________________
તરફ' અને “ઉષણ' એટલે ‘વસવું'. બાહ્ય પ્રવૃત્તિઓને ત્યાગીને આત્માની ચારે તરફ વસવું તે.
આથી જ, આ મહાપર્વના પાવન પ્રસંગે, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપના સાધન વડે આત્માનું સામીપ્ય મેળવવા કાજે પ્રાજ્ઞ પૂર્વાચાર્યોએ નીચે દર્શાવેલ પાંચ કર્તવ્યો પ્રબોધેલ છે : (૧) અમારિ પ્રવર્તન - જીવ હિંસા ના કરવી - અહિંસામય વાતાવરણ કેળવવું - સખ્ય ચારિત્ર
ગુણની આરાધના. (૨) સાધર્મિક વાત્સલ્ય - સમ્યકજ્ઞાનના ધારક-ઉપાસક-આરાધક શ્રાવક-શ્રાવિકાઓની સાધર્મિક
ભક્તિ-સેવા-સમ્યમ્ જ્ઞાન ગુણની આરાધના. (૩) પરસ્પર ક્ષમાપના - પર્યુષણ પર્વનું હાર્દ-ભાવાત્મક કર્તવ્ય-ક્ષમાપનાના આદાન-પ્રદાન દ્વારા
પોતાના આત્માને શાન્ત-ઉપશાંત કરી શુદ્ધ બનાવવો-સમ્યક્ દર્શન ગુણની
આરાધના. (૪) અઠ્ઠમ તપ - નિરંતર ત્રણ ઉપવાસ કરવા અથવા યથાશક્તિ તપશ્ચર્યા કરવી-સમ્યક
તપ ગુણની આરાધના. (૫) ચૈત્ય પરિપાટી - જિનમંદિરોના દર્શન-વંદન કરવા-ઉત્તમ ભાવોથી, ઉત્તમ સામગ્રીથી
પરમાત્માની પૂજા કરવી - આ કર્તવ્ય ભાવવૃદ્ધિનું અજોડ સાધન છે.
સમ્યક્ દર્શનગુણની આરાધના. આવી અલૌકિક ઉપદેશધારા વહાવનાર શ્રી વીર પ્રભુને વિનયાવનતભાવે વંદન કરીને આપણી ચિંતનયાત્રાનો પ્રારંભ કરીએ.
તપ અને ક્ષમાપના - આ બે પ્રધાન કર્તવ્યો પૈકી શાસ્ત્રકારોએ તપની વ્યાખ્યા કરી છે – vi તાપના તા: | - જે કર્મોને તપાવે તેનું નામ તપ. નિકાચિત અને કઠિન કર્મોને પણ દૂર કરવાની અને નૂતન કર્મોના આગમનને અટકાવી દેવાની તાકાત “તપ'માં રહેલી છે. માટે જ, તત્ત્વાર્થ સૂત્રકાર શ્રી ઉમાસ્વાતિજી લખે છે - તવા નિર્બરા ઘ - તપથી સંવર અને નિર્જરા બને થાય છે. આ દષ્ટિએ તપને Two in one' રૂપે બિરદાવી શકાય. તપ વિના તાપ નહીં, તાપ વિના શુદ્ધિ નહીં. શુદ્ધિ વિના સિદ્ધિ નહીં અને સિદ્ધિ વિના શાશ્વત સુખ નહી.
ક્ષમાપના સાધનાના ત્રણ સ્તર છે. (૧) ક્ષમા માંગવી (૨) ક્ષમા આપવી (૩) ક્ષમા રાખવી. હૈયું વિનમ્ર બને ત્યારે જ ક્ષમા માંગી શકાય છે. હૈયું વિશાળ બને ત્યારે જ ક્ષમા આપી શકાય છે; અને હૈયું જ્યારે વિમલ બને ત્યારે જ ક્ષમા રાખી શકાય છે. વિનમ્રતા-વિશાલતા અને વિમલતાના ત્રિવેણી સંગમ દ્વારા ક્ષમાની આ ત્રિસ્તરીય સાધના કરીએ તો જ આપણા મનનું મંદિર મૈત્રીભાવથી મંડિત થઈ જાય. માટે તો, આ પનોતા પર્વને જ્ઞાની ભગવંતો કહે છે : (૧) પર્વાધિરાજ પર્યુષણનો પ્રાણ એટલે સંવત્સરીનું પર્વ. (૨) જગતના જીવ માત્ર સાથે મૈત્રીનો મંગલમય હાથ પ્રસરાવવાનું પુણ્ય પર્વ. (૩) ક્ષમાની સાધના દ્વારા સિદ્ધિનાં શિખરો સર કરવાનું પર્વ. પત્રાવલિ
૩૯૧
શ્રુતસરિતા
Jain Education International 2010 03
For Private & Personal Use Only
www.jainelibrary.org