ્ય સ્વાગત છે. આ પર્વનું સ્થાન-માન સર્વશ્રેષ્ઠ અને સર્વયેષ્ઠ છે.
જિનશાસનમાં આ પનોતા પર્વને ‘પર્વાધિરાજ' રૂપે બિરદાવવામાં આવે છે. શાસ્ત્રકારોએ એની સ્તુતિ-પ્રશસ્તિ આ રીતે કરી છે :
पर्वाणि बहुशः सन्ति, प्रोक्तानि जिनशासन ।
पर्युषणासम नान्यत्, कर्मणां मर्मभेद कृत ।। અર્થ : તારક તીર્થકરના શાસનમાં પર્વો તો બહુ છે, પરંતુ કર્મના મર્મને ભેદી નાખનાર પર્યુષણની
સમાન કોઈ પર્વ નથી. સંસ્કૃત ભાષા મુજબ પર્યુષણ’માં બે શબ્દ રહેલા છે. પરિ’ અને ‘ઉષણ-પરિ એટલે “ચારે શ્રુતસરિતા
૩૯૦
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org